Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝટોક્યો ઓલિમ્પિક્સ: કલોઝિંગ સેરેમનીનો અદભુત નઝારો, ભારતનું શ્રેષ્ટ પ્રદર્શન

ટોક્યો ઓલિમ્પિક્સ: કલોઝિંગ સેરેમનીનો અદભુત નઝારો, ભારતનું શ્રેષ્ટ પ્રદર્શન

Tokyo Olympics closing ceremony
Share Now

આ વખતે કોરોના મહામારી વચ્ચે ઓલિમ્પિક્સ ગેમ્સ રમાશે કે નહિ, તે સૌથી મોટો પ્રશ્ન હતો, ત્યારે ઓલિમ્પિક્સ ગેમ્સ કોરોનાના પડકારો સામે પણ સફળતાપૂર્વક સંપન્ન થઇ છે. ટોક્યો ઓલિમ્પિક્સની કલોઝિંગ સેરેમનીનો (Tokyo Olympics closing ceremony ) નઝારો અદભુત હતો. બધા જ દેશોના એથ્લીટ્સ ધ્વજ લઇને સ્ટેડિયમમાં આવ્યા હતા. અને સમગ્ર સ્ટેડીયમ રોશનીથી ઝળહળી રહ્યું હતું. આ સેરેમનીમાં બજરંગ પુનિયા ભારતના ધ્વજવાહક રહ્યા હતા. 

ત્યારે આ વખતની ટોક્યો ઓલિમ્પિક્સની કલોઝિંગ સેરેમનીની (Tokyo Olympics closing ceremony ) થીમ હતી “વર્લ્ડ્સ વી શેર”. આ વખતે ઓલિમ્પિક્સ ગેમ્સમાં કુલ 11 હજાર 90 એથ્લીટ્સ ટોક્યો આવ્યા હતા. જેમાં વિશ્વ બહારના અલગ અલગ દેશોએ ભાગ લીધો હતો. ઓપનિંગ સેરેમની વખતે તમામ એથ્લીટ્સ તેમના ધ્વજ સાથે ચાલે છે. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પણ ક્લોઝિંગ સેરેમની વખતે તમામ દેશોની સરહદો સમાપ્ત થાય છે. વિશ્વના તમામ એથ્લીટ્સ એક સાથે મળીને ચાલે છે. ત્યારે આ વખતની ઓલિમ્પિક્સ ગેમ્સમાં કુલ 11 હજાર 90 એથ્લીટ્સ ટોક્યો આવ્યા હતા. વિવિધ ઇવેન્ટમાં કુલ 340 ગોલ્ડ મેડલ, 338 સિલ્વર મેડલ અને 402 બ્રોન્ઝ મેડલ ખેલાડીઓ જીત્યા હતા.

અત્યાર સુધીની સૌથી સફળ ઓલિમ્પિક

અત્યારસુધીની બધી જ ઓલિમ્પિક્સ ગેમ્સની સરખામણીએ આ વખતે ભારતે સૌથી શ્રેષ્ટ પ્રદર્શન કર્યું છે. ભારત દેશ એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા છે. છેલ્લે લંડનમાં રમાયેલી ઓલિમ્પિકમાં મેડલનો ભારતે આ વખતે રેકોર્ડ તોડ્યો હતો. ભારતે  13 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં 13 વર્ષ પછી ગોલ્ડ મેડલ મળ્યો છે.

ભારતીય રેસલર બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારે તેમણે ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય દળનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાથમાં ત્રિરંગો લઈને તેમણે દેશનું ગૌરવ વધાર્યું હતું. ક્લોઝિંગ સેરેમનીમાં 10 ભારતીય એથલેટ્સ અને અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્ધાટન સમારોહમાં ખેલાડીઓએ જ્યાં પરંપરાગત પોષાક પહેર્યા હતા, ત્યાંરે સમાપન સમારોહમાં ટ્રેક સૂટમાં ખેલાડીઓ જોવા મળ્યા હતા. ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ધ્વજ વાહક તરીકે હતા. 

આ પણ વાંચો: નીરજ ચોપરાએ ગોલ્ડ જીતતા જ BCCI એ શું જાહેરાત કરી?

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રોટોકોલ મુજબ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યની ખેલ સ્પર્ધાઓમાં દેશના ધ્વજવાહક બનશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment