Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeસ્પોર્ટ્સParalympics: સુમિત અંતિલે રેકોર્ડ થ્રો સાથે જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતનો ત્રીજો મેડલ

Paralympics: સુમિત અંતિલે રેકોર્ડ થ્રો સાથે જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતનો ત્રીજો મેડલ

sumit antil, jaivelin throwers,gold,tokyo olympic,paralympic
Share Now

ટોક્યો પેરાલિમ્પિક્સમાં(Tokyo Paralympic) ભારત તરફથી ભાલા ફેંકના(javelin throw)પ્લેયર્સે શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સુમિત અંતિલે(Sumit Antil) આ સ્પર્ધામાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. સુમિતની આ જીત સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.

સુમિતનો થ્રો બન્યો વર્લ્ડ રેકોર્ડ 

સુમિતે 68.55 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિત અંતિલ(Sumit Antil) નો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ(World Record) બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિતની પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. તેણે સોમવારે મહિલા R-2 10m એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Sumit antil,paralympic,tokyo

આ પણ વાંચો:અવની લખેરાએ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ

સુમિતે પોતાનોજ રેકોર્ડ તોડ્યો 

સુમિતે આ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પછી, બીજા પ્રયાસમાં તેણે 68.08 મીટર ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. સુમિતે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને પાંચમા પ્રયાસમાં 68.55 મીટર ફેંકીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહે પણ મેડલ જીત્યા હતા

આ પહેલા સોમવારે દેવેન્દ્ર ઝાઝરીયા(devendra Zazaria) અને સુંદર સિંહ ગુર્જરે પણ ભાલા ફેંકમાં મેડલ જીત્યા હતા. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદરસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતના હાથમાંથી એક મેડલ નીકળ્યો

ભારતના ડિસ્ક થ્રો એથ્લીટ વિનોદ કુમારે સોમવારે પેરાલિમ્પિક્સ મેન્સ F52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો. કારણ કે ટુર્નામેન્ટની પેનલ દ્વારા લાયકાત નિરીક્ષણમાં ‘અયોગ્ય’ ગણવામાં આવ્યો હતો. આમ ભારતના હાથમાંથી એક મેડલ જતો રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વિનોદ કુમારે(Vinod Kumar) રવિવારે બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યો હતો. પરંતુ ટૂર્નામેન્ટની પેનલે  વિનોદ કુમારને લાયકાત નિરીક્ષણમાં અયોગ્ય ઠેરવતા આ મેડલ અટકાવી દેવામાં આવ્યો હતો. બીએસએફના 41 વર્ષીય વિનોદ કુમારે 19.91 મીટરની શ્રેષ્ઠ ફેંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment