ટિકટોક પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતીએ પોતાની ડેટિંગનો એક્સપિરીયન્સ શેર કર્યો છે. એબી નામની એક ટિકટોક (Tiktok)યૂઝરે જણાવ્યું છે કે, કેટલાક દિવસ પહેલા તેને ડેટિંગ એપ ટિંડર પર એક ક્યુટ યુવકને લાઇક કર્યો. બાદમાં બંનેએ ત્યાં પોતાના નંબર શેર કર્યા. ત્યારબાદ એબીએ તે અજાણ્યા યુવકને મેક્સિકો જવા ઓફર કરી હતી.
Tiktok ની મુલાકાત પરથી જ મેક્સિકો જવાનો પ્લાન બનાવ્યો
એબીએ પોતાના ટિકટોક એકાઉન્ટ @abgag1111 પર એક વીડિયો દ્વારા જણાવ્યું કે, મે વિચાર્યુ કે વિકેન્ડ પર તે યુવક સાથે મેક્સિકો જઇ આવુ. આ રીતે મારી રજાઓ પણ સારી રીતે પસાર થઇ જશે. બાદમાં તે યુવકે મારી અને તેના માટે ફ્લાઇટ (Flight)બુક કરી અને અમે મેક્સિકો જવા માટે રવાના થઇ ગયા.
કપલની જેમ ફોટો પણ શેર કર્યા
ખાનગી સમાચાર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ, મેક્સિકો (Mexico)જઇને એબીએ તે યુવક સાથે ઘણા ફોટો પણ પડાવ્યા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને શેર પણ કર્યા. ફોટો જોઇને લાગી રહ્યુ હતુ કે બંને કપલ છે.
એબીને લાગ્યો ઝટકો
એબીએ આ ટ્રિપને ઘણી સારી રીતે એન્જોય કરી. તેને લાગ્યુ કે તેની લવ સ્ટોરી (Love story)સારી રીતે ચાલી રહી છે. પરંતુ તેને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તે મેક્સિકોથી પરત ફરી અને તે ક્યુટ યુવકે તેને મેસેજ કરીને કહ્યું કે, મેક્સિકોની ટ્રિપ પર સાથે આવવા માટે આભાર, પરંતુ આપણે રિલેશનને આગળ નહીં વધારી શકીએ.
આ પણ વાંચો: સુહાગરાતે ભૂલથી પણ જો આ ભૂલ કરી તો…, ફરી ફેરા ફરવાના વારા આવી શકે છે
વીડિયો એક કરોડથી વધુ લોકોએ નિહાળ્યો
યુવકનો આ મેસેજ વાંચીને એબીનું દીલ તુટી ગયુ. તેને પોતાના આ ડેટિંગ એક્સપીરિયન્સ (Experience)ને ટિકટોક પર વીડિયો બનાવી શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 1 કરોડ 30 લાખથી વધુ લોકો નિહાળી ચુક્યા છે. આ સાથે ઘણા યુઝર્સે તો તેમના પર કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.
Tiktok પર કોમેન્ટ્સનો વરસાદ
એક યૂઝરે લખ્યુ કે, ફોટો જોઇને લાગી રહ્યુ હતુ કે, એકબીજાને પ્રેમ કરે છે. તો અન્ય એક યૂઝરે લખ્યુ કે, આ તો ઘણી ખરાબ ડેટ થઇ ગઇ. તો અન્ય એક યૂઝરે લખ્યુ કે, તે બહાને મેક્સિકોની ટ્રિપ તો મળી. આ તમામ કોમેન્ટ પર એબીએ કહ્યુ કે, ભલે અમારી વચ્ચે કોઈ સંબંધ ન હતો. પરંતુ હજુ પણ અમે સારા મિત્ર છીએ અને અમારા બંને વચ્ચે નફરત કરવા જેવું કંઇ પણ નથી. હવે હું પણ ખુશ છુ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4