Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝશું હાર્દિક પટેલ જોડાશે “આપ” માં ???

શું હાર્દિક પટેલ જોડાશે “આપ” માં ???

hardik patel statment of join aap
Share Now

કોંગ્રેસના કાર્યકાહી અધ્યક્ષ હાર્દિક પટેલ (hardik patel) ના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા ઉઠી છે. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપ (AAP) મા જોડાવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપ (BJP) ની બી ટીમ ગણાવી છે. આજે રાહુલ ગાંધી સુરત આવ્યા છે, પરંતુ થોડા દિવસ પહેલા જ આપના અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારથી રાજકારણ ગરમાયુ છે.. અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને ગુજરાતની ખરાબ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યું હતું જેથી હવે ગુજરાતના રાજકારણમાં આપ ની પણ એન્ટ્રી થઇ ગઈ છે અને રાજકીય ગતિવિધિઓ તેજ થતા રાજકીય ખળભળાટ મચ્યો છે.

હાર્દિક પટેલએ આપ માં જોડાવા શું કહ્યું ?

HARDIK PATEL STATMENT

THE PRINT

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી (gujarat congress) જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટી (aam aadmi party) ને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે.

હાર્દિકના નિવેદન પર આપનો જવાબ

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, આ બધુ જનતા નક્કી કરશે. કોંગ્રેસના અધ્યક્ષ હિત જાહેર થાય તે તેમના હિતમાં છે, નહિ તો આ પ્રકારના નિવેદનો આવતા રહેશે. ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો આપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી બધા ભાજપમા જોડાતા હતા. પહેલીવાર લોકો બીજી પાર્ટીમાં આવી રહ્યા છે. આવા નિવેદનો આપીશુ તો રાહુલ ગાંધીની નજરમાં આવીશુ, તેથી આવા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. ભાજપનો આર્થિક સપોર્ટ છે એ વાત આશ્ચર્યજનક છે. આપ પાસે સારુ કાર્યાલય નથી, ચૂંટણી લડવા માટે રૂપિયા નથી, ભાજપ જેવી ભવ્યતા નથી, છતા કોઈ આવુ કહેતા હોય તો તે હાસ્યસ્પદ વાત છે.

આ પણ જુઓ : રેલવે આંદોલનનું ઉગ્ર સ્વરૂપ

ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ કે, ગુજરાતના રાજકારણમાં આ બીજા નંબર માટેની લડાઈ છે. ભાજપ પહેલા નંબર છે. આપ અને કોંગ્રેસ વચ્ચે બીજા નંબર માટે લડાઈ છે.

જો કે વાત કરીએ ગુજરાતએ ભાજપનો ગઢ ગણાય છે પરંતુ આપની એન્ટ્રી થતા જ રાજકીય હલચલ વધી છે અને એમાં પણ બીજી બાજુ જોઈએ તો ઘણા નેતાઓ આપ માં જોડાઈ રહ્યા છે તો આગામી ચૂંટણી માટે ભાજપમાં ભંગાણ થઇ રહ્યું છે અને આપ પડકાર અત્યારે તો સાબિત થઇ રહ્યું છે પરંતુ જોવાનું એ રહશે કે ભાજપના ગઢમાં આપ જગ્યા બનાવે છે કે કોંગ્રેસની જેમ સૂપડા સાફ થશે ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment