Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝકેશોદનો મારામારીનો વિડીયો થયો વાઇરલ

કેશોદનો મારામારીનો વિડીયો થયો વાઇરલ

keshod
Share Now

મારામારીની ઘટના સતત વધી રહી છે. કેશોદમાં સામે આવ્યો એક એવી જ ઘટના…કેશોદમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કેશોદ બસ સ્ટેશન પાસે મારામારી થઇ. કેશાેદ બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાં 2 યુવકાે પર 20 શખ્શાેેેેનાે હુમલાે થયાની ઘટના બની …કેશોદ બસ સ્ટેશન નજીક શાકભાજી લેવા નીકળેલા 2 યુવકોને શાકભાજીના ધંધાર્થીઓના ટોળાએ એકસંપ કરી માર મારતાં તેના વીડિયો વાયરલ થયા હતા. કેશોદ પોલીસમાં મુસ્લિમ ૨૦ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ. આરોપીઓને પકડવાની માંગણી સાથે કરણી સેનાના પ્રમુખ અને યુવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા.

20 લોકોના ટોળાએ બન્ને યુવાનને વજનકાંટાના તોલાના છુટ્ટા ઘા કરી ઢોરમાર માર્યો

keshod fight videoઆપને જણાવી દઈએ કે શાકભાજી લેવા ગયેલાં યુવકાેને શાકભાજી વેચનારા લારીવાળા સાથે થઇ હતી બાેલાચાલી. બાેલાચાલીએ વરવું સ્વરૂપ ધારણ કરતાં લારીવાળા વિધર્મીઓએ કર્યાે હતાે હુમલાે. હીરા ઘસવાનું કામ કરતાં 2 શ્રમીક યુવાનો દ્વારકાધીશ માર્કેટ નજીક રેંકડીવાળા પાસે શાકભાજી લેવા પહોંચ્યા હતા. એ દરમ્યાન રેકડીવાળાએ ઘણખુંટને માર મારતાં ઘણખુંટ ભાગવા જતાં યુવાને લારીવાળાને આવી રીતે મુંગા પશુનેે મારો તો ભાગવા જતાં અકસ્માત સર્જાય એમ કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. અને શાકભાજીના ધંધાર્થી લારીવાળાનું 20 લોકોના ટોળાએ બન્ને યુવાનને વજનકાંટાના તોલાના છુટ્ટા ઘા કરી ઢોરમાર માર્યો હતો. આ સમયે લોકોએ બન્નેને બચાવી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા.
પાેલીસે યુવકાેની ફરીયાદ નાેંધી આરાેપીને પકડવા ચક્રાે ગતીમાન કર્યા. પાેલીસે ફરીયાદ લઇ લીધી છે તેમ કહી ટાેળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી.આ ઘટનાના પગલે શહેરમાં અશાંતિનાે માહાેલ જોવા મળ્યો.

આ પણ વાંચો : હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ

આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

police

પોલીસે જયેશભાઇ હમીરભાઇ બાબરિયા (ઉ. 37, રે. ગેલાણા) ની ફરિયાદના આધારે 20 ના ટોળા સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમ્યાન કરણીસેનાના તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ દયાતર સહિતના યુવકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment