જાણો સિંહોનો ઈતિહાસ
સિંહને સરકારે જ નહીં, જે તે સમયે રાજા રજવાડાઓએ પણ માન સન્માન આપ્યું હતું. એટલું જ નહિ, સિંહને બચાવવામાં પણ મહત્વની ભુમિકા ભજવી છે. જેના કારણે આજે સિંહોની આબાદી વધી રહી છે. ત્યારે એ જાણવું પણ ખુબ રોમાંચક છે કે, રજવાડાઓના સમયમાં સિંહોને બચાવવા માટે શું ભૂમિકા હતી ?
આ પણ વાંચો : સિંહોના બ્રીડીંગ માટે સક્કરબાગ ઝૂ નં.1
સિંહોને બચાવવા જુનાગઢના રાજાની મહત્વની ભૂમિકા
સિંહોની વસતી સતત વધતી જઈ રહી છે જેના માટે સરકાર કોલર ઉંચો કરી તેનું ગૌરવ લઇ રહી છે પરંતુ સિંહોની સંખ્યા માત્ર બે આંકડામાં જ રહી હતી ત્યારે સિંહોને બચાવવા જૂનાગઢ રાજ્યના નવાબે અનેક પ્રયાસો કર્યા હતા.
સિંહો લુપ્ત થઇ રહ્યા હતા ત્યારે નવાબે શિકાર પર મુક્યો હતો પ્રતિબંધ
ઈ.સ. 1980 માં સૌપ્રથમવાર સિંહનો શિકાર પર નવાબ રસુલખાને પ્રતિબંધ મૂક્યો હતો. એક લોકવાયકા મુજબ 1936માં સિંહની પ્રથમવાર વસતી ગણતરી થઇ હતી. જો કે, તે વાત ખોટી છે. જુનાગઢ રાજ્યનો ઇતિહાસ જોવા જઈએ તો, ઈ.સ. 1893 માં સિંહની સૌપ્રથમ નવાબ રસુલખાનજીના કાર્યકાળ દરમ્યાન સિંહોની વસ્તી ગણતરી થઈ હતી. જેમાં માત્ર 30 સિંહ જોવા મળ્યા હતા.
1883 માં પ્રથમ વખત થઇ હતી સિંહ ગણતરી
એ સમયે તો બ્રિટિશરો પણ સિંહ શિકારનો શોખ ધરાવતા, પરંતુ સને 1925 માં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ સિંહના શિકાર પણ કડક પ્રતિબંધ મૂક્યો અને જો શિકાર કરવાની ફરજ પડે તો પોતાની સહીવાળી મંજુરી ફરજિયાત જોશે તેવો પણ આદેશ પણ કર્યો હતો. આ સાથે જ સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં જબરી વ્યવસ્થા ગોઠવી દીધી હતી. સિંહોની પજવણી થાય, સિંહોનું મારણ કરવામાં આવે તો તેવા કિસ્સામાં તેની જૂનાગઢ રાજ્ય અને જુનાગઢ નવાબ તરફથી કડક તપાસ થતી અને આરોપીઓ સામે આકરા પગલાં પણ લેવામાં આવતા હતા.
junagadh rajvadu vikipedia
વિશ્વમાં બે પ્રકારના સિંહો જોવા મળે છે, એક પ્રજાતિ લુપ્ત
સદીઓ પહેલા કુલ ત્રણ પ્રકારના સિંહ જોવા મળતા હતા. જો કે, હવે એક જાત નષ્ટ થઈ ગઈ છે. હવે આફ્રિકન સિંહ અને એશિયાઈ સિંહ બે જ પ્રજાતિ સમગ્ર વિશ્વમાં બચી છે. આફ્રિકન સિંહોને પેન્થારાલીયોલીયો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એશિયાઈ સિંહોને પેન્થારાલીયોપોશીકા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બાબરીયા લાયન નામની સિંહની પ્રજાતિ હવે નષ્ટ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે કારણ કે, આ પ્રજાતિ ક્યાંય જોવા મળતી નથી.
આફ્રિકન સિંહો સમગ્ર આફ્રિકામાં છે જયારે એશીયાયી સિંહો માત્ર ગીરમાં
આફ્રિકન સિંહો આફ્રિકાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે એશિયાઈ સિંહો ભારત દેશમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય પણ જોવા મળતા નથી. તેમાંથી ખાસ કરીને આ સિંહો ગીરના જંગલમાં વસે છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt