Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 16.
Homeએન્ટરટેઈન્મેન્ટટાઈગર ૩ ની રિલિઝ ડેટ જાહેર, સલમાને ટ્વિટર પર આપી જાણકારી.

ટાઈગર ૩ ની રિલિઝ ડેટ જાહેર, સલમાને ટ્વિટર પર આપી જાણકારી.

Tiger 3
Share Now

( Tiger 3 )

સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી સિનેમાઘરોમાં પાછી ફરી રહી છે.  આ બન્ને જોડી મોટા સ્ક્રીન પર આવતા વર્ષે ઈદ પર આવી રહી છે. આ પ્રખ્યાત જોડી ‘ટાઈગર ૩’ થી ફરી મોટા સ્ક્રીન પર આવી રહી છે. Y.R.Fએ ‘પઠાન’ અને ‘જયેશભાઈ જોરદાર’ પછી ‘ટાઈગર ૩’ ની રિલિઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

( Tiger 3 )

આ ફિલ્મ ઈદ પર તારીખ ૨૧ એપ્રિલ, ૨૦૨૩ પર રિલિઝ થશે. મનીષ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી છે. સલમાન ખાને આ ફિલ્મનું ટીઝર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું હતું. 

સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જીંદા હૈ’ પણ અગાઉ ખૂબ જ સફળ રહી હતી. હવે ‘ટાઈગર ૩’થી આ જોડી  મોટા પડદે ફરીથી આવી રહી છે. ૨૦૧૨ માં રજૂ થયેલી ‘એક થા ટાઈગર’નો દિગ્દર્શક કબીર ખાન હતો. જ્યારે ૨૦૧૭માં રજૂ થયેલી ‘ટાઈગર જીંદા હૈ’નો દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર હતો. હવે ‘ટાઈગર ૩’ માં મનીષ શર્મા છે. 

આ પણ વાંચો: રણજી ટ્રોફીનો ઐતિહાસિક રેકોર્ડ: સૌથી વધુ વખત રણજી ટ્રોફી કોણે જીતી છે?

કઈ  ભાષાઓમાં રિલિઝ થશે ટાઈગર ૩ ( Tiger 3 )?

Tiger 3 ‘ટાઈગર ૩’નાં  ટીઝર લોંચથી સલમાન ખાનના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ફિલ્મ ભારતમાં કુલ ૩ ભાષામાં રિલિઝ થશે. હિન્દી, તામિલ અને તેલુગુ. સલમાન ખાન અને કેટરીના કૈફના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ સાથે સલમાન ખાન, કેટરીના કૈફ અને Y.R.F  પણ ‘ટાઈગર ૩’ની સફળતાની આશા રાખી રહ્યા છે.   

વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA  સાથે..

No comments

leave a comment