Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટમિશન ઇમ્પોશિબલ 7: Tom Cruise નો ટ્રેન પરથી દિલધડક સ્ટંટ જોઇને રહી જશો દંગ

મિશન ઇમ્પોશિબલ 7: Tom Cruise નો ટ્રેન પરથી દિલધડક સ્ટંટ જોઇને રહી જશો દંગ

Tom
Share Now

હોલીવુડના સ્ટાર ટોમ ક્રૂઝ ( Tom Cruise) જે પોતાના સ્ટંટના કારણે વધુ પ્રખ્યાત છે, મિશન ઇમ્પોશિબલમાં ( Mission: Impossible) તેમણે એક અલગ જ લેવલનો એક્શન લેવલમાં બેંચમાર્ગ બનાવી દીધો છે. હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ ( Tom Cruise )પોતાના તમામ સ્ટંટ જાતે કરવા માટે જાણીતા છે.તે પોતાના સ્ટંટથી દર્શકોને દંગ કરી દેતા હોય છે.  

મિશન: ઈમ્પોસિબલ-7 (Mission Impossible)

ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્ક્વારી મિશન ઇમ્પોસિબલનો સાતમો અને આઠમો પાર્ટ રહ્યા છે. જેમાં એક તુટેલી ટ્રેનમાંથી (train crash stuns)તે એક્શન કરતાં જોવા મળી રહ્યાં છે. આ અદભૂત એક્શન દ્રશ્યશુટ કરવામાં આવ્યુ છે, જે ડર્બીશાયરમાં શૂટ કરવામાં આવ્યું હતું. બેકગ્રાઉન્ડમાં એક હેલિકોપ્ટર પણ ઉડતું જોવા મળ્યું હતુ.

 

ડર્બીશાયરના સ્ટોની મિડલટનમાં આ ફિલ્મના શૂટિંગ માટે મહિનાઓથી સેટ તૈયાર કરવામા આવી રહ્યો હતો. મિશન ઇમ્પોસિબલના સાતમા ભાગના લેટેસ્ટ સ્ટંટ શૂટિંગમાં કેટલીક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી. જે સોશિયલ મીડિયા પર શેર પણ કરી.

મિશન: ઈમ્પોસિબલ-7 ( Mission Impossible) ના શૂટિંગ સેટનો ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટોમ ક્રૂઝ ફિલ્મસેટની ટિમ સાથે એક એવા દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યા છે કે જેમાં એક ટ્રેન ખડક પર અથડાયા બાદ ક્રેશ થઈ જાય છે.

વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ

Danny Lawson

(Danny Lawson PA Images via Getty Images)

જેમ દર્શકો તેમના સ્ટંટ સ્ક્રિન પર જોઇને દંગ રહી જતા હોય છે, તો શુટ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફરે પણ આ ક્ષણને મિસ કઇ રીતે કરી શકે? જેથી ડર્બીશાયરના સ્ટોની મિડલટનમાં થઇ રહેલી શુટીંગના ઘણા ફોટોસ અને વીડિયો

સ્થાનિક ફોટોગ્રાફર ( Local photographer ) જીમે ( Jim) સોશિયલ મીડિયા પર આ વિડીયો કલીપ શેર કરી છે, અને  સાથે લખ્યુ છે કે, આ સીન માટે હું 5 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો, ’20 મિનિટ પહેલા શૂટ થયો છે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ટોમ ક્રૂઝ પણ હાજર હતા. અમેઝિંગ ડે !!( Amazing day) ‘

કોરોના રોગચાળાને કારણે ‘મિશન ઇમ્પોસિબલ-7’ (MI 7) નું શૂટિંગ અને રિલીઝ અટકી ગયું હતું. ટોમ ક્રુઝ સિવાય હેનરી, સિમોન પેગ, રેબેકા ફર્ગ્યુસન, વેનેસા કિર્બી અને ફ્રેડરિક પણ આ ફિલ્મમાં જોવા મળશે. કોરોનાના કારણે આ ફિલ્મની શુટીંગ પાછી ઠેલવાઇ હતી, જે હવે ફરી શરુ થઇ ગઇ છે, પણ ફિલ્મ જલ્દી જ 2022 માં રિલીઝ થઇ શકે છે.

 

આ પણ વાંચો: પિતા રાજકપુરના અંતિમ સંસ્કારમાં શા માટે નહોતા આવ્યા રાજીવ કપુર?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment