Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeલાઇફ સ્ટાઇલઉનાળામાં પણ ફ્રેશ એન્ડ કુલ દેખાવવું છે ? તો જાણો આ ટીપ્સ

ઉનાળામાં પણ ફ્રેશ એન્ડ કુલ દેખાવવું છે ? તો જાણો આ ટીપ્સ

SUmmer skincare hacks
Share Now

ઉનાળો આવી ગયો છે અને સાથે જ આવી ગઈ છે પરસેવો, સ્કિનટેન, પીંપલ્સ જેવી અનેક પ્રોબ્લમસ. ખરેખર, ઉનાળામાં ફ્રેશ દેખાવું એક ચેલેન્જ છે. માટે  જ આજે આપણે જાણીશું અમુક એવી ટીપ્સ, જેની મદદથી તમે ભરઉનાળામાં પણ  ગરમી અને પરસેવાને હરાવીને એકદમ ફ્રેશ દેખાશો.  જાણો 5 ટીપ્સ :- 

 

ice on face summer

1. મોર્નિંગ આઈસ ફેશિયલ

ફેશિયલ સ્કીન માટે ખૂબ જ સારું હોય છે, પણ કેમિકલ વાળું ફેશિયલ રોજ કરવાથી સ્કીન ને નુકસાન થઈ શકે છે. પણ આઈસ ફેશિયલ દરરોજ પણ કરી શકાય છે અને તે સ્કીન માટે ખૂબ જ સારું છે. માટે જ કેટરીના કેફ પણ આ ફેશિયલ કરે છે. આઈસ ફેશિયલ કરવા માટે  રોજ સવારે એક બાઉલમાં બરફના અમુક ટુકડા નાખીને અમુક સેકન્ડ્સ સુધી તમારું મોઢું તેમાં રાખો. થોડી વાર રહીને મોઢું બહાર કાઢી લો. પછી પાછું નાખો. આમ 5-6 વખત કરો. આમ કરવાથી સ્કીનને હાઇડ્રેશન તો મળે જ છે પરંતુ સાથે જ સ્કીનમાં એક અનોખો ગ્લો પણ આવે છે. અને હાં, આ બીજી ઘણી બધી બૉલીવુડ બ્યુટિસની પણ સિક્રેટ સમર હેક છે.

 

hydration for healthy skin

2. હાઇડ્રેશન

જો સ્કીનની સાચી દેખભાળ કરવી હોય તો ન માત્ર બહારથી પરંતુ અંદરથી પણ સ્કીનનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. ઉનાળામાં તો ડીહાઇડ્રેશનની સમસ્યા ખૂબ ઊભી થાય છે. માટે જ ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. આના માટે બને એટલું વધારે પાણી પીવો. તમે ઈચ્છો તો શુગર ફ્રી જ્યુસ પણ પી શકો છો. સાથે જ હેલ્ધી ફ્રૂટ પણ ખાવ, જેના લીધે બોડી હાઇડ્રેટેડ રહેશે અને સાથે જ સ્કીનમાં પણ ગ્લો આવશે.

જુઓ આ વિડિયો :- 2021 Fashion Trends 

skin care by prorecting skin

3. પ્રોટેક્શન

ઉનાળામાં તેજ તડકા અને હાનિકારક યુવી રે ના લીધે ત્વચાને ખૂબ નુકસાન થાય છે અને સ્કીન શ્યામ પડી જાય છે. માટે ત્વચાને પ્રોટેક્ટ કરવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલી વાત, જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ત્વચાને સંપૂર્ણપણે કવર કરીને જ નીકળવું જોઈએ. માટે તમે સાથે કોઈ શ્રગ કે પછી જેકેટ રાખી શકો છો. બીજું  છે સનસ્ક્રીન. બહાર નીકળો તેના 20 મિનિટ પેલા સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. આ ન માત્ર સૂરજની કિરણોને સ્કીનમાં પ્રવેશતા રોકશે પરંતુ ત્વચાને થતાં અન્ય નુકસાનથી પણ બચાવશે.

 

Clothes for summer

4. કપડાં

ઉનાળામાં તમે કેવા કપડાં પહેરો છો તે પણ ખૂબ મહત્વ રાખે છે, ન માત્ર લુક માટે પરંતુ કમ્ફર્ટ માટે પણ. હાં, ઉનાળામાં ખૂબ ટાઈટ અને સ્કિની કપડાં પહેરવાની જગ્યાએ થોડા લાઇટ અને સોફ્ટ મટિરિયલના તથા થોડા ખૂલતાં કપડાં પહેરો. આમ કરવાથી એક તો તમે સુપર કમ્ફર્ટેબલ રહેશો અને બીજું તમારો લુક પણ ઓટોમેટિકલી સ્ટાઈલિસ્ટ લાગશે.

smell good in summer

5. પરફ્યુમ

ઉનાળામાં ન માત્ર સારા અને ફ્રેશ દેખાવું , પરંતુ ફ્રેશ ફિલ કરવું પણ એટલું જ જરૂરી છે. માટે જ હમેશા તમારી બેગમાં એક સારું અને લોંગ લાસ્ટિંગ પરફ્યુમ રાખો અને તેનો ઉપયોગ કરીને મહેકતા રહો. એકદમ સોફ્ટ ફરેગરન્સ ન માત્ર બેડ સ્મેલ દૂર કરશે પરંતુ તમને ફ્રેશ પણ ફીલ કરાવશે.

 

આ ટિપ્સ ફોલો કરો અને પછી જોવો તમારો લુક કેવો ફ્રેશ લાગે છે. જો આ ટિપ્સ ઉપયોગી લાગી હોય તો લાઇક કરીને શેર કરો આ ટિપ્સ. આવી જ વધુ ઉપયોગી જાણકારી મેળવવા ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4 

iOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment