Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝએસિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો, ટિમ પેને છોડી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ

એસિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો, ટિમ પેને છોડી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ

Tim Paine
Share Now

એસિઝ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને (Tim Paine)પદ્દ પરથી રાજીનામુ આપ્યુ છે. એક મહિલા સહકર્મીને પોતાના અશ્લીલ ફોટો અને અશ્લીલ મેસેજ મોકલવા મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Australia)દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે કેપ્ટન ટિમ પેને આજે શુક્રવારે કેપ્ટનશીપ છોડી છે. વાઇસ કેપ્ટન કમિન્સ હવે એસિઝ સીરીઝમાં કેપ્ટનશીપ (Captain)સંભાળશે તેવી આશા છે.

Tim Paine ના રાજીનામાનો બોર્ડે સ્વિકાર કર્યો

કેસ 2017 નો છે, તેના કેટલાક મહિના બાદ જ પેન 7 વર્ષ બાદ ટેસ્ટ ટીમ (Test Team)માં પરત ફર્યો હતો. તે સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ તસ્માનિયાની તપાસમાં પેનને ક્લિન ચિટ મળી હતી. ઓસ્ટ્રેલિયા (Australia)એ કેટલાક દિવસ બાદ જ ઇંગ્લેન્ડ સામે એસિઝ સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 8 ડિસેમ્બરના રોજ બ્રિસ્બેનમાં રમાશે. તે દરમિયાન પેન ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ રહેશે. બોર્ડે તેના રાજીનામાનો સ્વિકાર કરી લીધો છે અને આગમી કેપ્ટનની શોધખોળ શરૂ કરી છે.

ટિમ પેને શું કહ્યું?

ટિમ પેને પ્રેસ કોન્ફરન્સ યોજતા કહ્યું કે, અમે વિચાર્યુ કે આ કેસ ખત્મ થઇ ગયો છે અને હું પુરુ ધ્યાન ટીમ પર રાખી શકુ છુ. પરંતુ મને હાલમાં જ જાણવા મળ્યુ કે, પર્સનલ મેસેજ સાર્વજનિક થઇ ગયા છે. 2017 માં મારી એ ભુલ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પદ તરીકે યથાવત રહેવા અનુકુળ નથી.

પેને આગળ જણાવતા વધુમાં કહ્યું હતુ કે, પત્ની, પરિવાર અને અન્ય પક્ષોને દુ:ખ પહોંચાડવા બદલ માફી માંગુ છુ. આનાથી રમતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા બદલ પણ હું માફી માંગુ છું. મારા માટે એ જ સાચુ છે કે, કેપ્ટનશીપમાંથી રાજીનામુ આપવુ. હું નથી ઇચ્છતો કે, એસીઝ સીરીઝ પહેલા તૈયારીમાં કોઇ મુશ્કેલી આવે. હું ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ (Cricket Team)નો સભ્ય બની રહીશ.

ટિમ પેનેની કેપ્ટનશીપ છોડવા પાછળનું કારણ કથિત સેક્સ સ્કેન્ડલ છે. રિપોર્ટ્સ મુજબ, પેને વર્ષ 2017 માં ક્રિકેટ તસ્માનિયાની એક કર્મચારીને પોતાની અશ્લીલ ફોટો મોકલ્યો હતો. આ સાથે તેને અશ્લીલ મેસેજ પણ મોકલ્યો હતો. હવે આ મામલો બહાર આવ્યા બાજ ટિમ પેનને એસીઝ સીરીઝ પહેલા કેપ્ટનશીપ છોડવી પડી છે.

રિપોર્ટ અનુસાર, ક્રિકેટ તસ્માનિયાની એક મહિલા કર્મીએ દાવો કર્યો છે કે, પેને પોતાના શરીરના એક ભાગના ફોટા સાથે અશ્લીલ મેસેજ મોકલ્યો હતો. તે મહિલાએ 2017 માં જ નોકરી છોડી દીધી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું શું કહેવુ છે

ક્રિકેટ (Cricket)ઓસ્ટ્રેલિયાના પ્રમુખે કહ્યું કે, આ પેનનો પોતાનો નિર્ણય છે. તેઓએ કહ્યું કે, ટિમને લાગ્યુ કે, તેમનો પરિવાર અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માટે આ જ સાચુ છે.

આ પણ વાંચો: Under-19 Cricket World Cup 2022 નું શિડ્યુલ જાહેર, ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે

Tim Paine નો કાર્યકાળ

ટિમ પેને કુલ 23 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી છે. આ સમયે ઓસ્ટ્રેલિયાએ 11 મેચમાં જીત અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 4 મેચ ડ્રો થઇ છે. પેનની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાઇ ટીમે 47.85 ટકા જીત હાંસિલ કરી છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment