Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeઇતિહાસએક કિલ્લામાં પવિત્ર પ્રેમની કહાની,રાજપૂતોની ધરતી પર પ્રેમ મુગલિયા મહોબ્બત,ઈદ સાથે ઝગમગાતી દિવાળી !

એક કિલ્લામાં પવિત્ર પ્રેમની કહાની,રાજપૂતોની ધરતી પર પ્રેમ મુગલિયા મહોબ્બત,ઈદ સાથે ઝગમગાતી દિવાળી !

love story
Share Now

આજે એક એવી પ્રેમ કહાની(love story)વિશે જણાવવા જઇ રહ્યા છીએ.જે ધર્મ જાતિના તોડી એક અનોખું ઉદાહરણ બની છે.એક અવો સમુદ્ર જ્યાં માત્ર પ્રેમ જ હતો.એકબીજા માટે જીવ આપવાની એ પવિત્ર પ્રેમની દાસ્તાન છે આ કહાની.જે ઈતિહાસના પન્ના પર આજે પણ જીવંત છે.એક કિલ્લાની દિવાલ જે આજે જર્જરિત છે.પરંતુ તેના પર પ્રેમની કહાની આજે પણ અંકિત છે.આ કહાની એ પવિત્ર પ્રેમની છે..જે આજે પણ  રાજસ્થાનના ડાંગમાં પણ મહેકી રહી છે.એક પ્રેમ જેનો જન્મ તલવારો વચ્ચે થયો.એક એવો પ્રેમ જે કિલ્લાની દિવાલો વચ્ચે મોટો થયો.ઘોડાની ખપાટો,તીર,ભાલાની નોક પર ઉભો થયો પ્રેમ.જાતિ, સમાજ અમે દુનિયાદારીથી પર.તત્કાલીન રાજપૂતાના કિલ્લામાં શરૂ થઈ હતી પ્રેમની આહાટ.જ્યાં આજે પણ આ પ્રેમની સુંગધ આવી રહી છે.

કયા આવેલો છે આ કિલ્લો

રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક નાનું શહેર મંડરાયલ.જે કરૌલી પૂર્વથી લગભગ 42 કિલોમીટર દુર છે.જ્યાં યદુવંશી જાદૌનોનું શાસન હતું.રજવાડું ઘણુ નાનું હતું.પરંતુ તેની ઈચ્છા શક્તિ ઘણી મોટી હતી.અને અહી લખવામાં આવી પ્રેમની એક એવી કહાની(love story) જેને સદીઓ બાદ પણ કોઈ મિટાવી શક્યું ના કોઈ તેને ભુલાવી શક્યું.હા એ અલગ વાત છે કે વર્તમાન આ કહાની ઘણી ઓછી પ્રચલિત છે.ચંબલ કિનારે આવેલું આ શહેર.

શુ છે આ કિલ્લા સાથેની પ્રેમની કહાની(love story)

 કહેવાય છે કે જાદૌન વંશી તિમનપાલના ભાઈ મંડનપાલે મંડરાયલ શહેર વસાવ્યું.જે ઈતિહાસમાં મંડરૈલ નામથી ઓળખાય છે..માંડવ ઋષિની તપોસ્થળી હોવાના કરણે તેને મંડરાયલ કહેવાય છે.તિમનગઢ બર્બાદ થઈ ગયા બાદ આ યદુવંશીઓ રિવા ગયા.સોહનપાલના ઉત્તરાધિકારી નાગાર્જૂન થયા.જેઓ અર્જૂનવલી, અનંગપાલ અને બીજા વહાદુરના નામથી ઓળખાય.ઈસ 1146માં અનંગપાલ રિવાથી પોતાની સૈન્ય તૈયારી સાથે મંડરાયલ તરફ આગળ વધ્યા.અનંગપાલે સુલતાનના અધિકારીનું ગળું કાપી નાખ્યું.દિલ્લીના સુબેદારની હત્યા બાદ અનંગપાલે મંડરાયલ પર પોતાનો કબજો જમાવી લીધા.અને દિલ્લીમાં બાદશાહને કર આપવાનું બંધ કરી દીધું.દિલ્લીના સુલતાનને આ વાત ખુપી ગઈ.અને તેણે રાજાને નોટિસ આપી દિલ્લીના દરબારમાં હાજર રહેવા ફરમાન કર્યું.સંદેશ મળતાં જ રાજા પોતાની એક સૈન્ય ટુકડી સાથે દિલ્લી દરબારમાં હાજર થયા.બાદશાહ સામે અનંગપાલમાં કોઈ જ ડર નહોતો..બાદશાહના સવાલના જવાબમાં અનંગપાલે જવાબ સંભળાવ્યો આ કિલ્લો તેઓ તેમના વંશજ પાસેથી છિનવી લીધો હતો.જે આજે મે પરત મેળવ્યો છે.બાદશાહના દરબારમાં અનંગપાલની હાજરી અને નિડરતા તેમની દિકરી બીજા પણ જોઈ રહી હતીતે સમયે બાદશાહે અનંગપાલને છોડી મુકવા એક શરત રાખી.જેમાં અનંગપાલને બાદશાહના સૌથી મોટા યોદ્ધાને હરાવવાનો પ્રસ્તાવ હતો.બાદશાહના યોદ્ધાઓ સાથે અનંગપાલનું ભાલ યુદ્ધ થયું.પોતાના શૌર્યનો પરિચય આપી અનંગાપાલે આ યોદ્ધાઓને પરાસ્ત કર્યા.બાદશાહ ખુશ થઈ ગયા.

love story

આ પણ વાંચો :અમદાવાદનું વન ટ્રી હોલ ગાર્ડન..અહીનું ડચ કબ્રસ્તાન અમદાવાદના ઈતિહાસનું સાક્ષી

કઇ રીતે થઇ પ્રેમની(love story) શરૂઆત ?

ઝુરખામાં બેઠેલી તેમની દિકરીએ પણ અનંગપાલને મનમાં જ પોતાના માની લીધા..અનંગપાલની આંખો પણ શહેઝાદી સાથે મળી.અને તેમને સમગ્ર મામલો સમજવામાં વાર ના લાગી.પવિત્ર પ્રેમમાં ચાર આંખો મળી ચુકી હતી.અને બેમાંથી ચાર થયેલી આંખોએ પણ તે સમયે કદાચ એકબીજાનો પ્રેમ જોયો હશે.શહેઝાદીની આંખોમાં અનંગપાલ માટે સપના આવવા લાગ્યા.પરંતુ સવાલ મોટો હતા.એક બાદશાહની દિકરી.એક નાના રજવાડાના રાજા અને બીજા ધર્મના રાજા સાથે પોતાનો પ્રેમ કેવીરીતે રજૂ કરી શકે.અનંગપાલ મંડરાયલ પરત ફર્યા.અને આ તરફ શહેઝાદીએ ખાવા પીવાનું બંધ કરી દીધું.રાજકુમારીના મનમાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા પરંતુ તે અટલું સરળ નહોતું, રાજકુમારીએ ખાવા પિવાનું છોડી દીધું. એક હિન્દુ રાજા સાથે રાજકુમારીના વિવાહ કેવી રીતે થઈ શકે.અને તે પણ એક નાના રજવાડું.. જે દિલ્લાના સુલતાનને લગાન પણ નહોતું આપતું.આ તરફ રાજકુમારીએ પ્રેમની હઠ પકડી હતી.અને સાતમા દિવસે બાદશાહ પણ માની ગયા.બાદશાહે સંદેશો મોકલ્યો.આ તરફ અનંગાપાલ વાત સમજી ગયા.અનંગપાલે સલાહકારો સાથે વાતચીત કરી.નિર્ણય કરવામાં આવ્યો કે હિન્દુ રિતિ-રિવાજથી  રાજકુમારી સાથે લગન કરવા.આ તરફ બાદશાહ જીદ પર હતો કે અનંગાપાલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તો લગ્ન કરવા તૈયાર છે.આ તરફ અનંગપાલે પણ એક રણનીતિ બનાવી..તેઓ દિલ્લી પહોંચ્યા.બાદશાહે અનંગપાલને બહાદુરીની ઉપાધી આપી.રાજકુમારી બીજા બહાદુર થયા.અને બીજા બહાદુરની જોડી બની ગયા.ત્યાં નિકાહ વાંચવામાં આવ્યો.પરંતુ બાદમાં મંડારાયલ પરત ફરતા સમયે હિન્દુ રીતિરિવાજ પ્રમાણે સાત ફેરા ફરવામાં આવ્યા.બંને એકબીજા માટે એકબીજાના ધર્મને મનમાં જ અપનાવી ચુક્યા હતા.

love story

લગ્ન પછી સહેઝાદી કેવી રીતે રહેતા ?

રાજકુમારીના ધર્મનું પુરતુ ધ્યાન રાખવામાં આવતું.કિલ્લામાં મંસ્જિદ અને મંદિર બંને બનાવવામાં આવ્યા.હવે રાજકુમારી અનંગપાલ બહાદુરના મહેલમાં રાજપૂતાણીઓ સાથે રહેવા લાગી હતી..તેમણે એક બાળકને જન્મ આપ્યો..જેનું નામ ગહવરદાન રાખ્યું.પરંતુ 11 વર્ષની ઉંમરમાં જ ગહવરદાનનું મોત થયું.જેમની મજાર આજે પણ કિલ્લા પાસે છે..સમય પસાર થતો ગયો.એક દિવસ અનંગપાલ બહાદુરનું પણ મોત થયું.અને તેમના મોત સાથે જ એક સવાલ પણ ઉભો થયોરાજપૂત સરદાર મહેલમાં સભા મળી.અનંગપાલ બહાદુર દુનિયામાં  નહોતા.પાછળ રહી ગયું હતું ધર્મ યુદ્ધ.જે સૌથી મોટી સમસ્યા બન્યું.રાજપૂત રાણીઓ સાથે સતી પ્રતથા નિભાવતા રાજાના અંતિમ સંસ્કાર અગ્નિ સાથે કરવામાં આવ્યા.અને બાદમાં બીજા બેગમ સાથે તેમને દફનાવવામાં આવ્યાજ્યારે રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી..તે સમયે ચાદર હટાવી તો સૌ ચોકી ઉઠ્યા.અનંગપાલનો એક હાથ શરીરથી અલગ થઈ ગયો હતા.સમસ્યાનું સમાધાન મળી ગયું.રાજપૂત રાણીઓએ અનંગપાલના શરીર સાથે અગ્નિ સંસ્કાર કર્યા.બીજા બેગમે વિયોગમાં મોતને વ્હાલુ કરી લીધું.કેટલાક ઈતિહાસકારોનું એ પણ કહેવું છે કે બેગમે અનંગપાલના હાથ સાથે પોતાની જાતને કબરમાં જીવતા દફન વિધી કરી લીધી.આજે પણ બીજા બહારદુરની મજાર કિલ્લામાં આ પ્રેમ કહાનીની સાક્ષી પુરે છે..પ્રેમની આ દાસ્તાન અનંગપાલના મોત સાથે ખતમ ના થઈ..પરંતુ  આજે પણઆ કહાની લોકોને સંદેશ આપી રહી છે.જે આજે પણ મંડરાયલ કિલ્લામાં હયાત છે.તો સાથે જ એક વધુ આ ઇતિહાસ સાથે જોડાયેલ છે. અંતિમ સમયમાં બીઝા બેગમના મનમાં  એક ઈચ્છા હતી .તેમના પુત્રના મોત પછી તેમણે તેમના પતિના પુરવજો ને વાત કરી રહી. તો તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી તેમના વંશમાં લગ્ન કરનારી મહિલા સૌથી પહેલા તેમની મજાર પર આવશે.અને બાદમાં તેના ઘરમાં પ્રવેશ કરશે.આ પ્રથા આજે પણ અનંગપાલના વંશજો નિભાવી રહ્યા છે..પરંતુ એક પ્રથા જે આજે પણ આ પ્રેમ કહાનીને જીવીત રાખે છે. જો કે આ કહાનીનો ઈતિહાસ કોઈ લેખિતમાં ઉલ્લેખ નથી.પરંતુ કરૌલીના ઈતિહાસકારો આ કહાનીને સમર્થન આપે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment