Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઓક્ટોબરમાં કોરોના મચાવી શકે છે કોહરામ પરંતુ બાળકો માટે તૈયારીઓ જ નહિ : નીતિ આયોગ

ઓક્ટોબરમાં કોરોના મચાવી શકે છે કોહરામ પરંતુ બાળકો માટે તૈયારીઓ જ નહિ : નીતિ આયોગ

CORONA ON PEAK
Share Now

લોકો હાલમાં કોરોના ભૂલીને બહાર ફરવા લાગ્યા છે. ત્રીજી લહેર ની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે નીતિ આયોગ તરફથી હાલમાં જ કોરોનાના વધતા કેસને લઈને ચેતવ્યા. આ સાથે હવે ગૃહ મંત્રાલયના નિર્દેશનમાં ગઠિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષજ્ઞોની કમિટીએ ભારે ચોંકાવનારી રિપોર્ટ રજૂ કરી છે. તેમના અનુસાર ઓક્ટોબરમાં દેશમાં કોરોના સંક્રમણ પીક પર હશે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર પણ શક્ય છે.

CHILDREN ON THIRD WAVE ત્રીજી લહેર દરમિયાન બાળકો માટે વધારે સંકટની આશંકા

કોરોના સંક્રમણ પર એક ન્યૂઝ પેપરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બાળકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે તો તેમના માટે બાળ ચિકિત્સા સેવાઓ જેમ કે ડોક્ટર, મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર અને એમ્બ્યૂલન્સ જેવી સુવિધા ક્યાંય નથી. આ રિપોર્ટને પીએમઓને મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જો બાયડને ફરી તાલિબાનોને આપી ચેતવણી

ભવિષ્યમાં પ્રતિ 100 મામલામાં 23 મામલામાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડશે

NITI AYOG

આ સાથે નીતિ આયોગના સભ્ય વીકે પોલની પ્રમુખતાવાળા ગ્રુપે પાછળના મહિને સરકારને સલાહ આપી હતી કે જો ભવિષ્યમાં કોવિડ 19ના મામલા વધે છે તો પ્રતિ 100 મામલામાં 23 મામલામાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડશે. અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર આ અનુમાન સપ્ટેમ્બર 2020માં બીજી લહેરના પહેલા ગ્રુપ દ્વારા આપવામાં આવેલા અનુમાનથી વધારે છે. જ્યારે આનાથી ગણના કરવામાં આવી હતી કે ગંભીર અથવા મધ્યમ ગંભીર લક્ષણો વાળા લગભગ 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર રહેશે.

સારી સ્થિતિ માટે આપણે લોકોએ તૈયાર રહેવું જોઈએ- નીતિ આયોગ

નીતિ આયોગમાં કહેવામાં આવ્યું છે કે સારી સ્થિતિ માટે આપણે લોકોએ તૈયાર રહેવું જોઈએ. આયોગ દ્વારા એક દિવસમાં 4થી5 લાખ કોરોનાના કેસનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે આવતા મહિને 2 લાખ આઈસીયૂ બેડ તૈયાર કરવા જોઈએ. જેમાં વેન્ટિલેટરની સાથે 1.2 લાખ આઈસીયૂ બેડ, 7 લાખ આઈસીયૂ વગરના હોસ્પિટલ બેડ (જેમાંથી 5 લાખ ઓક્સિજનવાળ બેડ) અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ હોવા જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment