Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝકોરોનાની ત્રીજી લહેરનું બાળકો પર વધુ જોખમ નહીં : WHO અને AIIMSના સર્વેનો દાવો

કોરોનાની ત્રીજી લહેરનું બાળકો પર વધુ જોખમ નહીં : WHO અને AIIMSના સર્વેનો દાવો

WHO SURVEY
Share Now

હજુ બીજી લહેર ચાલી રહી છે અને પૂર્ણતાના આરે છે ત્યારે ત્રીજી લહેરની સંભાવનાઓ છે પરંતુ કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરની બાળકો પર કેટલી અસર પડશે તે વિશે અભ્યાસ થઈ રહ્યો છે. નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોના અલગ-અલગ દાવા પણ સામે આવી રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ પોતાના સિરોપ્રેવેલેન્સ સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરનાક વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ભારતમાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હવે એક નવા અધ્યયનમાં WHO અને AIIMSનો દાવો રાહત આપનારો છે. સમાચાર એજન્સી એનઆઈએ આ સર્વેક્ષણના હવાલાથી કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની બાળકો પર વધુ પ્રભાવ પડવાની સંભાવના નથી.

less risk in third wave

health line

કોરોનાની ત્રીજી લહેર બાળકો પર વધારે અસર કરશે નહીં.

સર્વે મુજબ, પુખ્ત વયના લોકો કરતાં SARS-CoV-2 સિરોપોઝિટિવિટી દર બાળકોમાં વધારે છે. સિરોપોઝિટિવિટી વાયરસ પ્રત્યેની કુદરતી પ્રતિરક્ષા પ્રતિભાવને માઉન્ટ કરવાની શારીરિક ક્ષમતા બતાવે છે. દિલ્હી એઇમ્સમાં કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનિત મિશ્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ દિલ્હીની શરણાર્થી કોલોનીઓમાં સિરોપ્રિવેલેન્સ 74.7% કરતાં વધુ મળ્યું છે.

આ આંકડો અત્યારસુધીમાં કરાયેલા કોઈપણ સિરો સર્વેમાં સૌથી વધુ છે. સર્વે અનુસાર, બીજી લહેર પહેલાં પણ દક્ષિણ દિલ્હીમાં રહેતાં 18 વર્ષથી નીચેનાં બાળકોમાં સિરોપ્રિવેલેન્સ 73.9% હતું. વધુ સિરોપ્રિવેલેન્સ ત્રીજી લહેર સામે બાળકો પર સુરક્ષા-કવચ તરીકે કાર્ય કરશે.

એન્ટીબાયોટિક દવાઓ બાળકોની સારવાર માટે અનુકૂળ નથી

તેમ છતાં સરકાર ત્રીજી લહેરને લઈને એલર્ટ થઈ ગઈ છે. સરકારે પોતાના દિશા-નિર્દોશમાં કહ્યું કે, કોરોનાના વયસ્ક રોગીઓની સારવારમાં કામ આવનારી આઇવરમેક્ટિન, હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ફેવિપિરાવિર જેવી દવાઓ અને ડાક્સીસાઇક્લિન તથા એજિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ બાળકોની સારવાર માટે અનુકૂળ નથી. સરકારે બાળકોમાં સંક્રમણના આંકડા ભેગા કરવા માટે રાષ્ટ્રીય રજીસ્ટ્રેશનની ભલામણ કરી છે.

બાળકોની દેખરેખ માટે અલગ ક્ષેત્ર બનાવવું જોઈએ જ્યાં બાળકોની સાથે તેના માતા-પિતાને આવવાની મંજૂરી 

સરકારનું કહેવું છે કે બાળકોની યોગ્ય દેખભાળ માટે સ્વાસ્થ્ય અધિકારીઓની ક્ષમતા વધારવાનું કામ શરૂ કરવું જોઈએ. બાળકોની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર તરફથી જારી ગાઇડલાઇનમાં પણ તે કહેવામાં આવ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં બાળકોની દેખરેખ માટે અલગ ક્ષેત્ર બનાવવું જોઈએ જ્યાં બાળકોની સાથે તેના માતા-પિતાને આવવાની મંજૂરી હોય.

આ પણ જુઓ : વિદ્યાર્થીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ

પાંચ રાજ્યમાંથી 10 હજાર સેમ્પલ લેવામાં આવ્યાં હતાં

આ સર્વે માટે 5 રાજ્યમાંથી 10 હજાર સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. હાલમાં જે રિપોર્ટ આવ્યા છે એમાં 4 રાજ્યનાં 4500 સેમ્પલનો આધાર બનાવવામાં આવ્યો છે. આગામી બે-ત્રણ મહિનામાં પાંચ રાજ્યમાંથી 10 હજાર સંપૂર્ણ સેમ્પલના રિપોર્ટ આવશે.

એલિસા કિટનો કરાયો ઉપયોગ

AIIMI AND WHO SURVEY

the conversion

આ સ્ટડી દિલ્હી શહેર, દિલ્હી રૂરલ, ભુવનેશ્વર, ગોરખપુર અને અગરતલાનાં સ્થળો માટેની સરેરાશ ઉંમર 11 વર્ષ, 12 વર્ષ, 11 વર્ષ, 13 વર્ષ અને 14 વર્ષ હતી. 15 માર્ચ 2021ના ​​અભ્યાસ માટેનો ડેટા અને 10 જૂન 2021ની વચ્ચે એકત્રિત કરવામાં આવ્યા હતા. સંશોધનકારોના કહેવા મુજબ, એલિસા કિટનો ઉપયોગ SARS-CoV-2 સામે કુલ સીરમ એન્ટિબોડીઝના અવલોકન માટે કરવામાં આવ્યો હતો. આ કિટ માનવ શરીરમાં કોરોનાવાયરસની એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢે છે.

આ સર્વેમાં કુલ 4509 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 3809 એડલ્ટ અને 700 બાળકો હતા. વૃદ્ધોમાં પોઝિટિવિટી રેટ 63.5 ટકા નોંધાયો છે અને બાળકોમાં આ 55.7 ટકા જોવા મળ્યો છે. સ્ટડી કરના એમ્સના કમ્યુનિટી મેડિસિનને ડોક્ટર પુનીત મિશ્રાએ કહ્યુ કે આ આંકડા જણાવે છે કે જેટલું મોટું સંક્રમણ જોવા મળશે તેટલું જ બાળકોમાં જોવા મળશે.

બાળકો પર બહુ પ્રભાવ પડવાની શક્યતા નથી

ડો. પુનિત મિશ્રાએ કહ્યુ કે જે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે. તેના આધાર પર એમ કહેવામાં આવી શકે છે કે જો ભવિષ્યમાં કોઈ ત્રીજી લહેર આવે છે તો બાળકો પર એટલી જ અસર પ્રતિકુળ હશે. બહું વધારે પ્રભાવની શક્યતા નથી. કેમ કે જેટલા સ્તર પર મોટામાં સંક્રમણ છે. લગભગ તેટલી જ સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થયા છે. ડો. પુનીતે કહ્યું કે વાયરસમાં બહું વધારે મ્યૂટેશન થાય છે તો અત્યારે ન ફક્ત બાળકો પણ મોટાઓમાં પણ એટલું જ સંકટ છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment