Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝT20 world cup final: આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ, બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ

T20 world cup final: આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ, બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ

T20 World Cup
Share Now

આજે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે ઓસ્ટ્રેલિયા (Australia)અને ન્યુઝીલેન્ડ (New Zealand)બંને ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે. બંને ટીમમાંથી કોઇ પણ ટીમ આ પહેલા ટી20 વર્લ્ડ કપ જીતી શકી નથી. હવે સૌથી મોટો સવાલ છે કે 40 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડની ટીમ જે ન કરી શકી તે આજે રવિવારે ટી20 વર્લ્ડ કપ (T20 world cup)ના ફાઇનલ (final)માં થશે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન કરશે?

T20 World Cup  માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ટીમ ફોર્મમાં

2021 ની ટી20 વર્લ્ડ કપ (world cup)ની ટ્રોફીને બંને ટીમ સૌ પ્રથમ વખત કોઇ જીત દર્જ કરવા મેદાને ઉતરશે. બંને ટીમો આ પહેલા જીતી શકી નથી, ત્યારે એટલું તો નક્કી જ છે કે, દુનિયાને ક્રિકેટના આ ફોર્મેટમાં નવો ચેમ્પિયન (Champion)મળશે. બંને ટીમોએ સેમીફાઇનલ મેચ જે શાનદાર રીતે જીત્યો હતો, તેને જોતા ફાઇનલ મેચ પણ રસાકસી ભરી રહેશે તેમા શંકાને કોઇ સ્થાન નથી. ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ટીમ રહી છે. કીવી ટીમે સેમીફાઇનલ (Semi finals)માં ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર મનાતી ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર બેટિંગ દાખવી હતી.

ફાઇનલને લઇને કીવી ટીમ ઓપનિંગ જોડી પર એક સારી પાર્ટનરશીપ બનાવવા પર મદાર રાખશે. તો કેપ્ટન કેન વિલિયમસન પાસે પણ મોટી ઈનિંગની આશા રાખવામાં આવે છે. તો મધ્ય ક્રમ પર પણ ટીમે ઘાતક બેટિંગ (Batting)ની આશા રાખી છે. તો બોલિંગ આક્રમણમાં ટીમ પાસે ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટની અનુભવી ફાસ્ટ બોલિંગ (Bowling)જોડી ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં નાખી શકે છે. એડમ મિલ્નેએ પણ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સારૂ કામ કર્યુ છે, જ્યારે લેગ સ્પિનર ઈશ સોઢી મધ્ય ઓવરોમાં પ્રભાવશાળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી20 વર્લ્ડ કપની ફાઇનલ રમી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ જીતશે તો ફરી એક ઇતિહાસ રચશે. મહત્વનું છે કે આ પહેલા પણ ન્યુઝીલેન્ડે રમાયેલી પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલ મેચ જીતી ટ્રોફી હાંસિલ કરી ઇતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, મેથ્યૂ વેડ અને માર્ક્સ સ્ટોઈનિસ PAKને ભારે પડ્યા

ઓસ્ટ્રેલિયાની સ્થિતિ શું છે?

બંને ટીમમાંથી કોઇ પણ ટીમ ટી20 વર્લ્ડ કપ જીતવાની દાવેદાર નહોતી. તો દર વખતે વર્લ્ડ કપ પોતાને નામ કરનારી અને ફોર્મમાં રહેનારી ઓસ્ટ્રેલિયા (Australia)નું પણ પલડુ ભારે નહતુ. ટીમના બંને ઓપનર પણ કઇ ખાસ ફોર્મમાં નહોતા, જેના પગલે ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોચે તેવુ લાગતુ નહતુ. પરંતુ આ તમામ વચ્ચે વોર્નર ફરી પોતાની લેયમાં આવી ગયો. સેમીફાઇનલમાં માર્કસ સ્ટોયનિસ અને વિકેટકીપર મેથ્યૂ વેડે તો કમાલ કરી અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ ફાઇનલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. લેગ સ્પિનર એડમ ઝામ્પાએ અત્યાર સુધી 12 વિકેટ ઝડપી છે. તો મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને હેઝલવુડની ત્રિપુટી પણ ન્યૂઝીલેન્ડ સામે દમદાર પ્રદર્શન કરવાના ઈરાદાથી ઉતરશે.

T20 World Cup ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોયનિસ, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સિફર્ડ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, એડન મિલ્ને.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment