Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeકહાનીઆજે છે જૂનાગઢનો આઝાદી દિવસ : કોણે કરી હતી હિજરત ન કરવા મોટી હાકલ?

આજે છે જૂનાગઢનો આઝાદી દિવસ : કોણે કરી હતી હિજરત ન કરવા મોટી હાકલ?

junagadh
Share Now

આજે જૂનાગઢનો આઝાદી દિવસ છે.ત્યારે હિજરત ન કરવા મોટી હવેલીના પુરૂષોત્તમલાલજી મહારાજે કરી હતી. તો આઝાદી માટે સંતોએ પણ આગેવાની લીધી’ હતી.તો જૂનાગઢનું( junagadh)પાકિસ્તાન સાથે જ  જોડાણ કર્યા બાદ શહેરમાંથી હિન્દુ પ્રજાએ મોટાપાયે હિજરત શરૂ કરી હતી. તો અસંખ્ય લોકોનું ધર્માંતરણ પણ શરૂ કરાવી દેવામાં આવ્યું હતું.આ પરિસ્થિતીનો ચિતાર મોટી હવેલીના ગૌસ્વામી શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજે સરદાર વલ્લભભાઇ પટેલ સુધી પહોંચાડતાં જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં ગતિ આવી હતી.નોંધપાત્ર ફાળો આપ્યો. તા.25 સપ્ટેમ્બર, 1947 ના રોજ મુંબઈ માધવબાગ ખાતે સભા મળી, જેમાં નવાબે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યાનાં આધારે જૂનાગઢના પાકિસ્તાન સાથેનાં જોડાણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આરઝી હકૂમતે સૌથી પહેલું કામ લશ્કર અને શસ્ત્રો સાથેની સેના “આઝાદ જૂનાગઢ( junagadh) ફૌજ”ની રચનાનું કર્યું હતું. જે લોકસેના’ તરીકે પણ ઓળખાતી હતી.આ દરમિયાન આરઝી હકૂમત અને લોકસેનાની જરૂરિયાતો તેમજ અન્ય આવશ્યકતા માટે સરદાર પટેલે દ્વારા સતત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનોના સહકારથી આરઝી હકૂમતે જૂનાગઢ   ના 106 ગામો પર કબજો મેળવ્યો. આ સાથે જૂનાગઢની( junagadh)આઝાદી વધુ સુનિશ્ચિત થતી જતી થઇ હતી.

નાથુરામજી શર્માએ દ્વારા લોકજાગૃતિના કરાયા હતા

જૂનાગઢના( junagadh) મુક્તિ સંગ્રામજ નહીં એ પહેલાં આઝાદીની લડત વખતે સોરઠના સંતોએ આગળ પડતી ભૂમિકા ભજવી છે. જૂનાગઢની ભૂમીએ સંતો માટે પણ ઓળખ ધરાવે છે. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત બાદ હજારો હિન્દુઓએ હિજરત શરૂ કરી હતી. કારણકે, દિવાન ભુટ્ટોની સંમતિથી જબરદસ્તી ધર્માંતરણ સાથેની પ્રવૃત્તિએ વેગ પકડી લીધો હતો. એ વખતે પુરૂષોત્તમલાલજી મહારાજે સભા બોલાવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, અત્યારે આપણી કસોટી થઇ રહી છે. કસોટી તો યુગે યુગે થતી આવી છે. પણ તેનાથી મુંઝાઇ જવાની જરૂર નથી.

જૂનાગઢની રાજસત્તા હિન્દુઓની સતામણી કરશે ,તો અમારા પ્રાણના ભોગે પણ અમે હિન્દુઓનું રક્ષણ કરીશું. તેમણે હવેલીમાં બાળકો-સ્ત્રીઓને અને સ્વાતંત્ર સેનાનીઓને પણ આશરો આપવામાં આવ્યો હતો.તેમના પર હુમલો પણ થયો હતો. આથી તેઓ જીવના જોખમે રાત્રે રાજકોટ ગયા અને ત્યાં શામળદાસ ગાંધીને વીગતોથી વાકેફ કર્યા હતા. તેમણે જામસાહેબને જાણ કરી. જામસાહેબ સરદારને મળ્યા હતા. ત્યાં સુધી સરદારને જૂનાગઢમાંથી( junagadh) હિન્દુ પ્રજાની હિજરત વિશે ખ્યાલ નહોતો. તો સાથે જ અનેક સાધુ સંતો દ્રારા મદદ કરવામાં આવી હતી. મયારામદાસજીના આશ્રમમાં આરઝી હકૂમતના સેનાનીઓ માટે ધારિયા, કુહાડી, દાતરડા, ફરશી જેવા હથિયારો બનાવાઇ રહ્યા હતા.junaghdh

આ પણ વાંચો :અમદાવાદનું વન ટ્રી હોલ ગાર્ડન..અહીનું ડચ કબ્રસ્તાન અમદાવાદના ઈતિહાસનું સાક્ષી

પ્રાગદાસબાપ દ્રારા રેલીઓ કાઢવામાં આવી હતી
આશ્રમના વાસણો પણ બાપુએ હથિયાર બનાવવા માટે આપી દીધા હતા. ગીરનારની આસપાસના વિસ્તારોમાં ફરીને તેઓ લોકોને સંગઠિત કરતા રહ્યા. લોકસેના જ્યારે જૂનાગઢમાં ( junagadh)દાખલ થાય ત્યારે શહેરમાંથી તેને સપોર્ટ મળે એ માટે તેમણે લોકદળ બનાવ્યું હતું. આ ઉપરાંત વિસાવદરનાં સાધુ મોતીગરજી, વેરાવળના બાલકદાસબાપુ, આલીધ્રાના બ્રહ્મચારીબાપુ, કેવદ્રાના ડાયારામબાપુ, માંગરોળ તાલુકાના ગેલાણાના ગંગારામજીબાપુ, માંગનાથ પીપળીના મહંતગીરીબાપુ, જૂનાગઢના કડિયાવાડમાં આવેલા કબીર આશ્રમના મહંત વિજયદાસજી, સહિતના અનેક સંતોએ પોતાની રીતે જૂનાગઢની આઝાદીના સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

 અનેક સંતો પણ જોડાયા હતા. 1890 થી 1910 ના અરસામાં બિલખા આનંદ આશ્રમના નાથુરામજી શર્માએ સંસ્કૃત શિક્ષણના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એ માટે અનેક પ્રવાસો કર્યા હતા.જૂનાગઢના ગીરનાર રોડ પર ગોદડ અખાડાના પ્રાગદાસબાપા સ્વાતંત્ર સેનાની હતા. તેમણે 1932, 1943 જેવા વર્ષોમાં શાળાના બાળકોએ એકઠા કરી અંગ્રેજી હકૂમત સામે અમદાવાદમાં રેલીઓ કાઢી હતી.પુરૂષોત્તમલાલજી મહારાજે દ્વારા હાકલ કરવામાં આવી હતી. અને બધા લોકોની મદદ પણ કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment