વજન ઘટાડવા ગ્રીન ટી પહેલી પસંદ
લોકો ખાસ કરીને સ્ત્રીઓ ફિટનેસ માટે હવે વધુ ધ્યાન આપતી થઇ છે. ત્યારે તે સૌથી પહેલી પસંદગી ગ્રીન ટી પર ઉતારે છે. છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. એટલું જ નહીં, પોતાનું વજન વધી ન જાય અને આરોગ્ય સારું રહે તેને માટે શું ખાવુ-પીવું તેનું ધ્યાન પણ રાખતા થયા છે. ત્યારે ગ્રીન ટી (Green Tea)એક એવું પીણું છે કે જેનાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. જે લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માગે છે તેઓ ગ્રીન ટી પીએ છે.
mojilu gujarat
ચીનમાં ગ્રીન ટીનો ઉપયોગ બીમારીઓના ઈલાજની ઔષધીમાં થાય છે
Green Tea વજન ઘટાડવામાં, કેન્સર સામે લડત આપવામાં, અલ્ઝઆઇમર તેમ જ હાઇ બ્લડ પ્રેશરમાં રાહત આપવામાં મદદ કરે છે. Green Tea સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી સાથે જોડાઇ ગઇ છે. Green Tea ચીનમાં સેંકડો વર્ષથી લોકપ્રિય છે. ડિપ્રેશન સહિતની કંઇકેટલીય બીમારીઓના ઇલાજ માટે વપરાતી ઔષધિઓમાં ગ્રીન ટીનો ઉપયોગ થાય છે. સામાન્ય લોકો પણ હવે ગ્રીન ટી પીવા લાગ્યાં છે. આરોગ્ય નિષ્ણાતોએ તો ગ્રીન ટીને બે મોઢે વખાણી છે.
ceylon teabox
ગ્રીન ટી અંગે નિષ્ણાંતોનો મત
નિષ્ણાતોના કહેવા મુજબ, Green Tea વજન કાબૂમાં રાખે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સથી ઘણાં પ્રકારના કેન્સર, અલ્ઝાઇમર અને હૃદય રોગ સામે લડી શકાય છે. ગ્રીએવું પણ માનવામાં આવે છે કે, ગ્રીન ટીમાં રહેલા બી વિટામીનો, ફોલેટ (કુદરતી રીતે પેદા થતું ફોલિક એસિડ), મેંગેનીસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેફીન અને કેટેકીન્સ જેવા અન્ય ઓન્ટિઓક્સિડન્ટ્સને કારણે શરીરમાં રહેલી કેલેરી ઝડપથી બળી જાય છે. વેટ લોસ પ્રોડક્ટ્સમાં સામાન્ય રીતે પીણાં તરીકે પીવાતી Green Tea માં હોય તેના કરતાં કેટેકીન્સ અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે. જો કે વર્ષ 2012 માં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, ગ્રીન ટીથી વજન ઘટાડવામાં વધુ મદદ નથી મળતી. જો કે 2013 ની સાલમાં કરવામાં આવેલા સર્વેક્ષણના રિપોર્ટ મુજબ, ગ્રીન ટીમાં રહેલા કેટેકીન્સને કારણે નિયમિત રીતે ગ્રીન ટી અને બ્લેક ટી પીતાં લોકોને કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશરની તકલીફ ઓછી થાય છે.
assam tea
ગ્રીન ટી પર થયેલું પરીક્ષણ
વર્ષ 2009 માં લાખો લોકો પર કરવામાં આવેલા 51 જેટલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ગ્રીન ટીને કારણે પેટ, પ્રોસ્ટેટ, બ્રેસ્ટ, મોઢા અને ફેંફસાના કેન્સર સામે લડત આપી શકાય છે એ વાતમાં તથ્ય નથી. ત્યાર બાદ વર્ષ 2015 માં પેટ અને સ્તન કેન્સરની દવા હરસેપ્ટીનને ગ્રીન ટીમાં કેન્સર સામે લડત આપતાં તત્વો શી રીતે મદદ કરે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં તેના પ્રારંભિક પરિણામો આશાસ્પદ જણાયા હતાં.
આ લોકોએ ભૂલથી પણ ન પીવી જોઈ ગ્રીન ટી!
1. દિવસમાં પાંચ કે પાંચથી વધારે કપ ગ્રીન ટી ન પીવી જોઈએ.
2. પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગ્રીન ટીનો અતિરેક ટાળવો જોઈએ.
3. ઈન્સોમ્નિઆ એટલે કે અનિંદ્રાની બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય તેમણે ગ્રીન ટી અવોઈડ કરવી જોઈએ.
4. ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની પ્રોબ્લમ હોય તેને ગ્રીન ટી પીતા પહેલા ડોકટરની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો : પીરીયડ્સમાં થતા પેઇનને હળવું કરવા પીઓ આ જાદુઈ ચા…!
india mart, today i found out
ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય હોવો જોઈએ
ગ્રીન ટી પીવાનો પણ એક યોગ્ય સમય નક્કી હોવો જોઈએ. આડેધડ સમયે ગ્રીન ટી પીવાથી તે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક પણ બની શકે છે. ગ્રીન ટીમાં કૈફીન અને ટેનિન્સ જોવા મળે છે. જે ગૈસ્ટ્રિક જ્યુસને ડાઈલ્યુટ કરીને પેટૅને નુકશાન પહૉંચાડી શકે છે. તેના ખૂબ વધુ ઉપયોગથી ચક્કર આવવા, ઉલ્ટી આવવી અને ગેસ થવી જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.
ગ્રીન ટીના ઉપયોગનો યોગ્ય સમય અને યોગ્ય રીત
1. ખાલી પેટ ક્યારેય ગ્રીન ટી ન પીવો
2. એક દિવસમાં બે કે ત્રણ કપથી વધુ ગ્રીન ટી પીવી ખતરનાક બની શકે છે.
3. જમ્યા પછી તરત જ ગ્રીન ટી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે.
4. જમ્યા પછી એક કે બે કલાક પહેલા જ ગ્રીન ટી પી લો
5. કેટલાક લોકો ગ્રીન ટીમાં દુધ ને ખાંડ મિક્સ કરીને પીવે છે. ગ્રીન ટીમાં ખાંડ અને દૂધ મિક્સ કરવાથી બચો.
6. ગ્રીન ટીને મધ સાથે મિક્સ કરીને પીવી લાભકારી રહેશે.
કોલેસ્ટ્રોલ લેવલ કરો કંટ્રોલ
ndtv food
ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, હુંફાળા પાણીમાં દિવસની એક કપ ગ્રીન ટી હેલ્ધી લાઈફ માટે પૂરતી છે અને તમે મેક્સિમમ 2 કપ સુધી પીવી નુકસાનકારક નથી. ગ્રીન ટીના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને લગતી અમુક તકલીફ થઈ શકે છે. વધુ પડતા કેફિનને કારણે ભ્રૂણના વિકાસ પર આડઅસર થઈ શકે છે અને પ્રેગ્નેન્સીના પાછળના સ્ટેજમાં તકલીફ પડી શકે છે. કેફીન વાળી વસ્તુ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4