જામનગરની સાથે સમગ્ર રાજ્યમાં આજથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદી શરુ કરવામાં આવી છે . જામનગર સહિત રાજ્યભરના માર્કેટયાર્ડમાં આજથી રૂા.1110ના ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો રાજ્ય સરકારે પ્રારંભ કર્યો છે. જામનગર યાર્ડમાં ખેડૂતોએ આજે પ્રથમ દિવસે મગફળીને ટેકો આપવામાં ઉત્સાહ દેખાડ્યો ન હતો.
10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો રાજ્ય સરકારનો અંદાજ
જામનગર હાપા યાર્ડ ખાતેથી કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો, ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયાની શરૂઆત બાદ મંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આજથી રાજ્યના 28 જીલ્લામાં 155 કેન્દ્રો પર ખરીદી માટે શરુ થઇ રહ્યા છે, તો જામનગર જીલ્લાના 6 તાલુકા પર ખરીદી શરુ કરાઈ છે, અને આ વર્ષે 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો રાજ્ય સરકારનો અંદાજ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિમાં હડકંપ, આવતીકાલે ફોડીશ અંડરવર્લ્ડનો હાઈડ્રોજન બોમ્બ’, મલિકનો પલટવાર
ઓપન બજારમાં મગફળીના ભાવ સારા મળવાને કારણે ખેડૂતો ટેકાના ભાવે મગફળી સરકારને વહેંચવા માટે આપી રહ્યા છે જાકોરો
બીજી તરફ જામનગર યાર્ડ તરફથી 50 જેટલા ખેડૂતોને મગફળી વહેંચવા માટે મેસેજ કરી બોલાવવામા આવ્યા હતા પરંતુ માત્ર 3 ખેડૂતો આ મગફળી વહેચવા માટે આવ્યા હતા. હાલ યાર્ડમાં ઓપન બજારમાં મગફળીના ભાવ સારા મળવાને કારણે ક્યાંય ખેડૂતો ટેકાના ભાવે મગફળી સરકારને વહેંચવા માટે જાકોરો આપી રહ્યા હોય તેવું લાગી રહયું છે.
કોઈ ખેડૂતોને મગફળી વેચાણ કરવામાં અન્યાય નહિ થાય
ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે ખેડૂતોને 24 કલાક અગાઉ જાણ કરવામાં આવે છે આ સમય પર્યાપ્ત હોવાનું કૃષિમંત્રી જણાવતા વધુમાં આજે પ્રથમ દિવસે જે કેટલાક જિલ્લાઓમાં ખરીદી શરુ ના થવા પર રાઘવજી પટેલે કહ્યું કે લોકલ પરિસ્થતિને અનુલક્ષીને કોઈ જીલ્લામાં એક બે દિવસ વહેલા મોડું થઇ શકે પણ ખરીદી 90 દિવસ ચાલુ રહેશે અને કોઈ ખેડૂતોને મગફળી વેચાણ કરવામાં અન્યાય નહિ થાય, આજથી મગફળી સાથે મગ અડદ અને સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદવાનું સરકારનું આયોજન છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4