Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝરાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથી : જયેશ રાદડિયા

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથી : જયેશ રાદડિયા

Market yard election
Share Now

ટૂંક સમયમાં જ માર્કેટ યાર્ડ ની ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં રાજકોટ યાર્ડ ની ચૂંટણી માં ડી.કે. સખિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાની જૂથ આમ સામે છે. પરંતુ જૂથ વાદ ના રહે અને રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રની તમામ સંસ્થાઓ બિનહરીફ થાય તે માટે જયેશ રાદડિયા પ્રયત્નો કરી રહ્યા છે. આજે રાજકોટ ખાતે હાજર રહેલા જયેશ રાદડીયા એ ચૂંટણી ને લઇ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તે અંગે નિર્ણય ભાજપનું મંડળ લેશે. હાલ માત્ર પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. ઉપલેટા ચૂંટણી બાદ રાજકોટ યાર્ડ ની ચુંટણી કરવામાં આવશે.

ઉપલેટા બાદ રાજકોટ યાર્ડની ચૂંટણી :

વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જ નહિં પરંતુ જિલ્લાના પાંચેય માર્કેટ યાર્ડમાં ચૂંટણીને બદલે બિનહરિફ પેનલના પ્રયાસ છે. પ્રથમ તબક્કે જામકંડોરણા યાર્ડને હાથમાં લેવામાં આવ્યું હતું. જ્યાં બુધવારના રોજ બિનહરિફ પેનલ થઈ ગઈ હતી. હવે ઉપલેટા યાર્ડની ચૂંટણીનો વારો છે. તેના દાવેદારોને સમજાવીને બિનહરીફ પેનલ તૈયાર કરવાનાં પ્રયાસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી હજુ કોઈ વાતચીત કે બેઠક કરી નથી. એટલુ નક્કી છે કે તમામ દાવેદારોને સમજાવટ કરીને ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયત્નો થશે તે સફળ પણ રહેવાનો વિશ્વાસ છે. ઉપલેટા યાર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટનો વારો આવશે.

આ પણ જુઓ : રાખડી માંથી તુલસી ઉગશે !

રૈયાણી – સખીયા ગ્રુપ સામે સામે :

Arvind raiyaniહાલ રાજકોટ માર્કેટ યાર્ડની આગામી ઓકટોબર માસમાં યોજાનાર ચૂંટણી પૂર્વે શાસકપક્ષ ભાજપના બે જૂથો વચ્ચે જબરી ખેંચતાણ શરૂ થઈ છે અને સમાધાન થાય નહીં તો ભાજપના જ બે જૂથોની પેનલ સામ – સામે આવી જાય તેવી સ્થિતી છે. યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રવેશ નથી કર્યો. ત્યારે ગમે તેવી આંતરીક લડાઈ કે ટક્કર વચ્ચે તેને બિનહરીફ કરાવવાનો જ ટાર્ગેટ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment