ગુજરાતમાં હાલ વાતાવરણમાં અનાચનક પલટો જોવા મળી રહ્યો છે. શિયાળામાં( winter) ઉનાળો હોય તેવો માહોલનો અનૂભવ થઇ રહ્યો છે. રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.જેના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે.અનેગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગત બુધવારથી શુક્રવાર એમ ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે ઉનાળા જેવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ હાલ હવામાનવિભાગએ વરસાદની આગાહી કરવામાં આવી છે.ધણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.તેમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદની આગાહી નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કું જોવા મળી શકે છે.
કેટલું છે તાપમાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોનું તાપમાન ઉંચકાયું છે. સુરતમાં તો લધુત્તમ તાપમાન ઉનાળાની સિઝનની માફક 26 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સિવાય ડીસાનું 21.5, વડોદરાનું 22.2, સુરતનું 26.4, ભુજનું 20.2, કંડલા પોર્ટનું 22.1, ઓખાનું 24.7, ભાવનગરનું 24.8, દ્વારકાનું 22.2, પોરબંદરનું 23.8, રાજકોટનું 22.3, વેરાવળનું 25.2, સુરેન્દ્રનગરનું 23 જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન પણ 34 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.થોડી વાર ગરમી તો થોડી વાર શિયાળાનો અનુભવ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું( winter) પ્રમાણ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો
બીજી બાજુ રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.હાલ હવામાં ભેજને લીધે લધુત્તમ તાપમાન ઘટ્યું નથી. રાજ્યના મોટાભાગના શહેરોનું લધુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચકાયું છે. તો ભેગી સિજનના કારણે લોકો બિમાર પડી રહ્યા છે .રસાદના વિરામ બાદ રાજ્યમાં બફારો અને ઉકળાટ વધતા લોકો શિયાળામાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં છે.અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 7.4 ડિગ્રી વધુ નોધાયું છે. આ સિવાય દિવસનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોધાયું છે જે પણ સામાન્ય કરતા અઢી ડિગ્રી વધુ નોંધાયું છે.આગામી સમયમાં વરસાદ અમૂક વિસ્તારમાં પડી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4