Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝગુજરાત સરકાર ની આ યોજનાઓ..! તમે લાભ લીધો ?

ગુજરાત સરકાર ની આ યોજનાઓ..! તમે લાભ લીધો ?

gujarat government yojna
Share Now

અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા તા. ૩૧ મી જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અનુ. જાતિના લોકો કે જે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ ધરાવતા હોય અથવા રહેવાલાયક ન હોય તેવું કાચું ગારમાટીનું ઘર ધરાવતાં હોય તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧,૫૦,૦૦૦ ની આવક મર્યાદા ધરાવતા અને ડો. આંબેડકર આવાસ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતાં હોય તેવા અનુસૂચિત જાતિના લોકો મકાન બાંધકામ માટે ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા ૧,૨૦,૦૦૦ ની આર્થિક સહાય મળવાપાત્ર છે. આ માટે અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિઓના લાભાર્થીઓને આવકમર્યાદાના બાધ વિના આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફકત ઓનલાઈન મળેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે શહેરી વિસ્તાર માટે નાયબ નિયામકશ્રી (અનુસૂચિત જાતિ) તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (જિલ્લા પંચાયત)નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

PMAY

રાજકોટ જિલ્લામાં સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના અન્વયે ૨૭૪ અંત્યેષ્ટી માટે રૂ. ૧૩.૭૦ લાખની સહાય કરાઇ

ભારત સરકાર અને રાજય સરકારની વિવિધ વિવિધ યોજનાઓની અમલવારી દવારા અનુસુચિત જાતિના લોકોનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ થાય તેવી કામગીરી સમાજ કલ્યાણ ખાતા દવારા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૦ માં ૨૭૪ અંત્યેષ્ટી સહિતના કામો માટે રૂ. ૧૩.૭૦ લાખની સહાય કરાઇ હતી.
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના અન્વયે અનુસૂચિતજાતિના જે કુટુંબની વાર્ષિક આવક રૂ!.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોય તેવા કુટુંબના સભ્યના મુત્યુ પ્રસંગે અત્યેષ્ઠી મરણોતરક્રિયા માટે અર્થાત હસ્તકાઠીનાં ખર્ચને પહોંચી વળવા માટે રૂ!.૫૦૦૦/- નાણાકીય સહાય આપવામાં આવે છે. (આ સહાય મેળવવા માટે છ માસની અંદર અરજી રજુ કરવાની રહેશે.)
અરજદાર દ્વારા ઓનલાઇન ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર esamajkalyan.gujarat.gov.in અરજી કરવી ફરજીયાત રહેશે અને ઓનલાઇન મંજુરી કરવાની કામગીરી રહેશે.

આ પણ જુઓ : પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનાં ધરણાં

વર્ષ ૨૦૨૦-૨૧માં “પાલક માતા-પિતા યોજના” અંતર્ગત રાજકોટ જિલ્લામાં૫૬૦ લાભાર્થીઓને રૂપીયા ૧ કરોડ ૯૭ લાખથી વધુની સહાય ચુકવાઇ

રાજય સરકાર દ્વારા જનસામાન્યની સુખાકારી માટે અનેક કલાયણકારી યોજનાઓ અમલી છે. રાજયના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અમલી પાલક માતા-પીતા યોજના અન્વયે અનાથ બાળકોના સ્વસ્થ અને સર્વાંગી વિકાસ માટે પાલક વાલીને સહાય રૂપે રાજય સરકાર દ્વારા રૂા. ૩૦૦૦/- માસીક સહાય ચુકવવામાં આવે છે.આ યોજના અંતર્ગત બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ નવા નોંધાયેલ ૯૦ સહિત કુલ ૫૬૦ લાભાર્થીઓને કુલ રૂપીયા ૧ કરોડ ૯૭ લાખથી વધુની રકમ સહાય પેટે ચુકવાઇ છે.કોરોના કાળમાં માતા-પિતા બન્નેના મૃત્યુને કારણે અનાથ બનેલ બાળકોની સારસંભાળ માટે નિરાધારના આધાર સમાન વિશેષ સંવેદના દાખવી હાલમાંજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જાહેર થયેલ ખાસ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૮ લાભાર્થીઓ બાળકોની નોંધણી થઇ ચુકી છે.

mata pita palak yojna

રાજકોટ જિલ્લામાં અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૧૩૫ વિધાર્થીઓને રૂ.૫૭.૩૩ લાખની શિષ્યવૃતિ ચુકવાઇ

સામાજિક સેવા માટે વિવિધ યોજનાઓની અમલવારી માટે થતી કામગીરી. રાજય સરકાર દ્વારા સામાજિક સેવાઓને પ્રાધાન્ય આપી સંવેદનાપુર્વક કામગીરી કરવામાં આવી રહી છે. નાયબ નિયામકશ્રી, સમાજ કલ્યાણ અધિકારી (જી.પં) ,અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ દ્વારા માર્ચ ૨૦૨૧ અંતિત કામગીરી કરી વિવિધ યોજનાઓની અમલવારી કરવામાં આવી રહેલ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં પરિક્ષિતલાલ મજમુદાર પ્રિ એસએસસી શિષ્યવૃતિ યોજનામાં કુલ રૂ.૨૧.૮૫ લાખની જોગવાઇ સામે રૂ.૨૦.૮૫ લાખનો ખર્ચ કરી ૧૮૩૭ વિધાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.જયારે ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગણવેશ સહાય યોજનામાં ૨૮.૩૭ લાખનો ખર્ચ કરી ૪૭૨૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.ધો.૧થી ધો.૮માં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ અતિપછાત પરિવારોના વિધાર્થીઓને ખાસ શિષ્યવૃતિ આપી ૬૧૬ વિધાર્થીઓને કુલ ૮.૦૪ લાખની શિષ્યવૃતિ ચુકવવામાં આવેલ છે. આમ કુલ ૭૧૮૫ લાભાર્થીઓને ૫૭.૩૩ લાખની શિષ્યવૃતિ આપી ગ્રાન્ટ સામે ૯૫.૫૫ ટકા ખર્ચ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment