Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝATM, ચેકબુક માટે આપવો પડશે વધુ ચાર્જ , જાણો ૧ ઓગસ્ટથી થતા ફેરફારો વિશે

ATM, ચેકબુક માટે આપવો પડશે વધુ ચાર્જ , જાણો ૧ ઓગસ્ટથી થતા ફેરફારો વિશે

AUGUST CHANGES
Share Now

સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે 1 ઓગસ્ટથી . એની સીધી અસર લોકોની આર્થિક પરિસ્થિતિ પર પડશે. અને એટલે જ મહિનામાં કેટલા ખર્ચાઓ થશે, શું ભાવ વધ્યો , શું બેંકમાં નિયમો બદલાય એ પહેલા જ જાણી લેવું સારું. 1 ઓગસ્ટથી બેંકમાંથી ટ્રાન્ઝેક્શન રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે. એ સિવાય હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ:

બેંક હોલિડેના દિવસે પણ સેલરી અને પેન્શન મળશે

SALARY CREDIT બેંકમાંથી ટ્રાન્ઝેક્શન રવિવાર અને રજાના દિવસે પણ કરી શકાશે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)સિસ્ટમને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, એટલે કે હવે તમારે તમારી સેલરી અથવા પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ પસાર થાય એની રાહ નહીં જોવી પડે. સામાન્ય ભાષામાં કહીએ તો પહેલા જ્યારે તમારી સેલેરી ક્રેડીટ થવાની હોય અને જો ત્યારે શનિવાર કે રવિવાર હોય તો તમને સેલેરી પછીના દિવસે મળતી હતી પરંતુ હવે એવું નથી રહ્યું. હવે રવિવારના દિવસે પણ તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે.

ICICI બેંકના ગ્રાહકોએ 4 વખત જ રોકડ લેવડદેવડ કરી શકશો

ICICI બેંક પૈસા ઉપાડવા, જમા કરાવવા અને ચેકબુક ચાર્જ સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે બેંકની બ્રાંચમાં ચેકથી માત્ર 4 વખત જ રોકડ લેવડદેવડ કરી શકશો, એટલે કે આટલી વખત પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવાનું ફ્રી રહેશે. ત્યાર બાદ જમા કરાવવા અને ઉપાડવા પર દર વખતે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે.

ATM દ્વારા તમે 6 મેટ્રો શહેરમાં મહિનામાં 3 વખત લેવડદેવડ કરી શકો છો. એ સિવાય બીજાં શહેરોમાં આ સંખ્યા 5 વખત ફ્રી છે. ત્યાર બાદ તમારે ચાર્જ આપવો પડશે. ચાર્જ તરીકે તમારે મેટ્રો શહેરમાં 20 રૂપિયા અને બીજાં શહેરોમાં 8.50 રૂપિયા દર ટ્રાન્ઝેક્શન પર આપવા પડશે.

આ પણ જુઓ : “એક તક પોલીસને”

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે

ATM RBIના નિયમ અનુસાર હવે ગ્રાહક બેંકના ATM માંથી દર મહિને 5 ફ્રી ટ્રાન્જેક્શન (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) સુવિધાનો લાભ લઇ શકશે પરંતુ તેના બાદ વિડ્રોલ પર ચાર્જ ભરવો પડશે. RBIએ નાણાકીય લેણદેણ માટે 15-17 રૂપિયા જ્યારે તમામ કેન્દ્રોમાં 5-6 રૂપિયા પ્રતિ લેણદેણ ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે.

IPPBની ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ આપવો પડશે

ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ની ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે ચાર્જ આપવો પડશે. IPPBના અનુસાર, હવે દર વખતે ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે 20 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે. અત્યારસુધી આ સેવા ફ્રી હતી. અત્યારસુધી ડોર સ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ લેવામાં નહોતો આવતો.

એ સિવાય કોઈ ગ્રાહકને પૈસા ટ્રાન્સફર કરવા અને મોબાઈલ પેમેન્ટ વગેરે માટે પણ IPPB 20 રૂપિયા પ્લસ GST આપવો પડશે. IPPBના ખાતા અથવા કોઈ અન્ય બેંકના ગ્રાહકોના ખાતામાં મની ટ્રાન્સફર માટે આ ચાર્જ આપવો પડશે.

LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે

એક તરફ તેલના ભાવ લોકોને દઝાડી રહી છે અને એમાં પણ પેટ્રોલ ડીઝલ અને મોંઘવારી વચ્ચે પ્રજાને વધુ એક માર સહન કરવો પડશે. દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગયા મહિને સરકારે 14.2 કિલોના વજનવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment