Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટઆ તે વડી કેવી ફેશન? શું તમે જોયો છે આવો અતરંગી ફેશન ડિઝાઈનર…

આ તે વડી કેવી ફેશન? શું તમે જોયો છે આવો અતરંગી ફેશન ડિઝાઈનર…

neel ranaut
Share Now

Social media viral– એક બાજુ છે ફેમસ હિરોઈન અને બીજી બાજુ કોણ છે? જી હા આ વ્યક્તિનું નામ છે સરબજીત સરકાર. તે ત્રિપુરાનો રહેવાસી છે. આજની દુનિયામાં ડિઝાઈનરના પાછળ લોકો ભાગી રહ્યા છે. લોકો તેના ચક્કરમાં પોતાના જલ્દી-જલ્દી ફોટો સોશિયલ મિડીયામાં અપલોડ કરી દેતા હોય છે, ( Social media viral )  કે કંઈ ફેશન ન બદલાઈ જાય. ત્યાં આ સરબજીત કંઈક દુનિયાથી અલગ જ ચાલી રહ્યા છે. તે પોતાનો અલગથી રસ્તો બનાવી રહ્યા છે. તે સેલેબ્સ જેવી ફેશનને ફૉલો કરે છે પણ પોતાની જ સ્ટાઈલમાં. 

neel ranaut

Image courtesy: ranautneel ( Instagram )

તે કંગનાનાં મોટા ફેન છે

સરબજીત કંગનાના ફેન છે, એટલું જ નહીં તેણે પોતાના ઈંસ્ટા આઈડી પર Neel ranaut રાખ્યું છે. તેણે પોતાની આ યાત્રાની શરૂઆત ટિકટૉકથી કરી હતી. ઈંસ્ટાની પહેલા તે ટિકટૉક પર વિડિયોઝ પોસ્ટ કરતો હતો.

neel ranaut

Image courtesy: ranautneel ( Instagram )

લોકલ સોર્સ હોય છે તેની ફેશન પાછળ

સરબજીતનો સોર્સ હંમેશા લોકલ રહ્યો છે. જેમ કે તે પાંદડાઓની ડ્રેસ બનાવી લે છે. ફૂલોનો પણ ઉપયોગ કરીને પોતાનો ડ્રેસ બનાવી લે છે. આ ઉપરાંત તે તેની માતા ના પણ કપડાનો ઉપયોગ કરી ડ્રેસ બનાવી લે છે. સરબજીતે બી.એ ( LLB )  કર્યું છે. પરંતુ તેનુ મન હંમેશા ફેશનમાં જ રહેલું હતું. તે પોતાની પોસ્ટના માધ્યમથી કેટલાય લોકોને હસાવવાનું કાર્ય કરી રહ્યો છે.

neel ranaut

Image courtesy: ranautneel ( Instagram )

મા અને મોટી મમ્મીએ કર્યો સપોર્ટ

પોતાના એક ઈન્ટરવ્યુંમાં સરબજીતે કહ્યું હતુ કે આ કામ કરવામાં તેણી મા અને મોટી મમ્મી તેને ઘણો સપોર્ટ કરે છે. જેમ કે આપ જાણો જ છો કે સમાજમાં પુરૂષોને લઈને જે વિચારો છે કે તેઓ આ કામ નહી કરી શકે…આ કામ તેમને ન કરવું જોઈએ…જેવા વિચારો તેમના ફેમેલીને અસર નથી કરતા. તેના આ કામમાં સપોર્ટ કરીને તેની ફેમેલી આ બધા વિચારો પર પ્રહાર કરે છે. જે તમામ ફેમેલી માટે એક પ્રેરણા લેવા જેવી બાબત છે. આજે સરબજીતના આ કામને જોઈ ભલે ઘણા મજાક ઉડાવે પરંતુ તેની ક્રિએટીવીટીને તમામ લોકો વખાણી પણ રહ્યા છે અને ખુશ પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો- બાર્બી ડૉલ: આ બાર્બી ડૉલે પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચોંકાવી દુનિયાને

No comments

leave a comment