Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝશિક્ષિકા મહિલાની પતિના હાથે જ નિર્મમ હત્યા

શિક્ષિકા મહિલાની પતિના હાથે જ નિર્મમ હત્યા

jamnagar murder
Share Now
  • જામનગરમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં શિક્ષિકા મહિલાની પતિના હાથે જ નિર્મમ હત્યાથી ભારે ચકચાર
  • પત્નીને તેનાથી અડધી વયના યુવક સાથે અનૈતિક સંબંધો હોવાની શંકાના આધારે પતિએ કાસળ કાઢી નાખ્યા નું ખુલ્યું
  • પોલીસે શિક્ષિકા ના પિતાની ફરીયાદના આધારે પતિ સામે હત્યા અંગેનો ગુનો નોંધી અટકાયતમાં લીધો

jamnagar murder

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળા એ જતી શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ભારે સનસનાટી મચી ગઇ છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને આંતરી લીધો છે. શિક્ષિકાને તેનાથી અડધી ઉંમરના એક યુવાન સાથે અનૈતિક સંબંધો હોવાની પતિને આશંકા હોવાથી બંને વચ્ચે ૧૫ દિવસ થી ચાલતા ઝઘડાનો અંજામ હત્યાથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

આ પણ જુઓ : લોકો અને સરપંચ હોઈ તો આવા !

જામનગરમાં આજે વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતી નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામની ૪૫ વર્ષ ની શિક્ષિકા મહિલા આજે સવારે પોતાની નાના થાવરિયા ગામે આવેલી શાળાએ નોકરી પર જતી હતી. સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં મહાપ્રભુજીની બેઠક પાસે બસની રાહ જોઇને ઉભી રહી હતી, જે દરમિયાન તેણીનો પતિ પ્રફુલ કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો, અને નીતાબેન ને પોતાની સાથે કારમાં બેસી જવા દબાણ કરી રહ્યો હતો.આ સમયે પતિ-પત્ની વચ્ચે રકઝક થઈ હતી. દરમિયાન નીતાબેને પોતાના પર્સમાં સાક સુધારવા માટેની નાની છરી રાખેલી હતી, જે બહાર કાઢતાં ઉશ્કેરાયેલા પતિએ તેના હાથમાંથી છરી ઝૂંટવી લીધી હતી, અને નીતાબેન કઈ સમજે તે પૂર્વે જ પતિએ છરી વડે હુમલો કરી તેણીનુ ઢીમ ઢાળી દીધુ હતું.

jamnagar murder aaropi

પતિએ કરેલા એકાએક હુમલામાં તેણી ઘટના સ્થળે જ ફસકી પડી હતી, અને લોહીના ખાબોચિયા વચ્ચે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સીટી એ ડીવીઝન નો પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો. પતિએ જ નીતાબેનની હત્યા નીપજાવી હોવાનું સામે આવતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી તેણીના પતિને દબોચી લીધો હતો. અને ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યા પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન નીતાબેન અને તેના પતિ પ્રફુલ ના લગ્ન થકી હાલ ૨૨ વર્ષની એક પુત્રી છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી બંને વચ્ચે અનૈતિક સંબંધો બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. નીતાબેન ને બેડ ગામમાં રહેતા તેનાથી અડધી ઉંમરનાં ૨૨ વર્ષીય યુવક સાથે અનૈતિક સંબંધો બંધાયા છે, તેવી પતિને જાણ થઈ હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. અને નીતાબેન પોતાનું ઘર છોડીને જામનગરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા પોતાના પિતા રતિલાલભાઈ ધારિયાના ઘેર રહેવા ચાલી ગઈ હતી. અને ત્યાંથી તેણી સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી.
દરમિયાન આજે સવારે આ હત્યાની ઘટનાને અંજામ આપી દેવાયો છે. પોલીસે રતિલાલ ભાઈ ઘારવીયા ની ફરિયાદના આધારે નીતાબેન ના પતિ પ્રફુલ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવને લઇને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOShttp://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment