Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeડિફેન્સJ&K: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

J&K: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

Share Now

ઉત્તર કાશ્મીરના સીર જાગીર ગામમાં સુરક્ષાદળોએ ત્રણ અજાણ્યા આતંકી (Terror)ઓને ઠાર કર્યા છે. પોલીસે તેની જાણકારી આપી છે. ત્રણ આતંકી (Terror)ના ખાત્મા બાદ આ વર્ષે આતંકીઓને ઠાર કર્યાની સંખ્યા 100 ને પાર પહોંચી છે.   

મળતી માહિતી મુજબ પોલીસ (Police), સીઆરપીએફ (CRPF)અને સેના (Army)એ મળીને સીર જાગીર ગામમાં સોમવારે રાત્રે તપાસ હાથ ધરી અને ઓપરેશન (Operation)ને પાર પાડ્યુ હતુ. તપાસ દરમિયાન મંગળવારે સવારે આતંકી અને સુરક્ષાદળો (Security Force)વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ એન્કાઉન્ટર (Encounter)માં ત્રણ આતંકીનો ખાત્મો થયો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આતંકીઓની હજુ સુધી ઓળખ થઇ નથી.

 

પોલીસ પ્રવક્તાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર થયાની જાહેરાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે સુરક્ષાદળો (Security Force)એ તપાસ હાથ ધરતા આતંકી (Terror)ઓ પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે.  ઓપરેશન હાલમાં ખતમ થઇ ગયુ છે.

આતંકી અને સુરક્ષાદળોની અથડામણને પગલે પોલીસે સોપોરમાં મોબાઇલ ઇન્ટરનેટ (Internet)સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ શ્રીનગર અને બારામુલાની વચ્ચે રેલ સેવાને પણ સ્થગિત કરી દીધી છે કારણ કે રેલવે લાઇન તે ગામથી જ પસાર થઇ રહી છે, જ્યાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી.

એક દિવસ પહેલા પોલીસે (Police) ટીઆરએફ ચીફ અબ્બાસ શેખ અને તેના સહયોગી સાકિબ મંજૂરને શ્રીનગર (Srinagar)માં એક અભિયાન દરમિયાન ઠાર કર્યો હતો. આ ત્રણ આતંકી (Terror)ઓના ખાત્મા બાદ આ વર્ષે આતંકીઓના ઠાર થવાની સંખ્યા 100 ને પાર પહોંચી 107 થઇ છે.

પોલીસે (Police)જણાવ્યું કે 100 આતંકીઓમાંથી વધારે સ્થાનિક હતા અને અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા ટોંચના કમાન્ડર હતા. ગઇકાલે સોમવારે આઇજી કુમારે પણ અબ્બાસ શેખને ઠાર કર્યાને સુરક્ષાદળોની મોટી સફળતા ગણાવી હતી. સુરક્ષાદળોએ ત્રણ આતંકીનો ખાત્મો કર્યા બાદ છેલ્લા 24 કલાકમાં 5, ગત્ત 10 દિવસમાં 6 અને આ વર્ષે કુલ 107 આતંકીનો ખાત્મો કર્યો છે.

ઉલ્લેખનિયછે કે અવંતીપુરામાં સુરક્ષાદળ (Security forces)ના જવાન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન પમ્પોર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર પહોંચેલા જવાન પર આતંકીઓએ ગોળીબાર (Firing)શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરતા સામે ફાયરિંગ કર્યુ હતુ જેમાં બે આતંકી ઠાર મરાયા હતા.

આતંકીઓએ નેતાની હત્યા કરી

ઉલ્લેખનિય છે કે આતંકીઓએ આ પહેલા કુલગામમાં રાજનેતા ગુલામ હસન લોનની ગોળી (firing) મારી હત્યા કરી નાખી હતી.  તે પહેલા પણ કુલગામના જ બ્રજલૂ વિસ્તારમાં આતંકી (Terror)ઓએ ભાજપ (BJP) નેતા જાવેદ અહમદ ડારની ગોળી મારી હત્યા કરી હતી. તો કુલગામમાં આતંકીઓએ 9 ઓગષ્ટના રોજ ભાજપ નેતા ગુલામ રસૂલ ડારની પણ હત્યા કરી હતી.

રાજૌરીમાં બે આતંકી ઠાર કર્યા હતા

નોંધનીય છે કે આ પહેલા પણ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે જ સુરક્ષાદળો (Security forces) અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જે અથડામણમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઠાર કરાયેલા આતંકીની તપાસ હાથ ધરતા તેની પાસેથી એકે-47 અને પિસ્તોલ જેવા હથિયાર જપ્ત થયા હતા. આ તકે કાશ્મીર જોન પોલીસે (Police) જાણકારી આપતા કહ્યું હતુ કે, બડગામના મોચવા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે, પોલીસ અને સુરક્ષાદળો ઓપરેશન પાર પાડી રહ્યા છે. તે પહેલા શુક્રવારના રોજ પણ જમ્મુના રાજૌરીમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષાદળોએ અહીં એનકાઉન્ટર (Encounter)માં બે આતંકીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીર : અવંતીપુરામાં સુરક્ષાદળો અન આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment