Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝSurat: શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો ! પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 11 કેસ નોંધાયા

Surat: શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો ! પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 11 કેસ નોંધાયા

Surat
Share Now

સુરત (Surat)શહેરમાં તહેવારો બાદ કોરોના (Corona)ના કેસનાં ફરી એકવાર ઉછાળ આવી રહ્યોં છે. ગઇકાલે મંગળવારે જ સુરત શહેરના અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ તો પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયામાં જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ (Health Department)દોડતું થઇ ગયું છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન (Isolation)હેઠળ સારવાર લઇ રહ્યા છે.

સુરત (Surat)ના આવિષ્કારમાં 11 કેસ આવતા 100 થી વધુ લોકો ક્વોરન્ટાઇનમાં

સુરત શહેરના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. આ તકે કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઇન (Quarantine)કરી દેવામાં આવ્યા છે. તો પાલિકાએ સાવચેતીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે. આ રીતે સુરતમાં એક જ સોસાયટી કે બિલ્ડીંગમાં કોરોના સંક્રમણ થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સાથે આવનારા સમયમાં શરૂ થનારા નવરાત્રિ તહેવારને લઇ પણ તંત્રની ચિંતા વધી રહી છે.

આ પણ વાંચો: Upleta: ઢોર ચરાવતા માલધારીને તરછોડાયેલું બાળક મળ્યું, સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયું

11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટ (Apartment)માં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવ્યા હતા. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. હજુ 30 નો RT-PCR રિપોર્ટ બાકી છે.

અહીં દિવ્યાંગને ઘરે વેક્સિન મળશે જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment