ભોપાલ (Bhopal)ના હમીદિયા હોસ્પિટલ કેમ્પસ ખાતે ગઇકાલે સોમવારે અંદાજે 9 વાગ્યે ભીષણ આગ લાગી હતી. પરિસરમાં આવેલા બિલ્ડિંગના ત્રીજા માળ સ્થિત પીડિયાટ્રિક વોર્ડમાં આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટનાને પગલે 3 નવજાત બાળકનાં મોત થયાં છે. ત્રણ કલાકની ભારે જહેમત બાદ રાતે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
#UPDATE | Three children die at the children's ward of Kamla Nehru Hospital in Bhopal following an incident of fire, says Madhya Pradesh CM Shivraj Singh Chouhan
A high-level enquiry has been ordered into the incident, the CM adds https://t.co/43HHRX1RdN pic.twitter.com/WNnFdmZzZw
— ANI (@ANI) November 8, 2021
Bhopal માં બિલ્ડિંગ શિફ્ટિંગ પહેલાં જ આગની ઘટના ઘટી
મળતી માહિતી મુજબ, જે ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગી છે, તેને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો હતો. તે પહેલાં જ આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી. આગ લાગવાની ઘટના બાદ કેટલાક લોકોને સ્ટ્રેચરથી બહાર નિકાળી અને બીજી હોસ્પિટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
भोपाल के कमला नेहरू अस्पताल के चाइल्ड वार्ड में आग की घटना दुखद है। बचाव कार्य तेजी से हुआ। घटना की उच्चस्तरीय जांच के निर्देश दिए हैं। जांच एसीएस लोक स्वास्थ्य एवं चिकित्सा शिक्षा मोहम्मद सुलेमान करेंगे।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 8, 2021
મુખ્યમંત્રીએ તપાસ સોંપી
મુખ્યમંત્રી શિવરાજસિંહે આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, ભોપાલના કમલા નહેરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગેલી આગ દુ:ખદ છે. દુર્ભાગ્યવશ ગંભીર બીમારીથી પીડાતા ત્રણ બાળકોને બચાવી શક્યા નથી. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ તપાસ એડિશનલ ચીફ સેક્રેટરી લોક સ્વાસ્થ્ય તેમજ ચિકિત્સા શિક્ષા મોહમ્મદ સુલેમાન કરશે. ઘટના પર મારી સતત નજર છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડની સાયરનો સતત વાગતી રહી,જાણો ફાયરબ્રિગેડની ટીમને કેટલા કોલ આવ્યા ?
Bhopal ખાતે આગ લાગવાની ઘટનાનું કારણ અકબંધ
આ દુર્ઘટના પાછળ અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. ઘટનાને લઇને સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, સિલિન્ડર અથવા વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયો છે. તો કેટલાકે શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે રિપોર્ટ માગ્યો છે. આ સાથે જ હોસ્પિટલને બાળકોની સુરક્ષા અને ઇલાજના આદેશ આપ્યાં છે.
બસમાં આગ લાગી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4