Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝપોલીસકર્મીઓના ગ્રેડ પે ને લઈને આંદોલનના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી

પોલીસકર્મીઓના ગ્રેડ પે ને લઈને આંદોલનના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી

aap with police protest
Share Now

રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. પોલીસકર્મીઓ માટેની વિવિધ માંગોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના હક્ક અધિકાર માટે દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરતમાં પણ પોલીસ કમિશ્નર ખાતે આવેદનઆપી રજૂઆત કરાઈ હતી. જેમાં ગ્રે પે વધારો કરો સહિતની માંગ કરવામાં આવી હતી. પગાર અને કામના કલાકો મુદ્દે રાજ્યભરના પોલીસ કર્મચારીઓએ સોશિયલ મિડીયા પર મોરચો છેડ્યો છે. જેને આમ જનતા સાથે વિપક્ષો સહિતના અગ્રણીઓ-હોદ્દેદારો સમર્થન જાહેર કરી લડતમાં સહભાગી થઈ રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સુરતમાં આંદોલનને સમર્થન આપ્યું.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસ ના હક્ક અધિકાર માટે દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત

police protest આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસ ના હક્ક અધિકાર માટે દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકામાં પોલીસ કમિશ્નરને તેમજ શહેરો અને જિલ્લામાં પોલીસ અધિક્ષકને તેમજ તાલુકા કક્ષાએ પોલીસ સ્ટેશનમાં આવેદન આપીને (૧) પોલીસનો પગાર વધારવા, (૨) પોલીસની બદલીમાં રાજકીય દખલગિરી બંધ કરવા, (૩) પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, (૪) એસ.આર.પીને જિલ્લા વાઈઝ સ્થાયી કરવા, (૫) મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઈવસી આપવા, (૬) પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સુરતમાં પણ પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં આપ પાર્ટીના વિપક્ષનેતા સહીત આપ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહી વિવિધ બેનરો અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવી રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો : આર્યનની ધરપકડ કરનારા સમીર વાનખેડે પર લાગ્યા નવા ગંભીર ૨૬ આરોપ, ખોટી જાતી બતાવી નોકરી મેળવી

પોલીસની માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે તેઓની સાથે – વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી

surat aap વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં પોલીસ મિત્રોના દિલમાં રહેલી વેદના બહાર આવી રહી છે. ગાંધીનગરમાં પોલીસકર્મી હાર્દિક પંડ્યા ધરણા પર બેઠા હતા. ત્યારે જો પોલીસને ધરણા પર બેસતા હશે તો સમાન્ય જનતાની હાલત શું હશે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ગ્રે પે સૌથી નીચો છે. આ ઉપરાંત પોલીસની બદલી રાજકીય દખલગીરીથી અરાજ્કતા સર્જાતી હોય છે જેથી રાજકીય દખલગીરી પણ ન થવી જોઈએ. પોલીસને ખોટી રીતે ટાર્ગેટ કરાતી હોય છે ત્યારે તે ટાર્ગેટ પણ બંધ કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે. જનતા જયારે તહેવારની ઉજવણી કરતી હોય છે ત્યારે પોલીસ ફરજ બજાવતી હોય છે. જ્યાં સુધી પોલીસની માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે તેઓની સાથે ઉભા છીએ.

આ પણ જુઓ : Giloy ke Fayde | Giloy ka kadha | Giloy Health Benefits

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment