હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાત્રી દરમિયાન પોલીસ દ્વારાકડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા અને અન્ય બે લોકોની દિવાળીની મોડી રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રણ લોકોની કરાઇ અટકાયત
ગુજરાતમાં દારૂબંધી લાગુ છે. તેમ છતાં રાજકીય નેતા દ્વારા જ દારૂબંધીનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાનો મામલો રાજકોટના ગોંડલમાં સામે આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર દિવાળીની મોદી રાત્રે ગોંડલ પોલીસ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં પકડાયા હતા. ત્યારબાદ આ ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવતા તેમની બોલવાની રીતભાતથી તેઓ નશામાં હોય તેવી શંકા પોલીસને જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓનો નશાની હાલતમઆ હોવાનું સામે આવ્યું હતું. જેમ,આથી એક ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા પણ હતા.
આ પણ વાંચો:હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા ઇસ્માઇલભાઇ
દારૂના નશામાં ઝડપાયેલા ત્રણ લોકોમાં એક વ્યક્તિ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઇ રસીકભાઇ વઘાસીયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજા બે વ્યક્તિઓની ઓળખ ચંદુભા અમરસંગ જાડેજા અને આશિષભાઇ રસીકભાઇ કુંજડીયા તરીકે કરવામાં આવી છે. ત્યારે પોલીસે ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાત્રી દરમિયાન પોલીસ દ્વારાકડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા અને અન્ય બે લોકોની દિવાળીની મોડી રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4