Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝPanjshir: પંજશીરમાં નોર્ધન એલાયન્સ અને તલિબાન વચ્ચે યુદ્ધના ભણકારા

Panjshir: પંજશીરમાં નોર્ધન એલાયન્સ અને તલિબાન વચ્ચે યુદ્ધના ભણકારા

Panjshir
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)ના પંજશીર (Panjshir)માં તાલિબાન (Taliban)અને નોર્ધન એલાયન્સ વચ્ચેની લડાઇ હજુ પણ યથાવત છે. બંને પક્ષો વચ્ચેની વાતચીત ફેલ રહી છે. હવે તાલિબાને દાવો કર્યો છે કે તેને ઘાટીનો પુરી રીતે ઘેરાવ કરી લીધો છે. તેવામાં તાલિબાન અને નોર્ધન એલાયન્સ (Northern Alliance)ની વચ્ચે આગામી દિવસોમાં અથડામણ જોવા મળી શકે છે.

મળતી માહિતી મુજબ, તાલિબાને (Taliban)પંજશીરને પુરી રીતે ઘેરી લીધો છે. પંજશીર જ એક એવો વિસ્તાર છે જે હજુ સુધી તાલિબાનના કબજામાં રહ્યો નથી. તાલિબાને 15 ઓગષ્ટના રોજ કાબુલ (Kabul)પર કબજો જમાવી લીધો હતો, પરંતુ તે હજુ સુધી પંજશીર પર કબજો જમાવી શક્યા નથી.

તાલિબાન ઘુસણખોરી કરી શકે છે

શેર એ પંજશીર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાનીમાં નોર્ધન એલાયન્સ (Northern Alliance)સતત તાલિબાન વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે. ગત્ત દિવસોમાં તાલિબાન (Taliban)તરફથી પંજશીરના એન્ટ્રેસ પર હુમલો (Attack)કરવાનું વધી ગયુ છે, જે સતત ઘુસપેઠ કરવાની ફીરાકમાં છે.

આ પણ વાંચો: તાલિબાને જ શખ્સને હેલિકોપ્ટરથી લટકાવ્યો હતો, જાણો સંપૂર્ણ હકીકત

તાલિબાની નેતાએ ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પંજશીરને તમામ બાજુથી ઘેરી લીધુ છે, પરંતુ હજુ સુધી કોઇ હુમલાનો પ્લાન નથી. અમે ઇચ્છી રહ્યાં છીએ કે વાતચીત દ્વારા શાંતિથી પંજશીર વિવાદ ખતમ થઇ જાય, જેથી કોઇને નુકસાન ન પહોંચે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધને આશંકા વ્યક્ત કરી

પાકિસ્તાન (Pakistan)ના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિને લઇને કહ્યું કે વિદેશી સેના જે રીતે અફઘાનિસ્તાનથી પરત ફર્યા છે, તે ઠીક નથી. આવી સ્થિતિ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉભી કરી શકે છે, તેવામાં તાલિબાનની સાથે સાચી રીતે સંપર્ક કરવામાં આવ્યો નહતો.

શાહ મહસૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખતમ કરવાને લઇને જેવી રીતની આશંકા વ્યક્ત કરી છે, તેને પુરી રીતે અવગણવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી (Foreign Minister)એ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન મજબૂત બને. શાહ મહમૂદ કુરૈશી બોલ્યા કે પશ્ચિમી દેશોને સતત તાલિબાન સાથે સંબંધ સ્થાપિત કરવો પડશે, જેથી ત્યાંની સ્થિતિ પર નજર રાખી શકાય અને અફઘાનિસ્તાનામાં હાલાત ગૃહયુદ્ધ જેવી ન થઇ જાય.

સોમવારથી ચાલી રહી છે બંને વચ્ચે જંગ

ઉલ્લેખનિય છે કે સોમવારથી જ પંજશીર (Panjshir)માં અથડામણ થયુ હોવાનું સામે આવ્યુ હતુ. નોર્ધન એલાયન્સ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાને જે ઘુસણખોરી કરી હતી તે નાકામ થઇ છે. નોર્ધન એલાયન્સે તાલિબાનના 300 થી વધુ લડવૈયાઓને મોતને ઘાટ ઉતાર્યા અને 40 થી વધુ લડવૈયાઓને પકડ્યા હોવાનો દાવો કર્યો છે.

સોમવાર બાદથી જ પંજશીરના બહારના વિસ્તારમાં તાલિબાન (Taliban)અને નોર્ધન એલાયન્સના લડવૈયાઓ વચ્ચે યુદ્ધ શરૂ છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. નોર્ધન એલાયન્સના અહમદ મસૂદ પહેલેથી જ જાહેરાત કરી ચુક્યા છે કે તેઓ આ મામલાનો નિકાલ ઇચ્છે છે, પરંતુ તાલિબાન યુદ્ધ ઇચ્છે છે તો યુદ્ધ જ થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment