પોપ્યુલર ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (Taarak Mehta Ka Ooltah Chashmah) જે ફેમીલી એકસાથે બેસીને જોવાનું પસંદ કરે , એન્ટરટેન્મેન્ટની દુનિયામા આટલાં વર્ષો છતાં કોમેડિને જાણવી રાખીને, જેઠાલાલ અને દયાભાભી મળીને પોતાના કોમેડી પંચ ડાયલોગના કારણે લોકોને અને દેશને હસાવતા રહે છે. આ (TMKOC) એકમાત્ર સીરીયલ ભારત સિવાય વિદેશોમાં પણ લોકોનું મનોરંજન પુરુ પાડે છે, પણ સીરિયેલમાં તો જેઠાલાલ બબિતા પર લડ્ડુ જ છે, એ તમને ખબર જ હશે, પણ જો તમને એવા ન્યુઝ મળે કે રિઅલ લાઇફમાં જેઠાલાલનો પુત્ર ટપ્પુ બબિતાને ડેટ કરી રહ્યો છે, તો?
બબીતા અને ટપ્પુની લવ સ્ટોરી
નવાઇ લાગીને ? પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, બબિતા (Babita ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) પોતાનાથી 9 વર્ષ નાના ટપ્પુ એટલે રાજ અનાદકટને (Raj Anadkat) ડેટ કરી રહી છે. હા નવાઇ લાગે તેવી વાત છે, પણ જેઠાલાલને પાછળ કરીને પુત્ર ટપ્પુએ આ કામ કર્યું છે.
આ શો ના સાથે જોડાયેલા કેટલાંક સોર્સ દ્વારા જાણવા મળ્યુ છે કે, આ બંને ના પરિવારને પણ આ વાતની જાણ છે, આ લવ સ્ટોરી ઘણી જુની પણ છે. બંને એકબીજાના રિલેશનને લઇને રિસ્પેક્ટ પણ કરે છે, અને સેટ પર કોઇ તેમને ચીડાવતુ પણ નથી.
રાજ અને મુનમુન કરી રહ્યાં છે એકબીજાને ડેટ
આ લવ સ્ટોરી ઘણી જુની
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની આ લવ સ્ટોરી સામે આવ્યા બાદ ફેન્સમાં પણ એક રિએક્શન જોવા મળ્યુ હતુ, જેના કારણે ટ્વીટર પર લોકો જેઠાલાલનો હેશટેગ નાખીને મીમ્સ વાઇરલ કરી રહ્યાં છે.
શો ની મુનમુન દત્તા અને રાજ અંદકત એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. (Taarak Mehta Ka Ooltah Chashmah) તારક મહેતાની ટીમ ના દરેક સદસ્ય આ બાબતથી જાણિત છે.
બંને વચ્ચે છે 9 વર્ષનો ગેપ
Munmun Dutta and Raj Anadkat aka Tapu are couple #jethalal from now on be like 👇#TMKOC #Babitaji pic.twitter.com/9ddPcxpxAD
— Punologist™ (@Punology1) September 9, 2021
(Taarak Mehta Ka Ooltah Chashmah) શો ના રાજ અંદકત અને મુનમુન દત્તની લવ સ્ટોરીમાં ટ્વીસ્ટ એ છે કે બંને વચ્ચેનો એઝ ડિફરન્સ. હા મુનમુન દત્તા રાજ અંદકત કરતાં 9 વર્ષ મોટી છે.
Jethalal after hearing the news of Babita & tapu's relationship #jethalal #Babitaji #MoonMoonDutta#RajAnadkat #tapu #TMKOC
Jethalal : pic.twitter.com/SfCb4AvdQ2
— Smit Kumar (@nobuddy772100) September 9, 2021
સોશિયલ મીડિયામાં યુઝર્સ જેઠાલાલને ટ્રેન્ડિંગમાં લઇ રહ્યાં છે, કારણ કે જેઠાલાલ નામનું સીરિયલમાં પાત્ર છે તે બબીતા પર લડ્ડુ છે, સીરીયલમાં ભલે બબીતાને દિલ બેસાડ્યુ હોય પણ હાલ, તેમનો ટપ્પુ રીઅલ લાઇફમાં જેઠાલાલને પણ પાછળ છોડી દીધા છે.
હાલ, જેઠાલાલ કંઇક આવુ જ વિચારી રહ્યાં હશે…
યુઝર્સ અને ફેન્સ આ લવ સ્ટોરીના સમાચાર જાણતા જ એટલો ઇન્જોય કરી રહ્યાં છે, કે યુઝર્સ ટ્વીટર પર જેઠાલાલને ટ્રેન્ડિંગ કરવા લાગ્યા છે, અને આની મજા પણ લઇ રહ્યાં છે. આ લવ સ્ટોરી કેટલી સાચી છે તે વિશે તો બંને કલાકારો મૌન સાધી રહ્યાં છે, પણ ગમે તે હોય પણ તારક મહેતાનો શો લોકો ખુબ ઇન્જોય કરે છે, ખાસ કરીને દયા ભાભી અને જેઠાલાલના નોકઝોંકને.
આવા જ દેશ વિદેશના સમાચાર, ક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
આ પણ વાંચો: Selmon Bhoi: સલમાન ખાનના ‘હિટ એન્ડ રન’ પર આધારીત ગેમ પર લાગ્યો પ્રતિબંધ
Android: http://bit.ly/3ajxBk4