Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝઅવકાશમાં બનશે હોટેલ અને ફરવા લાયક સ્થળ

અવકાશમાં બનશે હોટેલ અને ફરવા લાયક સ્થળ

Space
Share Now
  • સ્પેસ પ્રોજેક્ટ હવે માત્ર રિસર્ચ સુધી મર્યાદિત નહીં, મનુષ્ય હવે તેના જીવનકાળમાં અવકાશને પર્યટનસ્થળ તરીકે જોઇ શકશે

ટ્રાવેલિંગનું અને હોટલમાં સ્ટેનું ભાડું સેંકડો કરોડ રૂપિયામાં

સરકારી સ્પેસ એજન્સીઓ માનવ અવકાશ મિશન પર પહેલેથી કામ કરી રહી છે પણ હવે ખાનગી કંપનીઓની પણ તેમાં રુચિ વધી છે. આ કંપનીઓ ચંદ્રથી માંડીને મંગળ ગ્રહ સુધી ટ્રાવેલિંગ કરવા માગે છે. તેઓ આને સ્પેસ ટુરિઝમ નામ આપી રહી છે. તેમાંથી હાલ સ્પેસએક્સ અને વર્જિન ગેલેક્ટિકના નામ ચર્ચામાં છે. અન્ય કંપનીઓ પણ સ્પેસ ટુરિઝમના ક્ષેત્રે કામ કરી રહી છે. શક્ય છે કે વિશ્વના 8 મોટા સ્પેસ પ્રોજેક્ટ આપણે આપણી હયાતીમાં જોઇ શકીશું. શું ખબર અવકાશ આપણા ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પૈકી એક થઇ જાય. કંપનીઓનો દાવો છે કે 10 વર્ષમાં પ્રોફેશનલ અવકાશયાત્રીઓની સાથોસાથ સામાન્ય લોકો પણ અવકાશની સફર કરી શકશે.

6 દિવસની ટૂર… ભાડું 297 કરોડ રૂ.

બિગેલો એરોસ્પેસ આઇએસએસના એક ભાગમાં હોટલ બનાવવા વિચારી રહી છે. તે માટે તે બી330 સ્પેસક્રાફ્ટનું નિર્માણ કરી રહી છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ 5 સ્ટાર આર્બિટલ હોટલ બનાવી રહી છે. વર્ષમાં 6 પર્યટક અહીં રોકાઇ શકશે. એક અઠવાડિયાનું ભાડું 297 કરોડ રૂ. હશે.

Space hotel

પૃથ્વીની નીચલી કક્ષામાં 10 મિનિટની ઉડાન

વર્જિન ગેલેક્ટિક એક રિયુઝેબલ સ્પેસ પ્લેન દ્વારા નોન-પ્રોફેશનલ અવકાશયાત્રીઓને 10 મિનિટની અવકાશયાત્રા કરાવશે, જે પૃથ્વીની નીચલી કક્ષામાં હવામાં 50 માઇલ સુધીની હશે. પેસેન્જરદીઠ ભાડું 1.86 કરોડ રૂ. હશે. આ યાત્રા માટે કંપનીના સ્પેસક્રાફ્ટે આ મહિને જ પહેલી ઉડાન ભરી હતી. તેમાં કંપનીના સંસ્થાપક પણ હતા.

સ્પેસ સ્ટેશનમાં રહેવા, કામ કરવાની યોજના

આ ખાનગી કંપની એક્સિઓમની યોજના છે. તે ઇચ્છે છે કે એક્સિઓમ સ્પેસ સ્ટેશન ભવિષ્યમાં આઇએસએસનું સ્થાન લે. આઇએસએસ 2025માં રિટાયર થવાનું છે. એએસએસ ઘર જેવું હશે. તેમાં અવકાશયાત્રીઓ સાથે ખાનગી સંશોધકો પણ રહીને કામ કરશે. એકસાથે 16 લોકો રહી શકશે. 10 દિવસનો 408 કરોડ રૂ. ખર્ચ થશે.

આ પણ જુઓ : રેતચોરી અટકાવવા હલ્લાબોલ

અવકાશમાર્ગે 2 શહેર વચ્ચેની સફર

સ્પેસએક્સ અવકાશયાન દ્વારા ‘પૃથ્વીથી પૃથ્વીની ઉડાન’ની યોજના પર કામ કરી રહ્યું છે. તેમાં 1 કલાકથી પણ ઓછા સમયમાં પૃથ્વીના એક છેડેથી બીજા છેડે પહોંચી શકાશે. યાત્રી 30 મિનિટમાં ન્યૂયોર્કથી લોસ એન્જેલ્સ પહોંચી શકશે. ન્યૂયોર્કથી શાંઘાઇ સુધીની જર્ની 39 મિનિટમાં પૂરી થશે.

પર્યટકો ચંદ્રની ચારેય તરફ ચક્કર લગાવી શકશે

સ્પેસ એડવેન્ચર્સ કંપની અવકાશ પર્યટકોને ચંદ્રની આસપાસની યાત્રા કરાવશે. પર્યટકો સોયુજ રોકેટ પર સવાર થઇને આઇએસએસની 10 દિવસની યાત્રા પર જઇ શકશે. તેઓ ચંદ્રની ચારેય તરફ એવી રીતે ઊડશે કે તે જાણે કોઇ મોટી વાત ન હોય.

મંગળ ગ્રહની યાત્રા, 2 કંપની વચ્ચે ટક્કર

સ્પેસએક્સે 2022માં મંગળ ગ્રહ પર પહોંચવાની યોજના ઘડી છે. આ માનવરહિત મિશન હશે પણ બોઇંગનું કહેવું છે કે પહેલાં તે આ મિશન પૂરું કરશે. અન્ય એક ખાનગી કંપની માર્સ વન પણ મંગળ પર માનવ વસવાટની યોજના ઘડી રહી છે. આશા છે કે 10 વર્ષમાં મંગળ ગ્રહ પર પહેલો માનવ પહોંચી જશે.

space hotel

અવકાશમાં હોટ એર બલૂનની સવારી

‘સ્પેસ પર્સ્પેક્ટિવ’ સ્પેસ ટૂરિસ્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના ઘડી રહી છે. તેમાં એક શટલ ગરમ હાઇડ્રોજન ગેસ ભરેલા બલૂન સાથે જોડાયેલું હશે. યાત્રા 6 કલાકની હશે. તેમાં શટલ 2 કલાક સુધી પૃથ્વીથી 1 લાખ ફૂટ ઉપર રહેશે. યાત્રાનું ભાડું 93 લાખ રૂ. હશે. શટલમાં મોટી બારીઓ, મિની બાર અને બાથરૂમ હશે.

સ્પેસ હોટલમાં જિમ અને વૉકની સુવિધા

ઓર્બિટલ એસેમ્બલી કંપનીએ જાહેરાત કરી છે કે તે 2026 સુધીમાં સ્પેસ હોટલનું નિર્માણ શરૂ કરી દેશે. તેમાં 280 ગેસ્ટ અને 112 ક્રૂ મેમ્બર રહી શકશે. હોટલમાં જિમ હશે. લોકો રમી શકશે, સ્પેસવૉક પણ કરી શકશે. હોટલનું સાડા ત્રણ દિવસનું ભાડું 37 કરોડ રૂ. હશે.​​​​​​​

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment