Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝ“વર્લ્ડ પોટેટો ડે”: સ્વાદિષ્ટ વાનગીઓનું હૃદય

“વર્લ્ડ પોટેટો ડે”: સ્વાદિષ્ટ વાનગીઓનું હૃદય

Share Now

રવિવારે લગભગ ઘરના પરિવારના બધા જ સભ્યો ઘરે હોય છે. બધા ઘરે હોય એટલે મમ્મીનું કામ વધી જાય, અને બધાની અલગ અલગ વાનગીઓની ફરમાઇશો આવાની ચાલુ થઇ જાય. હવે આ ફરમાઇશો સાંભળ્યા પછી લગભગ મમ્મીનું પહેલું વાક્ય હોય, “ઘરમાં બટેટા નથી…પહેલા એ લઇ આવો..” બટેટા એ લગભગ બધી જ વાનગીઓનું હ્રદય છે. લગભગ બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવા માટે પહેલા બટેટાની જરૂર હોય છે. ત્યારે તમને ખબર છે, આ જ બટેટા (Potato) માટે એક દિવસ પણ મનાવવામાં આવે છે. અને આ દિવસ મનાવવામાં આવે છે ૧૯ ઓગસ્ટે. તો ચાલો વાત કરીએ આજે સૌના ફેવરેટ બટેટા વિશે…

સૌના મનપસંદ “બટેટા” (Potato)

potato

image credits- google image

ચીનમાં વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થાય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ સંશોધન પરથી એવું પણ તારણ કાઢ્યું છે કે, પેરુના ખેડૂતો આજથી લગભગ ૭,૦૦૦ વર્ષ પહેલેથી જ બટેટા ઉગાડી રહ્યા છે. જો સ્પેનની વાત કરવામાં આવે તો સોળમી સદીમાં તેને બટેટાને યુરોપ પહોંચાડ્યા, ત્યાર પછી બ્રિટન જેવા દેશોએ બટેટાને (Potato) લોકપ્રિય બનાવી દીધા. આજે પણ એવા દેશો છે, વિશ્વભરમાં કે જે માત્ર અને માત્ર બટેટા ઉપર નિર્ભર કરે છે. આવા દેશોની યાદીમાં આર્યલેન્ડ અને રશિયાનો સમાવેશ થાય છે. તો ભારતમાં પણ બટેટા એટલા જ લોકપ્રિય છે.

બટેટાની ખેતી એ સામાન્ય રીતે કોઈપણ વિસ્તારના તાપમાન ઉપર આધાર રાખે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વનસ્પતિમાં બટેકુ એક પ્રકાંડ છે. અને આ બટેકાનો (Potato) ઉદ્ગમ સ્થાન છે દક્ષિણ અમેરિકાનું પેરુ દેશ. ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બટેટા ઉગાડવામાં આવે છે. ત્યારબાદ પંજાબ દિલ્હી હરિયાણા અને ગુજરાતમાં સૌથી વધારે બટાકાની ખેતી થાય છે.

લાંબુ આયુષ્ય આપે છે!

બટાકામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ લોહ તત્વ, વિટામીન સી અને ફોસ્ફરસ પોટેશિયમ હોય છે. જે લોકો વધારે પ્રમાણમાં બટેટા ખાતા હોય છે, તેમની લાંબી ઉંમર સુધી તેમની રક્તવાહિનીઓ નરમ રહે છે. એટલે એવું કહી શકાય કે બટેટા ખાઈને તમે લાંબુ આયુષ્ય મેળવી શકો છો. ઘણા બધા રોગોમાં પણ બટેટા એટલા જ ઉપયોગી છે. જેમકે બેરીબેરી નામના રોગમાં ચાલી શકાતું નથી. તો આ રોગ દરમિયાન દર્દીને બટાકામાંથી (Potato) એક ચમચી રસ કાઢીને તેને પીવા માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત ગળ્યા દૂધમાં બટેટા મેળવીને ખાઈ શકાય છે.

potato hotel

image credits- google image

હોટલ “બટેકુ”

potato hotel

image credits- google image

ઉપરની તસવીરમાં દેખાય રહેલ બટેકુ વિશ્વનું સૌથી મોટું બટેકુ છે. તમને થશે હેં! આટલું મોટું બટેકુ કેવી રીતે બન્યું હશે. પણ આ સાચું બટેકુ નહિ. પણ બટેકાના આકારની એક હોટલ છે. જે અમેરિકામાં આવેલ ઇદોહી નામના રાજ્યમાં આવેલી છે. આ હોટલ બહારથી કોઈ ઓરીજનલ બટેકુ હોય તેવા જ પ્રકારની છે. તેની અંદર જવા માટે આગળની તરફ એક દરવાજો છે. નવાઈની વાત તો એ છે કે આ હોટલમાં માત્ર એક જ રૂમ આવેલો છે. તો જેટલા પણ લોકો બટેકાપ્રેમીઓ છે. તેટલા લોકો આ મોટા બટેકા અંદર રોકાઇને મજા માણી શકે છે. 

 ત્યારે જો આમ જોવા જઈએ તો બટેટા દિવસ મનાવવાની જરૂર જ નથી. કારણકે મોટાભાગના લોકો દરરોજ બટાટા દિવસ બનાવતા જ હોય છે. 

આ પણ વાંચો: શું તમને ખબર છે? Bye એ શબ્દ નહિ, પણ એક વાક્ય છે!

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment