Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeઇતિહાસપાટણનાં દેવડાની મિઠાશ 200 વર્ષથીઅકબંધ..દિવાળીના તહેવારોમાં અન્ય મીઠાઈઓ વચ્ચે પાટણના દેવડાની જમાવટ

પાટણનાં દેવડાની મિઠાશ 200 વર્ષથીઅકબંધ..દિવાળીના તહેવારોમાં અન્ય મીઠાઈઓ વચ્ચે પાટણના દેવડાની જમાવટ

patan devda
Share Now

પાટણએ ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે.રાણીનીવાવ,પાટણના પટોળા હોય કે પછી દેવડા.ત્યારે દિવાળીના તહેવારમાં પાટણના દેવડા પાટણ વાસીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.. દિવાળીના તહેવારમાં પાટણ વાસીઓ સ્નેહીજનોના ઘરે મીઠાઈમાં દેવડાં મોકલવાનું ભૂલતા નથી.. તેમજ પાટણની બહાર રહેતાં પાટણ વાસીઓ પણ પોતાના વતનના દેવડા મંગાવવાનું ચૂકતા નથી.. દિવાળીના તહેવારોમાં પાટણના દેવડાની ભારે માગ ઉઠે છે, જે ભેટ-સોગાદ તરીકે સરકારી કે ખાનગી ઓફીસ ઉપરાંત વિદેશમાં પણ પહોંચે છે.તો આ દેવડા ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતાં દેવડાંની કિફાયતી કિંમતથી હેલ્થ અને વેલ્થ બંને સચવાય છે.સારાપ્રસંગે મીઠાઈ તરીકે વહેંચવામાં આવતી દેવડા મિઠાઇનો ઈતિહાસ 200 વર્ષ જૂનો હોવાનું મનાવામાં આવી રહ્યું છે.દિવાળી અને તહેવારની સિઝનમાં ફેન્સી મીઠાઈનાં વધતાં હોવા છતા ચલણ વચ્ચે પણ પાટણનાં દેવડાની મિઠાશ અકબંધ જ જોવા મળે છે.

દેવડા એટલે શું?

દેવડા એ સૌના ખિસ્સાને પરવડે તેવી મિઠાઇ છે.જે સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, તો આ દેવડાની બનાવટ પણ કંઈક ખાસ રીતે કરવામાં આવે છે.સૌ પ્રથમ મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળવામાં આવે છે.. અને એક દિવસ ઠંડા કરી તેને ખાંડની ચાસણીને મોટી કડાઈમાં ઉકાળવામાં આવે છે .. ત્યાર બાદ મોટા એક વાસણમાં ઘી નાખી ઘીને વાસણમાં ફેલાવામાં આવે છે.. બાદમાં મેંદાના લોટમાંથી તૈયાર કરવામાં આવેલા દેવડાના બ્લોકને ચાસણીમાં ડૂબાડીને ઘીના વાસણમાં રાખવામાં આવે છે..ત્યાર બાદ તેના પર સુકો મેવો કેસર, પીસ્તા નાખીને સુશોભીત કરવામાં આવે છે. અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે દુકાનના કાઉન્ટર સુધી પહુંચે છે…પાટણની બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ બ્રાન્ડ જોવા મળે છે. જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશ્યલ બટર સ્કોચ દેવડા, સ્પેશ્યલ કેટબરી દેવડા , તેમજ સ્પેસ્યલ કેસર દેવડા જેવી અવનવી બ્રાંડો બજારમાં જોવા મળી રહી છે. જયારે બજારમાં અનેક અવનવી મીઠાઈઓ  પણઆવી રહી છે. પરંતુ પાટણની ઓળખ એવા દેવડા હજુ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને પોતાની જમાવટ રાખી છે.

patan devda

આ પણ વાંચો:મૂછાળા ભગવાન શ્રી રામ જેની સાથે જોડાયો છે આઝાદીનો ઈતિહાસ

પાટણનાં જ દેવડાં કેમ વખણાય છે?

ઇતિહાસ જોવા જઇએ તો  પાટણ જિલ્લો સરહદની કાંધીએ આવેલો હોવાથી અહીં વરસાદનાં વધતા-ઓછા પ્રમાણને લીધે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સારી રીતે વિકસી શક્યો નતો, ત્યારે દૂધની ઉણપને લક્ષમાં લઈને દૂધ વગરની મીઠાઈ તરીકે દેવડાની સર્જન કરવામાં આવ્યું હતું. દેવડા શુદ્ધ ઘી બનાવામાં આવે છે, હવે તો દેવડા કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચ જેવી વિવિધ ફ્લેવર્સમાં પણ મળી રહ્ય છે તો સાથે જ અલગ અલગ ફલે્વર લોકોને લેવા મજબૂર કરે  છે, શુદ્ધ ઘીનાં દેવડાની કિંમત 160થી 380 રૂપિયા આ વર્ષના જોવા મળી રહી છે  સૌનાં બજેટને અનુકુળ આવે છે. એટલે જ કહેવાય છે કે, દેવડાથી હેલ્થ અને વેલ્થ બંને સચપાટણમાં બનતાં દેવડામાં ખાસ કારીગરોની આવડત ઉપરાંત અહીંનાં હવામાન તો પાણીની અસર તેનાં સ્વાદમાં જોવા મળે છે. જેનાં કારણે દેવડા એટલાં સોફ્ટ બને છે. કે મોઢામાં મુકતાં જ તે વેરાઈ જાય. તો અંહિયાના અનેક લોકોએ પાટણનાં કારીગરોને લઈ જઈને અન્ય સ્થળોએ દેવડાં બનાવવાનો પ્રયાસ કર્યો છેપરંતુ તેમાં પાટણ જેવો સ્વાદ કે ગુણવત્તા જળવાતા નથી .

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment