Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝત્રીજી લહેર માટે વિજયભાઈ નો આ નિર્ણય, તમને ખબર છે?

ત્રીજી લહેર માટે વિજયભાઈ નો આ નિર્ણય, તમને ખબર છે?

CM Vijaybhai Rupani
Share Now
 • ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે, દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે.
 • દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
 • વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કેવી રીતે વધારવી તેના પર વધુ ધ્યાન રાખવામાં આવશે

vijaybhai rupani

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં તેઓ મોટી જાહેરાત કરી શકે છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે અને ખૂબજ ઝડપથી કંટ્રોલમાં પણ આવી ગઈ છે. ત્યારે ત્રીજી લહેરની શક્યકતાઓ વચ્ચે સરકાર દ્વારા શું તૈયારીઓ કરાઈ છે અને તેને પહોંચી વળવા માટે કયા પગલાં લેવામાં આવશે તેને લગતી જાહેરાત કરી શકે છે. તે ઉપરાંત આરોગ્યલક્ષી જાહેરાત થવાની પણ શક્યકતાઓ સેવાઈ રહી છે. હોસ્પિટલના સ્ટાફ અંગે પણ જાહેરાત થઈ શકે છે.

આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજુ કર્યો

 • 10 મેના રોજ મળેલી સૂચના પ્રમાણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
 • STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવી
 • ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી
 • ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે
 • નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે
 • વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે
 • બેડની અવેલીબિટી ની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે
 • ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી
 • સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી
 • જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો
 • ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો
 • પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
 • પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે
 • ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
 • દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
 • રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે
 • દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે
 • લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે
 • હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે
 • દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
 • દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
 • વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે
 • ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે
 • સેકન્ડ વેવમાં 108 અને 104ની સેવા મહત્વની રહી છે
 • 108 ઈમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે
 • ગુજરાત દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું રાજ્ય છે
 • મુકરમાઈકસીસ માટે મેડીકલ કોલેજમાં સારવાર કરવમાં આવી
 • મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે

CM and DY CM

આરોગ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું

 • પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી
 • ત્રીજો વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટેની તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવાંમાં આવ્યું છે
 • કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલાય રાજ્ય છે
 • અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માટે તૈયારી કરતા હતા
 • પણ સંભવિત વેવ કેટલો આવશે તે માટે કોઈ ચોક્કસ આંકડો નથી
 • સંભવિત સંખ્યા પૂરેપૂરી આવે તો એની સામે કેટલી જરૂરિયાત છે તે માટે સીએમ ડેસ્ક સાથે સંકળાઈને જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે તેવું આયોજન કરાશે
 • દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરાશે
 • કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરાશે
 • ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરુ કરી દેવામા આવ્યું છે
 • ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
 • નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી 108ને સોંપી દેવામાં આવી છે
 • દર્દીઓના સગાઓ ઓનલાઈન જોઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે
 • દરેક દર્દીને ઘરની નજીકમાં જ પથારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે

રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો

રાજ્યમાં રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના 1.55 કરોડ એટલે કે 33.51% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં માત્ર 6 દર્દીના જ કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરમાં 2 અને જામનગર શહેરમાં 1, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં 1-1નું મોત થયું છે. બીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે અને 490 નવા કેસ સામે આવ્યા છે.

આ પણ જુઓ : બાળકોના હાથમાંથી ‘ છીનવાયા ‘ રમકડાં

ઓક્સિજન પર જીએસટી ઘટાડાયો

આ સાથે જ તેમણે જાણકારી આપી કે, કોરોનાના દર્દીઓ માટે વપરાતા ઓક્સિજન પર 12 ટકા જીએસટી હતો જે ઘટાડી 5 ટકા કરાયો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દૈનિક 700થી 1250 મેટ્રીક ટન ઓક્સિજન વપરાતો હતો. આવી જ રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન, કોન્ટ્રેસ્ટર અથવા જનરેટર વપરાતા હોય તેના માટે અત્યાર સુધી 12 ટકા GST હતો તે ઘટાડીને 5 ટકા કરાયો છે.

nitinbhai patel

વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો જે ઘટાડીને 5 ટકા કરાયો છે. વેન્ટિલેટર સાથેનું માસ્ક, સાધનો અથવા જે હેલ્મેટનો ઉપયોગ કરાય તે સાધનો પર 12 ટકા GST હતો તેને પણ ઘટાડીને 5 ટકા કરાયો છે. સાથે જ બાયપેપ મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો. દર્દીને હાઈફ્લો ઓક્સિજન સપ્લાય કરતા નેસલ ફ્લોમાં પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.

કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટી 5 ટકા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે વપરાતા ટોસીલીઝુમેબ અને એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન પર જીએસટી માફ કરાયો છે, સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. કોરોનાની સારવારમાં અત્યારે જેટલી પણ દવા વપરાય છે અને ભવિષ્યમાં વપરાઈ શકે છે. તે તમામ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરવો તે બાબતે ચર્ચા થઈ હતી. ભારત સરકાર દ્વારા દવાઓનું લિસ્ટ બનાવીને GST કાઉન્સિલને આપવામાં આવશે. તે તમામ દવાઓ પર એક સરખો ટેક્સ કરવામાં આવશેસ, તેમ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

હેન્ડ સેનિટાઈઝર, ઓક્સિમીટર સસ્તું થશે

કોરોનાની ટેસ્ટની કિટ પર 12 ટકા જીએસટી હતો તે ઘટાડીને 5 ટકા કરાયો. જેનાથી ટેસ્ટિંગ કરાવવાના ખર્ચમાં પણ ઘટાડો થશે. સાથે ડાયેગ્નોસ્ટિક કિટ, ડિ-ડાઈમર અન્ય ટેસ્ટ કરાય છે તેની કિટ પર પણ જીએસટી 12થી ઘટાડી 5 ટકા કરાયો છે. પલ્સ ઓક્સિમીટર પર 12 ટકા જીએસટી હતો તે ઘટાડીને 5 ટકા કરાયો. હેન્ડ સેનિટાઈઝર પર 18 ટકા જીએસટી હતો તે ઘટાડીને 5 ટકા કરાયો છે. થર્મોમીટરમાં 18 ટકા જીએસટી હતો તે ઘટાડીને 5 ટકા કરાયો.

10 લાખની એમ્બ્યુલન્સ પર 1.60 લાખની બચત

મૃતક વ્યક્તિના અગ્નિ સંસ્કાર કરવા માટે નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓ તથા સેવા ભાવી સંસ્થાઓ કામ કરતી હોય છે. આ માટે જે પણ CNG ગેસ, ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોય તેના સાધનો પર 18 ટકા ટેક્સ લાગતો હતો, તેના બદલે હવે 5 ટકા GST લાગશે. એમ્બ્યુલન્સમાં GST 28 ટકા હતો, તેમાં 16નો ઘટાડો કરીને 12 ટકા કરાયો છે. જેથી હવે 10 લાખની એમ્બ્યુલન્સની કિંમતમાં હવે 1.60 લાખનો ઘટાડો થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment