Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝશું ઓક્ટોબરમાં આવશે ત્રીજી લહેર ? બાળકો પર તોળાતું જોખમ

શું ઓક્ટોબરમાં આવશે ત્રીજી લહેર ? બાળકો પર તોળાતું જોખમ

corona may peak in october
Share Now

હજુ તો માંડ કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કર્યો અને હવે કોરોનાના ઘટતા કેસો વચ્ચે નવી આશંકાએ ચિંતા વધારી છે. નિષ્ણાતોના મતે ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા છે. ગૃહ મંત્રાલયની સૂચનાઓ પર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકાની વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ત્રીજી લહેર દરમિયાન બાળકો પ્રત્યે વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં નહીં આવે તો ત્રીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા દરરોજ 6 લાખ સુધી પહોંચી શકે છે.

ત્રીજી લહેર દરમિયાન બાળકો વિશે વધુ સાવચેત રહેવાની જરૂર

third wave of corona NIDM દ્વારા આ રિપોર્ટ નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં કોરોનાના ફેલાવા સાથે સંબંધિત પાસાઓ અને નિવારણ માટેના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે ત્રીજી લહેર દરમિયાન બાળકો વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે અને બાળકોને પ્રાથમિકતા પર વેક્સિન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા રોગથી અસરગ્રસ્ત બાળકોને પ્રાધાન્ય આપવું પડશે તેમજ શિક્ષકોનું, શાળાના કર્મચારીઓનું વેક્સિનેશન ફરજિયાત બનાવવું પડશે. રિપોર્ટમાં એવું પણ છે કે બાળકોની સંભાળ રાખવા માટે હોસ્પિટલને એલર્ટ મોડમાં રાખવા માટેની વાત પણ કહેવામાં આવી છે કે જો બાળક સંક્રમિત થાય તો માતા-પિતા માટે હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. રિપોર્ટમાં બાળકોને વેક્સિન આપતી વખતે વધારાની સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : વાયુસેનાનું શક્તિ પ્રદર્શન: રાજનાથ સિંહ અને નીતિન ગડકરીને લઈને નેશનલ હાઈવે પર ઉતર્યા ફાઈટર પ્લેન

કેરળમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,196 કેસ નોંધાયા છે અને 181 લોકોનાં મોત થયાં છે. બુધવારે કેરળમાં કોરોનાના 25,772 કેસ નોંધાયા હતા અને 189 લોકોનાં મોત થયાં હતાં. જણાવી દઈએ કે ભારતનાં બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ પોઝિટિવિટી રેટ છે. કેરળના સાત જિલ્લા (એર્નાકુલમ, ત્રિશૂર, કોઝિકોડ, પલક્કડ, કોલ્લમ અને કોટ્ટાયમ)માં દરરોજ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે અહીં કોરોનાના 532 નવા કેસ નોંધાયા હતા. આ કેસ છેલ્લા કેટલાક સપ્તાહમાં મુંબઈમાં વધતા કોરોના કેસોનો વૃદ્ધિદર દર્શાવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment