આસામ સરકારે 36 વર્ષ જૂના આસામ સમજૂતીના અમલ માટે રોડમેપ તૈયાર કરવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે. આસામ સમજૂતીના અમલીકરણ વિભાગના કમિશનર અને સચિવ જી.ડી. ત્રિપાઠીએ સબ-કમિટીની રચના કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ કમિટી ત્રણ મહિનાની અંદર તેનો રિપોર્ટ રજૂ કરશે.
ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે સમિતિ
સરકારે બહાર પડેલ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, રાજ્યપાલે આસામ સમજૂતીની તમામ કલમોના અમલીકરણ માટે રોડમેપ તૈયાર કરવા સમિતિની રચના પર ખુશી વ્યક્ત કરી છે. ઉચ્ચ સ્તરીય સમિતિ ખાસ કરીને કલમ 6 ની તપાસ કરશે અને તેના અમલીકરણ માટે રોડમેપ તૈયાર કરશે.
આ પણ વાંચો:Namami Gange 2.0 લોન્ચ કરશે મોદી સરકાર, નાણાં મંત્રાલય સમક્ષ મુક્યો પ્રસ્તાવ
ગત વર્ષે સીએમને સોંપાયો હતો રિપોર્ટ
ગત વર્ષે 25 ફેબ્રુઆરીએ, ગૃહ મંત્રાલય વતી જસ્ટિસ બિપ્લબ કુમાર સરમાની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તત્કાલીન મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. પરંતુ, આ વર્ષે આસામ વિધાનસભાની ચૂંટણી પહેલા, હિમંત બિસ્વા સરમાએ 17 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે સરકાર ભલામણોનો અમલ કરી શકતી નથી કારણ કે તે કાયદાકીય વાસ્તવિકતાની બહાર છે.
સર્વાંગી આર્થિક વિકાસની સંભાવનાઓ પર નજર
આસામ સમજૂતીની કલમ 7, 9 અને 10 ના અમલીકરણ માટે રોડમેપ રજૂ કરતી વખતે સમિતિ રાષ્ટ્રીય નાગરિક નોંધણી, પૂર, ધોવાણ જેવા મુદ્દાઓના ઉકેલ માટે રોડમેપ પણ રજૂ કરશે. અહેવાલ તૈયાર કરતી વખતે, સમિતિ રાજ્યને પડનાર વિવિધ સમસ્યાઓ અને આર્થિક વિકાસની સંભાવનાઓ પર વિચાર કરશે.
શું કહે છે કલમ 6?
આસામ સમજૂતીની કલમ -6 મુજબ, આસામના લોકોની સંસ્કૃતિ, સામાજિક, ભાષાકીય ઓળખ અને વારસાના સંરક્ષણ, રક્ષણ અને પ્રોત્સાહન માટે યોગ્ય બંધારણીય, કાયદાકીય અને વહીવટી સલામતીના ઉપાય કરવામાં આવશે. આ સિવાય, કલમ 9 લાગુ કરવા માટે ક્યારેય સંતોષકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ બંધ રહેશે અને સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવશે, ઉપરાંત ભવિષ્યમાં ઘૂસણખોરોને રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આસામ સરકારે 36 વર્ષ જૂના આસામ સમજૂતીના અમલ માટે રોડમેપ તૈયાર કરવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે. આસામ સમજૂતીના અમલીકરણ વિભાગના કમિશનર અને સચિવ જી.ડી. ત્રિપાઠીએ સબ-કમિટીની રચના કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ કમિટી ત્રણ મહિનાની અંદર તેનો રિપોર્ટ રજૂ કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4