રાજપીપલામાં આવી છે એક દરગાહ કે જે છે હિંદુ- મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક. ( Symbol of Hindu-Muslim communal unity ) ( Ancient Dargah ) આ દરગાહ છે હઝરત નિઝામ શાહ દાદાની દરગાહ. ( Dargah of Hazrat Nizam Shah Dada ) આ દરગાહ છે 650 વર્ષ પુરાણી. ( Ancient Dargah ) આ દરગાહ એટલી પૌરાણીક છે, જેમાં ગુજરાતની સૌથી લાંબી મજાર આવેલી છે. ગુજરાતની આ એકમાત્ર એવી દરગાહ છે, ( Ancient Dargah ) જેના દરબારમાં આવનારા તમામ લોકોની બાધા, મનોકામાના અવશ્ય પૂરી થાય છે. તેમની મનોકામના પૂરી થતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાનાં પ્રતીકરૂપે અહીં ચાદર ચઢાવે છે. ( symbol of faith )
Ancient Dargah
Ancient Dargah
વડોદરા સ્ટેટ વખતના મહારાજા ગાયકવાડ ( Maharaja Gaekwad ) જ્યારે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે ( Harsiddhi Mata Temple ) આવ્યા હતા. ત્યારે તેમને વાસ્તુ દોષ નડતો હોવાથી તે દોષનું નિવારણ ન થતા તેઓ નાંદોદી દરગાહે આવ્યા હતા. અહીં આવતા જ તેમનો વાસ્તુદોષ નિવારણ થઈ જતા શ્રદ્ધાથી અભિભૂત થયેલા મહારાજાએ અહીં 450 વર્ષ પહેલા સોનાના તારવાળી 8 ચાદરો મજાર પર ચઢાવી હતી. જે આજે પણ મોજૂદ છે. ત્યારથી અહીં દરેક ઉર્સ વખતે ચાદર ચડાવવાનો રિવાજ છે. અહીં મચ્છી અને ખીચડી પણ ચડાવવાનો રિવાજ છે. આ સ્થાપનાનો ઇતિહાસ તાજો કરતા સૈયદ ગુલામ જીલાની મિયાંએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં આ સ્થળ એ હેડંબાવન હતું. અહીં રાક્ષસોનો ભારે ત્રાસ હતો. આકાશમાં ઉડીને અપવિત્ર વસ્તુઓ આ સ્થળે ફેંકતા, તે વખતે અલ્લાહના વલીને સપનું આવ્યું કે તમે રાજપીપળા જાઓ.
Ancient Dargah
નિઝામ દાદાએ રાજપીપળા આવી અલ્લાહની ઇબાદત કરી લોકોને ધાર્મિક જ્ઞાન આપવા લાગ્યા. તે વખતે રાક્ષસો ઉડીને આવતા અને લોકોને હેરાન કરતા હતા.. ત્યારે તેને પકડવા તેમના શિષ્ય હજરત ખિદમત અલીને આદેશ કરતા તેઓ જમીન પર સાડા 13 મીટર લાંબા થઈ ગયા અને રાક્ષસોને પકડીને નાશ કર્યો હતો. તેથી અહીં તેમની યાદમાં સાડા તેર મીટરની સૌથી લાંબી મજાર બનાવાઈ છે. આટલી મોટી મજાર બીજે ક્યાંય નથી. તેની બાજુમાં અન્ય બે મજાર પણ છે. જેના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. ઉર્સ વખતે અહીં ભવ્ય મેળો ભરાય છે.
રાત્રે કવ્વાલીના ભવ્ય જલસામાં જંગી જંગી મેદની ઉમટે છે. રાજપીપળા ખાતે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમો હઝરત નિઝામશાહ નાંદોદ રહેમ તુલ્લાઅલમનો ભવ્ય ઉર્સ યોજાય છે. જેમાં દૂરથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દાદાની મજાર ઉપર ચાદર ચઢાવી પોતાની બાધા આખડી માનતા પુરી કરી શ્રદ્ધાપૂર્વક માથા ટેકે છે. 650 વર્ષથી નિયમિત રીતે ઉર્સ શરીફ મેળામાં ખૂણે ખૂણેથી પરંપરાગત રીતે બીરાદરો શરીફ થાય છે. અહીં ફાતીહાદર એટલે કુરાનપઠન કરવામાં આવે છે. તથા દેગ ચઢાવી હજારોની મેદની માટે સામુહિક ભોજનની વ્યવસ્થા પણ કરાય છે.
રાજપીપલાથી દીપક જગતાપનો અહેવાલ ઓટીટી ઈન્ડિયા ગુજરાત.
આ પણ વાંચો – બહુચરાજી મંદિરમાં થતી “બાબરી” વિધીનું આ છે કારણ
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4