મહિલાઓ માટે મા બનવુ મહત્વની ક્ષણ હોય છે જેનો દરેક મહિલા ઇન્તજાર કરતી હોય છે. ત્યારે કેટલીક મહિલાઓ આજના જમાનામાં 30 ઉંમરની આસપાસ પ્રેગ્નેન્સીનો પ્લાન કરે છે. તેનું કારણ મોડા લગ્ન કે આર્થિક સ્થિતિ હોય શકે છે. કઇ ઉંમરે ફેમેલી આગળ વધારવુ છે તે નિર્ણય દંપતિ પર હોય છે. કેટલીક વાર મહિલાઓની એક ઉંમર બાદ પ્રેગ્નેન્સી (Pregnancy)માં મુશ્કેલીઓ આવતી હોય છે. જેની સીધી અસર ફર્ટિલિટી રેટ પર પડે છે. આ તકે હેલ્થ એક્સપર્ટ્સનું આ મામલે કહેવુ છે કે, લેટ પ્રેગ્નેન્સીનો પ્લાન કરી રહેલી મહિલાઓએ કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
આ ઉંમરની મહિલાઓએ Pregnancy માં ધ્યાન રાખવુ
મહિલાઓ માટે એક ઉંમર ખુબ મહત્વની હોય છે. જેમાં 37 વર્ષ પહેલા પ્રેગ્નનેન્ટ થવું યોગ્ય મનાઇ છે. એવુ પણ નથી કે ત્યારબાદ પ્રેગ્નેન્સીની સંભાવના નથી. જોકે 35 વર્ષ બાદ ફર્ટિલિટી ઘટી જાય છે. જેનાથી પ્રેગ્નેન્સીની સંભાવના ઓછી થઇ જાય છે, પરંતુ અસંભવ તો નથી જ.
એક ઉંમર કરે છે અસર
પ્રેગ્નેન્સી માટે મહિલાઓની સાથે સાથે તેના પાર્ટનર (Partner)ની ઉંમર પણ એટલુ જ મહત્વ ધરાવે છે જેટલુ મહત્વ મહિલા ધરાવે છે. પુરૂષોની પ્રજનન ક્ષમતા ઉંમરની સાથે ઓછી થઇ જાય છે. પરંતુ મહિલાઓની તુલનાએ તે દર ઓછો હોય છે.
ડૉક્ટર સાથે સંપર્ક રાખવો જરૂરી
જો તમારી અને તમારા પાર્ટનરની ઉંમર 30 વર્ષથી વધુ છે અને 6 મહિનાની કોશિશ બાદ પણ તમારો પ્રેગ્નેન્સી પ્લાન સફળ નથી થતો તો તમે ડૉક્ટરની મદદ લેવામાં બિલકુલ સંકોચ ન કરો.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે માંગ્યુ બોયફ્રેન્ડનું ટ્રેક પેન્ટ, ખિસ્સુ ચેક કરતા પગ નીચેથી સરકી ગઇ જમીન
આ ટ્રિટમેન્ટ રહેશે સફળ?
જો તમે 35 વર્ષ બાદ પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફર્ટિલિટી (Fertility)ટ્રીટમેન્ટથી દરેક મુશ્કેલી દુર થતી નથી. સમસ્યાની જાણ પહેલા થઇ જાય તો તેના પર ટ્રીટમેન્ટ કરવામાં સફળ રહેશો.
Pregnancy માટે ખોરાક હેલ્દી રાખો
જો તમારી ઉંમર 35 વર્ષથી વધુ છે તો તમે યોગ્ય ડાયટ અને સ્વાસ્થ્ય (Health)પર ખાસ ધ્યાન આપો. આ ઉપર દરરોજ કસરત કરો. કોઇ પણ કેફી દ્રવ્યોથી દુર રહો અને તણાવથી હંમેશા દૂર રહો.
લિવરને સ્વસ્થ રાખવાનો ઉપાય જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4