બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ગ્રામ્ય રક્ષક દળની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 600 ગ્રામ્ય રક્ષક દળની ભરતીમાં આશરે 6 હજાર જેટલા ઉમેદવારો એક સાથે પોલીસ હેડક્વાર્ટર આવી પહોંચ્યા હતા. જેને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. ત્યારે ભીડને કાબુમાં લેવા માટે પોલીસે મજબૂરીમાં લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો. ત્યારે આ સમગ્ર બાબતને લઈને તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ભરતી પ્રક્રિયાને લઈને તંત્રના આયોજન પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
પાલનપુરમાં જામ્યો બેરોજગરોનો મેળો
પાલનપુરમાં આજે 600 GRD માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે 600 જગ્યા માટે આશરે 6 હજારથી પણ વધુ યુવાનો ગ્રામ્ય રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં ઉમટી પડ્યા હતા. એક સાથે હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. અને જાણે બેરોજગારોનો મેળો જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સમગ્ર બાબતે તંત્રના આયોજન પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રએ આ બાબતે કોઈ આયોજન કર્યું હતું કે નહીં? કે પછી કોઈ પણ પ્રકારના આયોજન વગર તંત્ર દ્વારા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા? આમ, કોરોના ભય વચ્ચે તંત્રની ઘોર બેદરકારીની બોલતી તસવીર સામે આવી છે.
#WATCH गुजरात: पालनपुर में ग्राम रक्षा दल (GRD) की 600 पदों की भर्ती के लिए हज़ारों की तादाद में उम्मीदवार उमड़े। pic.twitter.com/MMUxqeRHiV
— ANI_HindiNews (@AHindinews) November 27, 2021
આ પણ વાંચો:કોરોનાના નવા વેરીએન્ટને લઈને ગુજરાત સરકાર એલર્ટ, વિદેશથી આવનાર લોકો માટે RT-PCR અનિવાર્ય
પાલનપુર GRDની ભરતી પ્રક્રિયામાં એક સાથે 6 હજાર જેટલા ઉમેદવારો પહોંચી જતાં વ્યવસ્થા ખોરવાઇ હતી. અને પોલીસ હેડક્વાર્ટર ખાતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે GRDમવ ભરતી માટે આવેલ ઉમકેદ્વારો પર હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
બેરોજગારીને લઈને ઉઠયા સવાલ
મહત્વનું છે કે રાજ્યમાં એક બાજુ LRD અને PSIની ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જેમાં પણ લખો ઉમેદવારોએ અરજી કરી છે. અને પાલનપુરમાં GRDની ભરતી પ્રક્રિયામાં સર્જાયેલી અફરા તફરી ક્યાંકને ક્યાંક રાજ્યની બેરોજગારીની સ્થિતિ દર્શાવી રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4