Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝદિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં બેભાન થઈ ગયો હતો યાત્રી, કેન્દ્રીય મંત્રીએ કો-પેસેન્જરનો જીવ બચાવ્યો

દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં બેભાન થઈ ગયો હતો યાત્રી, કેન્દ્રીય મંત્રીએ કો-પેસેન્જરનો જીવ બચાવ્યો

minsiter of center
Share Now

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સોમવારની રાતે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં એક કો-પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે. ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થયા બાદ પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. વ્યવસાયે સર્જન ડૉ. કરાડે પેશન્ટને ફ્લાઈટની ઈમર્જન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લુકોઝ પણ ચઢાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડાણ દરમિયાન બીમાર થયેલા સહયાત્રીની મદદ કરવા બદલ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સદૈવ, હ્રદયથી એક ચિકિત્સક, મારા સહયોગી દ્વારા કરાયેલું શાનદાર કાર્ય. સોશિયલ મીડિયાથી લઈને દરેક જણ તેમના આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે. સમયસર કરાયેલી મદદના કારણે મુસાફરનો જીવ બચી શક્યો. ભાગવત કરાડ વ્યવસાયે એક સર્જન છે અને જુલાઈ 2021માં નાણારાજ્ય મંત્રી તરીકે મોદી કેબિનેટમાં સામેલ થયા. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ છે.

ફ્લાઈટમાં મુસાફરને ઊભી થઈ સમસ્યા

અત્રે જણાવવાનું કે 15 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સની ઉડાણમાં સીટ 12એ પર મુસાફરી કરી રહેલા એક મુસાફરને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તે વિમાનમાં કેન્દ્રીય નાણારાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડ પણ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમને સ્થિતિ અંગે ખબર પડી તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કોઈ મિનિસ્ટ્રિયલ પ્રોટોકોલની ચિંતા ન કરતા ડોક્ટર કરાડે તે મુસાફરને સારવાર આપવા પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : વેજ-નોનવેજ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનું શું કહેવુ છે?

મંત્રીએ બચાવ્યો મુસાફરનો જીવ

ઈન્ડિગોની એક દિલ્હી-મુંબઈ ઉડાણ દરમિયાન મુસાફરને સમસ્યા ઉભી થઈ અને કરાડે મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી. કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું કે મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કરાડ તે મુસાફર પાસે પહોંચી ગયા અને પ્રાથમિક સારવાર આપી. નિવેદન મુજબ ડો.કરાડે મુસાફરની મદદ કરી. ઈન્ડિગોએ પણ કેન્દ્રીય મંત્રીના આ સેવાભાવને બિરદાવતા તેને પ્રેરણાદાયી ગણાવ્યું.

સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા

સોશિયલ મીડિયામાં પણ ડૉ. કરાડના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીની મદદની પ્રશંસા કરતા ઈન્ડિગો એરલાઇન્સે ટ્વીટ કરી લખ્યું કે પોતાનાં કર્તવ્યો પર અટક્યા વગર કામ કરવાને લઈને અમે મંત્રીજીની પ્રશંસા કરીએ છીએ. એક સાથી યાત્રીની મદદ કરવા માટે ડૉ. ભાગવત કરાડનો સહયોગ પ્રેરણાદાયક છે.

No comments

leave a comment