Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝટીબી નિર્મૂલન દિશામાં વહેલી તકે આગળ આવવા રાજકોટ કલેક્ટરનું સૂચન

ટીબી નિર્મૂલન દિશામાં વહેલી તકે આગળ આવવા રાજકોટ કલેક્ટરનું સૂચન

RAJKOT COLLECTOR MEETING
Share Now

ડીસ્ટ્રીકટ ટીબી ફોરમના ચેરમેન અને કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજય ટીબી વિભાગના સંયુક્ત નિયામક ડો. સતીશ મકવાણાની ઉપસ્થિતિમાં કલેકટર ઓફિસ, રાજકોટ ખાતે યોજાયેલી ડીસ્ટ્રીકટ ટી.બી. ફોરમની મિટિંગમાં ટીબી સંબંધી કામગીરીની સમીક્ષા તેમજ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ટીબીના દર્દીઓને ઓળખી સારવાર અને પ્રસાર થતો અટકાવવા સંબંધી કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

ટીબી નિર્મૂલન દિશામાં વહેલી તકે આગળ આવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચના આપી

ડો. સતીશ મકવાણાએ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને ઓળખી તેઓના સ્પુટમ તેમજ એક્સ-રે સહિતના ક્વોલિટી રિપોર્ટ કરવા, જો તેઓ પોઝિટિવ આવે તો તાત્કાલિક સઘન સારવાર દ્વારા ટીબી નિર્મૂલન દિશામાં વહેલી તકે આગળ આવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

રેફરલ સેમ્પલ પ્રક્રિયા ઝડપી અને સઘન બનાવવા કરી તાકીદ

ખાસ કરીને ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારોમાં દર્દીઓની સંભાવના વધુ રહેલી હોવાથી ડો.સતીશ મકવાણાએ રેફરલ સેમ્પલ પ્રક્રિયા ઝડપી અને સઘન બનાવવા સંબંધિત અધિકારીઓને આ તકે ખાસ તાકીદ કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ટીબી રોગ અને તેના ઉપચાર અંગે વધુને વધુ પ્રચાર પ્રસાર કરવા પણ ખાસ નિર્દેશ કરાયો હતો.

આ પણ જુઓ : સોમનાથ મંદિરનો નવો વિક્રમ

TB REMOVAL બેઠકમાં ઉપસ્થિત કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે શહેર તેમજ  જિલ્લા ક્ષય અધિકારી તેમજ હેલ્થ વિભાગના ઓફિસરોને ખાસ એક્શન પ્લાન ઘડી કામગીરી વેગવંતી બને તે માટે સૂચિત કર્યા હતાં.સ્ટેટ ટીબી કન્ટ્રોલ વિભાગની ટીમના સભ્યો રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે ટીબી વિભાગ, લેબોરેટરી સેક્શન સહીત વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રભાવિત થયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ટીબી નિર્મૂલન અર્થે મૃત્યુ દર ઘટાડવા અને ટીબીના નવા કેસોમાં ૮૦ થી ૯૦ % ઘટાડો લાવવા સઘન ઝુંબેશ ચલાવવા દિશાનિર્દેશ આપેલ છે.
આ બેઠકમાં વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલીબેન મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ શાહ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, મેડિકલ કોલેજ ડીન ડો. મુકેશ સામાણી, ડો. કે.જી. વિઠલાણી, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતા, શહેર ક્ષય અધિકારી ડો. પરેશ કડિયા, આરોગ્ય અધિકારીઓ ડો. વાજા, અને ડો. મિતેષ ભંડેરી, તાલુકા હેલ્થ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment