Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે બનાવો મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા!

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે બનાવો મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા!

tuverthotha
Share Now

શિયાળો આવી ગયો છે અને જો તેમે બ્રેડ કે કુલ્ચાની સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો બીજુ શું જોઇએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે.શિયાળો આવે એટલે ગરમાગરમ અને ચટપટી વાનગીઓની પાર્ટીઓ શરૂ થઈ જાય. ઉત્તર ગુજરાતમાં જાઓ તો ખેતરો કે પાર્ટી પ્લોટ્સમાં તુવેરન ટોઠા સાથે જલેબી કે લીલી હળદરના શાક સાથે બાજરીના રોટલાની પાર્ટીઓ વારંવાર યોજાતી જ હોય છે. તો કાઠિયાવાડમાં જાઓ તો તાવો ચાપડીની પાર્ટીઓ યોજાય. સુરતમાં તો સુરતી ઊંધીયાની પાર્ટીઓ ના જોવા મળે તો જ નવાઇ તો વળી ગરમાગરમ દાળબાટીની પાર્ટીઓ યોજાતી જ હોય છે. તો તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઇસી ફૂડ ભાવતું હોય તો તેમને ખૂબ જ મજા આવે છે.શિયાળો આવવાની સાથે જ લોકો ખાવા માટે ઉમટી પડે છે.ટોઠા ઘરે બનાવવાની રીત સરળ છે તો આજે જ જાણો લો ટોઠા (Tuwer Thotha)બનાવવી સરળ રેસિપી અમે જણાવીશું તમને તેની રીત.

તુવેરના ટોઠા(Tuwer Thotha) બનાવવાની રીત

સામગ્રી:

1 કપ તુવેર
1 કપ ટામેટા પ્યુરી
1 ઝીણી સમારેલી ડુંગળી
3 મોટા ચમચા આદુ-મરચાંની પેસ્ટ
3 મોટી ચમચી વાટેલું લસણ 
પસંદ હોય તો ઉપર લીલી ડુંગળી ભભરાવી શકો
1 મોટી ચમચી તેલ
1 ચપટી હિંગ
અડધી ચમચી હળદર 
2 મોટી ચમચી મરચુ
1 મોટી ચમચી ગરમ મસાલા પાવડર
સ્વાદાનુસાર મીઠું

તુવેરને ૪-૫ કલાક પલાળી રાખી થોડું મીઠું નાખી મધ્યમ ગેસ પર કૂકરમાં 3-4 સીટી મારી બાફી લો.અને ત્યાર બાદ તુવેર બરાબર સોફ્ટ થઈ જવી જોઇએ તેવી રીતે તેને બાફો.ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો.અને તેલ તપી જાય એટલે તેમાં હિંગ અને લસણની પેસ્ટ નાખો. લસણ સંતળાઇ જાય એટલે તેમાં સૂકી ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર ચડવા દો. અને તમે તમારા ભાવતા મસાલા પણ નાખી શકો છો.ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી ૧૦ મિનિટ ચડવા દો. સૌથી છેલ્લે તેમાં બાફેલી તુવેર ઉમેરો અને બરાબર હલાવો. છેલ્લે તેમાં ગરમ મસાલો અને સ્વાદ મુજબ ગોળ ઉમેરી ૫-૭ મિનિટ ધીમા તાપે ચડવા દો. હવે કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી બ્રેડ કે રોટલા સાથે મજા લો તુવેરના ટોઠાની.તો સાથે જ સાથે-સાથે ગરમાગરમ જલેબી હશે તો ચોક્કસથી મજા વધી જશે.tuver thotha

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

તુવેર કેટલી બાફવી?

તુવરેને ધોઇને ઓછામાં ઓછી 4-5 કલાક પલળવા દો. કૂકરમાં 1 ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને 3થી 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. કૂકર ઠંડુ પડે એટલે તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહિ તે ચેક કરી લો અને  ન થઈ હોય તો 1-2 સીટી વાગવા દો અને તુવેર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બફાવા દો.અને તેમને પુરી રીતે બાફવામાં ધ્યાન રાખો. વધારે બફાવાથી તેનો ટેસ્ટ બદલાઇ જશે.

તુવેરના ઠોઠા( Tuwer Thotha)વઘારવાની રીત:

તેલને એક કડાઈમાં ગરમ કરો. તેમાં હીંગ અને લસણની પેસ્ટ નાંખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખીને સાંતળો. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટા નાંખીને દસેક મિનિટ સાંતળવા દો.ટમેટા સહેજ પ્યુરી જેવા પોચા થઈ જાય એટલે બાફેલી તુવેરને તપેલામાં નાંખીને બરાબર હલાવો અને તેમાં ગરમ મસાલો ગોળ ખટાશ વગેરે સ્વાદનુસાર ઉમેરી શકો છો. અને પંસદ હોય તો તેને લીલી ડુંગળીથી ગાર્નિશ કરો.તો તમને એ પણ જણાવી દઇએ કે આ ખાવાની વધારે મજા તમને ખેતરમાં આવશે.પણ અમે બતાવેલી રીતથી તમે મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા જોરદાર બનાવી શકો છો.તમે તુવેરના ટોઠા રોટલી સાથે પણ ખાઇ શકો પણ બ્રેડ અને કુલ્ચા સાથે ટોઠા ખાવાથી વધારે મજા આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment