Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅંતે કાબુલનો પણ ઘેરાવ, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે સોંપવા તૈયારી

અંતે કાબુલનો પણ ઘેરાવ, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે સોંપવા તૈયારી

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજઘાની કાબુલ (Kabul) પણ અફઘાન સરકાર (Government) પાસેથી તાલીબાન પાસે જઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ તાલિબાનો કાબુલમાં દાખલ થઇ ગયા છે. તાલિબાની (Taliban)ઓએ કાબુલનો તમામ બાજુથી ઘેરાવ કર્યો છે. આ તમામ વચ્ચે તાલિબાનો (Taliban)એ એક નિવેદન બહાર પાડ્યુ છે કે તેના લડવૈયા કાબુલની બહાર છે અને તે કોઇ પણ નાગરિક કે સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે.

તાલિબાનોએ કાબુલનો ઘેરાવ કર્યો

અફઘાનિસ્તાના અધિકારીઓએ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તાલિબાન (Taliban) કાબુલની બહારના વિસ્તારોમાં પહોચી ગયા છે. તાલિબાન કાબુલના સટે કાલાકાન, કરાબાગ અને પાધમાન પહોંચી ગયા છે. ત્યારબાદથી જ કાબુલ (Kabul)માં અફરાતફરી મચી ગઇ છે. સરકારે પોતાના કર્મીઓને પણ તુરંત ઘરે મોકલી દીધા છે.

નાગરિક કે સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

આ તમામ બાદ તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યુ કે તે જબરદસ્તીથી કાબુલમાં પ્રવેશ નહીં કરે. શાંતિથી પ્રવેશ માટે વાતચીત શરૂ છે. તાલિબાને એ પણ વચન આપ્યુ છે કે કોઇ પણ નાગરિક અથવા સેના (Force) વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના જણાવ્યાં અનુસાર પુરા દેશ પર હવે તેમનો કબ્જો છે.

શાંતિપૂર્ણ રીતે પ્રવેશ કરવા માગે છે તાલિબાન

તાલિબા (Taliban)ને કહ્યું કે, રાજઘાની કાબુલ મોટી માત્રામાં વસ્તી ઘરાવતો વિસ્તાર છે, તેથી તે ત્યાં જબરદસ્તીથી દાખલ થવા નથી માગતા, પરંતુ શાંતિપૂર્ણ રીતે પ્રવેશ કરવા માગે છે. તેઓએ કહ્યુ કે વાતચીત ચાલી રહી છે અને જ્યાં સુધી વાતચીત ચાલશે, ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિ અથવા તેમની સંપતિને નુકસાન પહોંચાડશે નહીં અને લોકોના જીવને ખતરામાં ન નાખવા જોઇએ.

તાલિબાનોએ સરકારી કર્મી અને સેનાને માફ કરી

તાલિબાને વધુમાં જણાવતા કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલામાં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેના (Force)ને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ છોડવાની કોશિશ ન કરે

તાલિબાને (Taliban) પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકારને જોવે.

રાષ્ટ્રપતિ આપી શકે છે રાજીનામુ

આ તમામ વચ્ચે અફઘાનિસ્તાન (Afghanistan) સરકારના મંત્રીનું કહેવુ છે કે કાબુલ પર હુમલો નહીં થાય અને સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે. તેઓએ વધુમાં કહ્યુ કે કાબુલની સુરક્ષાની જવાબદારી સુરક્ષાદળોની છે. તાલિબાને કાબુલને ઘેર્યા બાદ હવે એ વાતની આશંકા વધી ગઇ છે કે આગામી 24 કલાકમાં અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગની રાજીનામુ આપી શકે છે.  

Taliban Returns In Afghanistan

લશ્કરગાહ પર કબ્જો

ઉલ્લેખનિય છે કે આ પહેલા ગઇકાલે શુક્રવારે દેશના બીજા અને ત્રીજા મોટો શહેર પશ્ચિમના હેરાત અને દક્ષિણના કંધાર પર નિયંત્રણ બાદ તાલિબાને હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહ પર કબ્જો કરી લીધો છે.

તાલિબાનનો દેશના અનેક શહેરો પર કબજો

લગભગ બે દાયકાના યુદ્ધ સમયે હેલમંદમાં અનેક સૈનિકોના મોત નિપજ્યા હતા. દક્ષિણી વિસ્તાર પર કબ્જાનો મતલબ છે તાલિબાને 34 પ્રાંતમાંથી અડધાથી પણ વધુની રાજધાની પર કબ્જો જમાવી લીધો છે. તેવામાં હવે અમેરિકા (America) કેટલાક અઠવાડીયા બાદ પોતાના અફધાનિસ્તાન (Afghanistan)માં રહેલા સેનાને પરત બોલાવવાની છે. તાલિબાને દેશના બે તૃતિયાંશ ભાગ પર કબ્જો કરી લીધો છે.

નોંઘનીય છે કે ગઇકાલે શુક્રવારે ઉગ્રવાદીના ગ્રુપે દક્ષિણમાં હેલમંદ સિવાય ઉરૂજગાન અને જાબુલ પ્રાંતની રાજધાનિઓ પર કબ્જો કરી લીધો છે. હેલમંદમાં પ્રાંતીય પરિષદના વડાનું કહેવુ છે કે તાલિબાને ભારે યુદ્ધ બાદ પ્રાંતીય રાજધાની લશ્કરગાહ પર કબ્જો કરી લીધો છે અને સરકારી મિલ્કત પર પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. તેઓએ વધુમાં કહ્યુ કે લશ્કરગાહની બહાર સ્થિત રાષ્ટ્રીય સેનાની ત્રણ જગ્યાઓ સરકારના કાબુમાં છે.

તાલિબાને આ પહેલા અફઘાનિસ્તાનના સર એ પુલ પર કબજો જમાવ્યો હતો. જ્યાંથી થોડા સમય પહેલા અમેરિકી (America) ફોર્સ પરત ફરી હતી. ત્યારબાદ તાલિબાને હુમલો (Attack)કરવાની ઝડપ વધારી દીધી હતી. આ સાથે જ કુલ પાંચ પ્રાંતીય રાજધાની છે,  જે હાલમાં તાલિબાનના કબજામાં છે. કુંદુજ,  સર એ પોલ અને તાલોકન શહેરમાં તાલિબાનોનો કબજો છે. આ તમામ શહેર પર ત્રણ દિવસમાં જ તાલિબાનો (Taliban)એ કબજો જમાવ્યો હતો. જ્યારે કે ગત્ત અઠવાડીયામાં જ તાલિબાનોએ કેટલાક અન્ય શહેર પર પણ કબજો જમાવી લીધો છે.

 આ પણ વાંચો: અફઘાનિસ્તાન : તાલીબાન વિફર્યા, લોગાર પ્રાંત પર કબજો કર્યા બાદ કાબુલ ખતરામાં

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment