Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઝીરો શેડો ડે પર બની આ ખગોળીય ઘટના

ઝીરો શેડો ડે પર બની આ ખગોળીય ઘટના

ASTROLOGICAL EVENT
Share Now

 

જામનગરના નભો મંડળમાં આજે ચોથી જૂનના દિવસે અલૌકિક ખગોળીય ઘટના બની છે. વર્ષમાં આવતો આજનો એક માત્ર દિવસ એટલે કે ઝીરો શેડો ડે. આજના દિવસે એક એવો સમય ફલિત થાય છે કે જ્યારે સૂર્ય પ્રકાશમાં કોઈ વસ્તુનો પડછાયો બરાબર તેની નીચે પડે છે એટલે કે પડછાયો દેખાતો જ નથી. ૧૨ વાગ્યાને ૪૯ મિનિટે સૂર્ય બરોબર મધ્યમાં રહયો હોવાથી થોડી ક્ષણ માટે સૂર્યનો પડછાયો સિધી લીટી માં પડયો હોવાથી તેનો શેડો ગાયબ થયો હતો. આ અલૌકિક ઘટના સમયે જામનગરના મેયર, ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસી કમિશનર.ડે.મેયર શાસક જૂથ ના નેતા વગેરે સાક્ષી બન્યા હતા. અને જામનગર ખગોળ મંડળ દ્વારા તેના નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોરોના ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોની હાજરીમાં જ આ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

ZERO SHADOW DAY

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાનમાં આ ઘટનાનુ થયું નિદર્શન

JAMANAGAR MINISTERઆજે ૪ જૂનના બપોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાનમાં આ ઘટનાનુ નિદર્શન ખગોળ મંડળ જામનગરના કિરીટભાઈ શાહ તથા અમિત વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતીષ પટેલ,ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસ્તાણી, આસી. કમિશ્નર ભાર્ગવ ડાંગર,ડેપ્યુટી મેયર તપન પરમાર,શાસક જૂથ ના નેતા કુસુમ બેન પંડ્યા વગેરે હાજર રહ્યા હતા, અને “ઝીરો શેડો ડે” ની અલૌકિક ઘટનાના નિદર્શનના સાક્ષી બન્યા હતા.

આ પણ જુઓ : ઝીરો શેડો ડે પર બની આ ખગોળીય ઘટના

વર્ષમાં બે વખત “ઝીરો શેડો ડે “

SUN

વર્ષ દરમિયાન બે વખત બનતી આ ઘટના આજે ૪ જુનના બપોરે ૧૨.૩૯ મિનિટે થઈ હતી. સૂર્ય તેની ઉત્તરાયણ તરફની ગતિ દરમિયાન આજરોજ જામનગર શહેરના નભોમંડળમાં બરાબર માથા ઉપરથી પસાર થયો હતો. આ દરમ્યાન બપોરે ૧૨ વાગ્યાને ૪૯ મિનિટે નિદર્શન માટે મુકવામાં આવેલી દરેક વસ્તુઓનો પડછાયો અદ્રશ્ય થઈ ગયો હતો. આ ઘટનાને જુદા જુદા મોડેલ દ્વારા દશાઁવવામાં આવી હતી, જેના સર્વે મહાનુભાવો સાક્ષી બન્યા હતા.આગામી ૨૧ મી જૂન પછી સૂર્ય તેની દક્ષિણાયન ગતી દરમિયાન ફરીથી ૮ જુલાઈ ના રોજ બપોરે ૧૨.૫૫ કલાકે ફરી જામનગરના માથા ઉપરથી પસાર થશે. ત્યારે ફરી ઝીરો શેડો ડે આવશે.આમ કકઁવૃત અને મકરવૃત વચેના વિસ્તારમાં વર્ષમાં બે વખત “ઝીરો શેડો ડે ” માણી શકાય છે.

રાજકોટમાં ગઈકાલે આ ઘટનાએ લીધો હતો આકાર

રાજકોટના અક્ષાંશ પ્રમાણે આ ઘટના બે વખત એટલે કે તારીખ 3 જૂન અને 9 જુલાઈના રોજ આકાર લે છે. આજના દિવસે આ ઘટનાનું પ્રેકતિકલ રાજકોટ સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે કે આર્યભટ્ટ સાયન્સ મ્યુઝીયમ દ્વારા કરવામાં આવી હતી. બપોરના બરોબર 12:45 કલાકે આ ઘટના બની અને માત્ર 30 સેકંડ માટે બની હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકોને સાચી અને પૂરી માહિતી મળે તે માટે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા વિવિધ વસ્તુઓ પર સૂર્યનો પ્રકાશ વ્યવસ્થિત પડે તે રીતે ગોઠવી હતી. સમય 12:45 થતાની સાથે જ પડછાયો ગાયબ થયો હતો. જેમાં સ્થળ પર ગોઠવવામાં આવેલી વસ્તુનો પડછાયો જેટલી વસ્તુ જમીન સાથે છે તેટલો જ જોવા મળ્યો હતો. એટલે કે કોઈ એક પાઇપ રાખવામાં આવ્યો હોઈ તો તેનો પડછાયો નીચે બંગળી સ્વરૂપે દેખાયો હતો. ઝીરો શેડો માટે સૂર્યની ઉત્તર અને દક્ષિણ તરફની વર્ષ દરમિયાનની ગતિ કે જેને સામાન્ય રીતે અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીયે છીએ. આજે બનેલી આ ઘટના આગામી 9 જુલાઈના રોજ પણ જોવા મળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment