Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝવેક્સિન લેવા માટે તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે

વેક્સિન લેવા માટે તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે

vaccine stock
Share Now

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટીને શૂન્ય પર આવી ગઈ છે. ગઈકાલે શુક્રવારે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો.વેપારીઓને વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આ મુદ્દે વેપારીઓને વેક્સિન આપવાના મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વેક્સિન લેવા તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે.

વેપારીઓને વેક્સીન આપવામાં મનપાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું

rajkot congress corporator રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કે રાજકોટ શહેરના નગરજનોને વેક્સીન મળતી નથી અને વેપારીઓને વેક્સીન આપવામાં મનપાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વેપારીઓને વેક્સીન લેવા માટેની કોઈ નક્કર ગાઈડલાઈન્સ જ નથી જેથી વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે તેમજ અમોને લોકદરબાર પણ અનેક ફરિયાદો મળી છે ત્યારે રાજકોટ શહેરના નાગરિકો અને વેપારીઓ ને વેક્સીન નો પહેલો ડોઝ પણ હજુ મળ્યો નથી ત્યારે રાજકોટના કલેકટરશ્રી , પોલીસ કમિશ્નર શ્રી અને મ્યુનીસીપલ કમિશ્નરશ્રી દ્વારા વેપારીઓને દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેમજ કોરોના મહામારીમાં ઘણા વેપારીઓએ ઘંધા રોજગારી ગુમાવી છે અને કોરોના મહામારી સાથે સાથે વેપારીઓ એ મોંઘવારી, મંદી, આર્થિક સંકડામણ, બેંક લોનના હપ્તા, વધતા પેટ્રોલ – ડીઝલના ભાવ, બાળકોની શાળાની ફી, મકાન વેરા, વ્યવસાય વેરા, સહિતના આર્થિક બોજા સહન કરી માંડ-માંડ ઘંધા રોજગાર શરુ કર્યા છે ત્યારે સરકાર દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી રહી છે. વેપારીઓ સાથે માનવતા દાખવવા ને બદલે તેને દબાવવાના હિન્ન પ્રયાસ આ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.

આ પણ વાંચો : 22 માસમાં પૂર્ણ કરવાનું કામ ચાર ચાર વર્ષથી પૂર્ણ ન કર્યું હોવાથી ધારાસભ્ય ઉતર્યા રસ્તા પર

વેક્સીન ક્યારે નગરજનોને સરળતાથી મળશે તેવો મોટો પ્રશ્નાર્થ
જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોરોના મહામારીની સામે રક્ષણ આપતી વેક્સીનનો સ્ટોક પણ પૂરો ફાળવી શકતી નથી તેના ઉપરથીએ સ્પષ્ટ શાબિત થાય છે કે કોરોનાને નાથવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે અને સરકાર આવનારી ત્રીજી લહેરમાં શું કરશે તેવો ખુબ મોટો પ્રશ્નાર્થ લોકોને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. શહેરના ૧૮+ કેટલા લોકોને વેક્સીન આપી છે ? કઈ વેક્સીન આપી છે ? કેટલા સેશનમાં વેક્સીન અપાઈ છે ? ૪૫+ કેટલા લોકોને વેક્સીન ના બીજા ડોઝ મળ્યા છે ? વગેરે સહિતના પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે અને વેક્સીન ક્યારે નગરજનોને સરળતાથી મળશે તેવો મોટો પ્રશ્નાર્થ છે.

વેક્સીન બાબતે તંત્ર કટિબદ્ધતાથી કાર્ય કરે
વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આગામી કોરોના મહામારીની ત્રીજી લહેરમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા શું આયોજન કરેલ છે તે જાહેર કરવામાં આવે અને જે લોકોને પહેલો ડોઝ બાકી છે અને બીજો ડોઝ બાકી છે તેના સેશન ક્યારે કરવામાં આવશે અને વેક્સીનનો સ્ટોક ક્યારથી ઓનલાઈન વેબસાઈટમાં મુકવામાં આવશે ? તેની સ્પષ્ટતા કરવા શ્રીમતી ભાનુબેન સોરાણીએ તંત્ર સમક્ષ માંગણી પણ કરી છે જેનો આજદિન સુધી હજુય જવાબ મળ્યો નથી અને વેક્સીન બાબતે તંત્ર કટિબદ્ધતા થી કાર્ય કરે અને વેપારીઓને દબાવવાનું બંધ કરે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment