Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝપેગાસસ જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી સુનાવણી સ્થગિત કરી

પેગાસસ જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી સુનાવણી સ્થગિત કરી

pagasus spyware,supreme court,news in gujarati,top 10 news
Share Now

દેશમાં હાલ પેગાસસ જાસૂસી કાંડનો મુદ્દો ખુબ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે પેગાસસ જાસુસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં નવ અરજીઓ કરવામાં આવી છે. અને આજે તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની હતી. પરંતુ હવે આ તમામ અરજીઓને આગામી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આવતા સોમવારે તમામ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. સોલિસિટર જનરલે કહ્યું કે ફરિયાદની નકલ હજુ વંચાઈ રહી છે. નકલ વાંચ્યા પછી જ અમે દલીલ રજૂ કરી શકીશું. અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવે છે તેમ જણાવ્યું. આ કેસમાં પત્રકારો, વકીલો, સામાજિક કાર્યકરો અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા વતી SIT તપાસની માંગણી સાથે અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા સિટીંગ જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના થવી જોઈએ. આ પહેલા 5 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

અરજીની નકલ કેન્દ્ર સરકારને મોકલો

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરજદારને પ્રશ્ન કર્યો હતો કે આ કેસમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી? જો તમને એવું લાગે છે કે તમારો ફોન હેક થઈ ગયો છે તો પછી FIR કેમ નોંધાવી નથી? મુખ્ય ન્યાયાધીશે તમામ અરજદારોને અરજીની નકલ કેન્દ્ર સરકારને મોકલવા કહ્યું જેથી કોઈ વ્યક્તિ નોટિસ લેવા હાજર રહે.

pagasus spyware,supreme court,news in gujarati,top 10 news

આ પણ વાંચો:ખેડૂત આગેવાન સાગર રબારી “આપ”માં જોડાયા, કેજરીવાલે ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

પેગાસસ પર સરકારે મૌન તોડ્યું

પેગાસસ જાસુસી કાંડ દિવસેને દિવસે વેગ પકડતો જઈ રહ્યો છે. ત્યારે હવે પેગાસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે મૌન તોડ્યું છે. સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે NSO સાથે સરકારનો કોઈ વ્યવહાર નથી. સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે ઇઝરાયલી કંપની સાથે કોઇ કરાર કર્યો નથી અને તેની પાસેથી કોઇ સેવા લીધી નથી. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ રાજ્યસભામાં સરકાર દ્વારા NSO ની કોઈપણ સેવા લીધી હોવાની  વાતને નકારી હતી.

તમામ અહેવાલ પાયા વિહોણા 

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એવા તમામ મીડિયા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા, જેમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને દેશના નેતાઓ, મીડિયા કર્મચારીઓ અને અમલદારોની જાસૂસી કરવાની થઇ હોવાની વાત કરવામાં આવી હતી. વૈષ્ણવે આરોપ લગાવ્યો હતો કે, ચોમાસુ સત્ર પહેલા જ આ રિપોર્ટ આવવો એ  માત્ર સરકારને બદનામ કરવાનો પ્યાસ હતો. ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ આ મુદ્દે હંગામો મચાવી રહ્યો છે. સંસદમાં આ અંગેની ચર્ચા પર મડાગાંઠ 19 જુલાઈથી ચાલી રહી છે. અને ઘણી વખત સંસદના બંને ગૃહોની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી છે. 

ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ પેગાસસ જાસૂસી કાંડનો મુદ્દો ખુબ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે પેગાસસ જાસુસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં નવ અરજીઓ કરવામાં આવી છે. અને આજે તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી  પણ થવાની હતી. પરંતુ હવે આ તમામ અરજીઓને આગામી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આવતા સોમવારે તમામ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. સોલિસિટર જનરલે કહ્યું કે ફરિયાદની નકલ હજુ વંચાઈ રહી છે. નકલ વાંચ્યા પછી જ અમે દલીલ રજૂ કરી શકીશું. અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે તમામ અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવે છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment