Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝરાજ્યમાં ફરી એકવાર પાટીદાર આંદોલનના ભણકારા, સરકારને 31 ઓકટોબર સુધીનું આપ્યું અલ્ટિમેટમ

રાજ્યમાં ફરી એકવાર પાટીદાર આંદોલનના ભણકારા, સરકારને 31 ઓકટોબર સુધીનું આપ્યું અલ્ટિમેટમ

Patidar
Share Now

ગુજરાતમાં ફરી એક વાર પાટીદાર આંદોલનના ભણકારા વબગી રહ્યા છે. ગઈ કાલે પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓની એક બેઠક મળી હતી. જેમાં 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલનકારીઓ પર જે કેસો નોંધવામાં આવ્યા હતા તે તમામ કેસોને પાછા ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.  સાથેજ પાટીદાર સમાજનો સર્વે કરીને તેમને ઓબીસીમાં સમાવવામાં આવે તેની પણ માંગણી કરવામાં આવી હતી. અને આ માટે સરકારને 31 ઓકટોબર સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.

અલ્પેશ કથીરિયા કરે છે નેતૃત્વ 

ગઈ કાલે સોમવારના રોજ પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓની બેઠક મળી હતી. જેમાં અનામત આંદોલનમા આંદોલનકારીઓ પર થયેલ કેસોને પાંચ ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. આ બેઠળક્મ 100 જેટલા લોકો બેઠકમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલ સમિતિનું નેતૃત્વ અલ્પેશ કથીરિયા કરી રહ્યા છે.

Patidar

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની 44 બેઠકોની મતગણતરી શરૂ, પાંચ કેન્દ્રો પર ચાલી રહી છે મતગણતરી

31 ઑક્ટોબરનું અલ્ટિમેટમ 

બેઠક પૂર્ણ થયા બાદ અલ્પેશ  કથીરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ પડતર માંગણીઓનએ લઈને PAAS  ગુજરાત સરકારને મેમોરેન્ડમ આપશે. અને સાથેજ સરકારને 31 ઓકટોબર સરદાર પટેલની જન્મ જયંતી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવશે. 

આંદોલનમાં મૃત્યુ પામેલ યુવાનોના પરિવારને સરકારી નોકરીની માંગણી 

પાટીદાર સમાજની મળેલી બેઠકમાં આંદોલનમાં મૃત્યુ પામેલ દરેક વ્યક્તિના પરિવારના એક સભ્યને સરકારી નોકરીની આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયે કહ્યું હતું ઇકે, અનામત આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહિદ થયા હતા. ત્યારે આ તમામ શહીદોના પરિવારના સભ્યને સરકારી નોકરી મળવી જોઈએ. તેમજ રાજ્ય સરકારે આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી 250 જેટલા કેસો હજુ પણ પચાહ ખેંચવામાં આવ્યા નથી. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી એક વાર પાટીદાર આંદોલનના ભણકારા વબગી રહ્યા છે. ગઈ કાલે પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓની એક બેઠક મળી હતી. જેમાં 2015ના પાટીદાર અનંત આંદોલન સમયે આંદોલનકારીઓ પર જે કેસો નોંધવામાં આવ્યા હતા તે તમામ કેસોને પાછા ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.  સાથેજ પાટીદાર સમાજનો સર્વે કરીને તેમને ઓબીસીમાં સમાવવામાં આવે તેની પણ માંગણી કરવામાં આવી હતી. અને આ માટે સરકારને 31 ઓકટોબર સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment