Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeલાઇફ સ્ટાઇલલગ્ન પહેલા કરો આ કામ, નહીંતર પાછળથી થશે પસ્તાવો

લગ્ન પહેલા કરો આ કામ, નહીંતર પાછળથી થશે પસ્તાવો

Marriage
Share Now

આજકાલ જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરશો, ત્યારે તમને પહેલા તો એ જ દેખાશે કે તમારા મિત્રો અથવા પરિચિતો લગ્ન કરી રહ્યાં છે. તે જ સમયે, કેટલાક સગાઈ અને કેટલાક હનીમૂનના ફોટા પણ શેર કરતા હોય છે. તેમને જોઈને તમારા પરિવારના સભ્યોએ પણ તમને કહેવું પડશે કે, ‘લગ્ન (Marriage)કરો, નહીંતર ઉંમર જતી રહેશે’.

Marriage પછી જીવનમાં આવે છે બદલાવ

છોકરો હોય કે છોકરી, લગ્ન પછી દરેકના જીવન (Life)માં કેટલાક બદલાવ આવે છે. તમને એ પણ ખ્યાલ હશે કે, જે મિત્રો લગ્ન પહેલા રોજ મળતા હતા, તેઓ આજે ઓછા મળવા લાગ્યા છે. તેનું કારણ એ છે કે, તેમના પર પારિવારિક જવાબદારીઓ વધી જાય છે, જેના કારણે તેઓ પોતાના માટે ઓછો સમય કાઢી શકે છે.

જો તમે પણ લગ્ન કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ કામ વિશે વાંચો અને જુઓ કે તમે તે કર્યું છે કે નહીં. નિષ્ણાંતો પણ લગ્ન પહેલા આ કામ કરવાની સલાહ આપે છે.

1. રિલેશનશિપમાં રહો

રિલેશનશિપમાં રહેવા અથવા કોઈને ડેટિંગ (Dating)કરવાથી આપણને એ જાણ થાય છે કે કોણ સાચું છે અને કોણ ખોટું. સેક્સોલોજિસ્ટ, રિલેશનશિપ (Relationship)એક્સપર્ટનું કહેવુ છે કે, “લગ્ન કર્યા પછી દરેક ખુશ હોય છે અને તેમનું જીવન બદલાઈ જાય છે. હું માનું છું કે સંબંધો એ એક પ્રક્રિયા છે જેમાંથી આપણે તમામએ પસાર થવું જોઈએ.”

2. એકલા અથવા રૂમમેટ્સ સાથે રહેવુ

એકલા કે રૂમમેટ સાથે રહેવું તમને ઘણું શીખવે છે. આમ કરવાથી, તમે તમારી જાતને આર્થિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરો છો અને પરિસ્થિતિઓ સાથે લડતા પણ શીખો છો. એકલા કે રૂમમેટ સાથે રહેતા તમને ઘર જેવી સુવિધાઓ મળતી નથી. ઉદાહરણ તરીકે માતાના હાથનું ભોજન, ધોયેલા કપડાં, સ્વચ્છ ઘર વગેરે. જ્યારે તમે એકલા રહો છો, ત્યારે તમારે બધા કામ કરવા પડશે.

3. નાણાકીય રીતે સદ્ધર

ભલે તમે નોકરી (Job)કરી રહ્યા હોવ કે અન્ય કોઈ કામથી તમને આવક થઈ રહી હોય, દરેક વ્યક્તિ માટે આર્થિક રીતે સ્વતંત્ર હોવું ખૂબ જ જરૂરી છે અને તે લગ્ન પહેલા થઇ જ જવુ જોઈએ.

આર્થિક રીતે મજબૂત હોવાનો મતલબ એ છે કે, લગ્ન પછી જો કોઈ સમસ્યા હોય તો તમે એ મુશ્કેલ સમયમાં રહી શકો છો અને લગ્ન પહેલાના બેંક બેલેન્સથી કે આર્થિક રીતે સંજોગો સામે લડી શકો છો.

4. પાર્ટનર સાથે લડવાનો પ્રયાસ કરો

નિષ્ણાંતોના મતે, લગ્ન પહેલાં, તમારે એ પણ જાણવું જોઈએ કે, મુશ્કેલી અથવા ઝઘડાના સમયે તમારી મંગેતર તમને કેવી રીતે હેન્ડલ કરે છે. કારણ કે આ સફળ લગ્નની ચાવી છે.

કેટલીકવાર કપલ વચ્ચે એક જ મુદ્દા પર ગેરસમજ અથવા અલગ-અલગ અભિપ્રાયોને કારણે મતભેદો સર્જાય છે. તેથી, લગ્ન પહેલાં મંગેતર સાથેની લડાઈમાંથી તમે જાણી શકો છો કે, તમારા જીવનસાથીમાં તમને હેન્ડલ કરવાની, તમારી જાતને સમજવા અને પરિસ્થિતિ સામે લડવાની કેટલી ક્ષમતા છે.

5. વિશ્વની મુસાફરી કરો

જો તમને હજુ સુધી તમારી આસપાસની સુંદર દુનિયા જોવા અને અનુભવવાનો મોકો મળ્યો નથી, તો લગ્ન (Marriage)પહેલા મુલાકાત લેવાનો યોગ્ય સમય છે. નહિ તો લગ્ન પછી જવાબદારીઓના કારણે માત્ર પ્લાન જ બની રહી જાય છે અને ઘણી વખત એવો મોકો આવશે કે, છેલ્લા સમયે ફરવા જવાનો પ્લાન કેન્સલ થઈ જશે. જો કે, તમારા પાર્ટનરને પણ ફરવાનો શોખ હશે, તો લગ્ન પછી તમે સાથે ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો: પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું મુળ શું સોશિયલ મીડિયા છે? સંબંધમાં ભંગાણ સાથે અનેક ઘરમાં કકળાટ વધ્યો

દરેક વ્યક્તિનો કોઈને કોઈ શોખ હોય છે. પરંતુ એવા ઘણા લોકો છે જેમને કોઈ પણ વસ્તુનો શોખ હોતો નથી. પણ એ લોકોએ સમજવું જોઈએ કે, શોખ વ્યક્તિને રસપ્રદ બનાવે છે. લગ્ન પહેલા તમારા શોખ બનાવો જેમ કે દોડવું, વાંચન, લેખન, યોગ કે પુસ્તકો વાંચવા વગેરે. તમને ગમતી વસ્તુઓ કરવાથી મન સારું રહેશે અને તણાવ પણ દૂર થશે, આ કારણે તમારું લગ્ન જીવન ખૂબ જ સારું રહેશે.

7. સપોર્ટ સિસ્ટમ બનાવો

લગ્ન પછી ઘણી વખત તમારું મિત્ર વર્તુળ બદલાય છે. લગ્ન પહેલા તમારા ઘણા સ્ત્રી-પુરુષ મિત્રો હોય છે, પરંતુ લગ્ન (Marriage)પછી તેમની સાથે તમારી વાતચીત ઓછી થવા લાગે છે. લગ્ન પછી તમે એક ફ્રેન્ડ સર્કલ બનાવી શકો છો જેમાં તમે ફેમિલી સાથે હેંગ આઉટ કરી શકો છો અને બહાર જઈ શકો છો. આવી મજબૂત સપોર્ટ સિસ્ટમ અથવા મિત્ર વર્તુળ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

8. ગ્રૂમિંગ પર ધ્યાન આપો

ઘણીવાર લોકો તેમના ગ્રૂમિંગ પર વધુ ધ્યાન આપતા નથી. જો કે, દરેક વ્યક્તિ સારી રીતે ગ્રૂમ્ડ લોકોને પસંદ કરે છે, તેથી તમારા ગ્રૂમિંગ પર પણ થોડું ધ્યાન આપવા માટે સમય કાઢે. આમ, કરવાથી તમને આત્મવિશ્વાસ મળશે, જે લાંબા સમય સુધી અકબંધ રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment