Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeનેચર & વાઈલ્ડ લાઈફઆ છે સ્વર્ગનો બંગલો !!!

આ છે સ્વર્ગનો બંગલો !!!

Animal-bird love
Share Now

સેવા કાજે બધું કુરબાન 

આજના ટેકનોલોજી અને મોંઘવારીના જમાનામાં ક્યાં માણસનું સપનું નહી હોય કે તેને મોટી ગાડી હોય, બંગલો હોય અને સુખ-શાંતિ વાળું જીવન હોય…? દરેક માણસની આ જીવન જરૂરીયાત છે. પણ કોઈ માત્ર સેવા નાતે આ બધું જ કુરબાન કરી નાખે એવું જો સંભાળવા મળે તો ચોક્કસ કાનને પણ આશ્ચર્ય થાય.

 

Animal-bird love

આકર્ષક બંગલો બન્યો પશુ-પક્ષીનું આશ્રય

કચ્છ જીલ્લાના માંડવીમાં એક એવો પરિવાર રહે છે કે જેણે પોતાનું ઘર એક આકર્ષક બંગલો પશુ-પક્ષીઓનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે, અહી જ સ્વર્ગ બનાવી દીધું છે. આ પશુ-પક્ષી બંગલામાં હાલ ચકલીઓ અને 20 જેટલા અલગ અલગ પ્રજાતિના શ્વાન રહે છે. દર મહીને તેના માટે 30 થી 35 હજારના ખર્ચ અને સાથે કીમતી સમય પણ જીવદયા માટે કાઢે છે. બંગલમાં લાલ, પીળા, લીલા અને ન જાણે કેટ કેટલા અવનવા છોડથી વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું છે. આંખોને જોતા જ ગમી જાય તેવા બંગલામાં આ પરિવાર પશુ-પક્ષીઓને પરિવારના જ એક સભ્યની જેમ સાચવે છે. તેની સાથે રમે છે, તેને જમવાનું આપે છે, અરે…તેના હાથેથી જમાડે છે. એટલુ જ નહિ પણ કોઈ પશુ કે પક્ષીનું આકસ્મિક મૃત્યુ થાય તો 700 વારના પ્લોટમાં જ તેમને સમાઘી અપાય છે.

Animal-bird love

પશુઓ અહી કરે છે પ્રેમથી ભોજન 

રિટાયર્ડ આરોગ્ય કર્મચારી ઉષાબેન સવારે પાંચ વાગ્યાથી પશુ-પંખીઓની અને પ્રકૃતિની સેવામાં લાગી જાય છે. બાદમાં તેમના પતિ પણ જોડાય છે. પશુ-પક્ષીઓનો જમવાનો સમય થયા ત્યારે ઉષા બહેન થાળી વગાડે છે અને બધા જ સમૂહ ભોજન માટે એકઠા થઇ જાય છે. પશુઓ માટે 4 કિલો ઘઉંની રોટલી દુર-બિસ્કિટ જેવી વ્યવસ્થા કરે છે. શ્વાન માટે ખાસ દૂધ ને રોટલી મિક્સ કરે છે. અને દરેકને ઘરનાં સભ્યોની જેમ પશુ-પંખીઓને ખવડાવે છે.

Animal-bird love

આ ઘર છે કે સ્વર્ગ !

ઘરના આંગણામાં આંબા, આંબળા, ચિકુ, લીયાર, સેતુર, જેવા વૃક્ષો વાવી પક્ષીઓની ખાવાની વ્યવસ્થા સાથે કૃત્રિમ માળા બનાવી રહેવાની પણ વ્યવસ્થા કરી છે. અને જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી…જેથી પક્ષીઓને અહી જ બધી સગવડતા મળી રહે છે. તેઓ તો અહી સુરક્ષિત છે જ જોશી પરિવારને પણ અબોલ જીવો સુરક્ષિત રાખે છે. પરિવાર ઘરની બહાર ખરીદી માટે બજારમાં કે બહાર જાય તો ઘરને તાળું પણ મારતા નથી. ઘરના શ્વાન ઘરની રખેવાળી કરે છે. એવું નથી કે તેઓ માત્ર જીવદયાની જ સેવા કરી છે. આ પરિવાર પ્રકૃતિની પણ સેવા કરે છે. રંગબેરંગી દેખાતા આ બંગલામાં અનેક ફૂલછોડ છે તેનું ઉષાબેન જાતે જ જતન કરે છે. એ જોતા જ જાણે સ્વર્ગનો અહેસાસ થાય.

Animal-bird love

સ્વાનનું મૃત્યુ થાય તો તેને અહી જ સમાધિ અપાય છે

જોષી પરિવારમાં ઉષાબેન અને તેમના પતિ જીતેન્દ્રભાઈ અને દિકરો ઉંમગ એમ ત્રણ જણ સાથે ઘરમાં 6 થી 7 શ્વાન, ચકલી, પોપટ, ખિસકોલી પણ રહે છે. તેની સાથે સોસાયટીના અન્ય પશુઓ પણ ઘરમાં એકબીજાનો ડર રાખ્યા વગર બિન્દાસ ફરે છે. બધા જ પશુ-પક્ષીઓ અહી જ જમે છે અને અહી જ રમે છે. જો કોઈ પશુ-પંખી મૃત્યુ પામે તો તેની સંપુર્ણ ઘાર્મિકક્રિયા વીઘી સાથે સમાઘી પણ બનાવે છે. આ 700 વારના પ્લોટમાં એક ચોક્કસ જગ્યા પશુઓની સમાઘી માટે બનાવવામાં આવી છે. ત્યાં સમાધિ આપવામાં આવે છે. ઘરમાં લેબ્રાડોર, આલશેશીયન, જર્મન શેફર્ડ, સહિત 7 જેટલા શ્વાનો રહે છે. જો કોઈ શ્વાનનું આકસ્મિક મૃત્યુ થાય તો માનવની જેમ તેને સમાઘી આપી અગીયાર દિવસ સુઘી તેની સમાઘી સ્થાન પર દિવો પ્રગટાવે છે.

Animal-bird love

પશુ-પક્ષી પ્રેમ જીવનમાં વણાઈ ગયો 

આ આખા પરિવારે જાણે પશુ-પંખીઓનાં પ્રેમને જીવનમાં વણી લીઘુ હોય તેવું દ્રશ્ય અહી ઉભુ થયું છે. હકીકત છે કે, પ્રેમ ગાંડો હોય છે…પછી તે પ્રકૃતિનો હોય કે પશુ-પંખીઓ કે માનવ જાતનો હોય. પણ તેને પામવાની જીદ વ્યક્તિ હંમેશા પુરી કરતો હોય છે. અને આ જ પ્રેમથી કોઈની જિંદગીમાં કંઇક અનોખો જ રંગ ભરી દેતા હોય છે.

આ પણ વાંચો : એક દાસ્તાન દોસ્તીની 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment