Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeહેલ્થહેલ્થ ટીપ્સ: શરદી, ખાંસી અને મોટાપાને પણ દુર કરશે ટોમેટો જ્યુસ

હેલ્થ ટીપ્સ: શરદી, ખાંસી અને મોટાપાને પણ દુર કરશે ટોમેટો જ્યુસ

Tomato
Share Now

સ્વાસ્થ્ય માટે ઘણી બધી શાકભાજીઓ છે, જે શરીર માટે ફાયદાકારક છે, ગ્રીન સબ્જી હોય તે કઠોળ પણ તે શરીરને પોષક તત્વો પુરા પાડે છે. ટમાટર એક એવી શબ્જી છે જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરુપ થાય છે, ટામાટર કાચા ખાવા પણ તમારી સેહત અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ તમે શું જાણો છો કે ટમાટર નો જ્યુસ પણ તમારા માટે એટલો જ ફાયદાકારક છે. ટામેટાનો જ્યુસ (Tomato Juice) માં એન્ટી ઓક્સીડેંટ, વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં તમારી ઇમ્યુનિટી વધારવા માટે મદદ કરે છે. ટામેટામાં વિટામિન એ અને વિટામિન સી ફાઇબર અને ફોલેટ તેમજ કેલ્શિયમ જેવા ગુણકાર તત્વો રહેલા હોય છે,

તમને જાણીને નવાઇ લાગશે કે શરીરનો મોટાપો દુર કરવા માટે ખાસ ટામેટાનો જ્યુસ પીવામાં આવે છે, શરીરની ચરબી વધારે હોય અને મોટાપો દુર કરવો હોય તો અવશ્ય તમે આનું (Tomato Juice) સેવન કરી શકો છો.

 Tomato Juice

Image Courtsey: Elise Bauer

ઇમ્યુનિટીમાં વધારો(Immunity Boost)

ટામેટાનો જ્યુસ તમારા શરીરની ઇમ્યુનિટી વધારવા માટે છે, તે ઇમ્યુનિટીને મજબુત બનાવે છે, મજબુત ઇમ્યુનિટી શરીરને ઘણા સંક્રમણથી બચાવે છે, ટામેટા માં એન્ટીઓક્સીડેંટ, લાઇકોપીન અને બીટા કેરોટીન ના તત્વો હોય છે. જે ઇમ્યુનિટીને મજબુત બનાવે છે. જેથી અવશ્ય ટામેટાનો જ્યુસ તમારે પીવો જોઇએ.

શરદી જુકામ

વાતાવણમાં ચેન્જ આવતાની સાથે જ ઘર જાણે બીમારીનું ઘર બની જાય છે, પણ જો તમે રોજ થોડો સમય નિકાળીને એક ગ્લાસ ટામેટાના જ્યુસનું સવારે ખાલી પેટ સેવન કરો છો, તો તમારી ઇમ્યુનિટી તો સ્ટ્રોન્ગ થશે જ સાથે ઘરમાં બીમારીઓ પણ નહી રહે, સર્દી ખાંસી જેવા બીમારીઓ થી ઘરના લોકો દુર રહેશે.

 વજન ઉતારે (weight loss)

જો તમે પણ મોટાપા એટલેકે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તમારે પણ ડેઈલી ડાયેટમાં ટામેટાના જ્યુસને સ્થાન આપવું જોઈએ. ટામેટામાં ફાઇબરના ગુણધર્મો જોવા મળે છે અને તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

સ્નાયુઓ 

ટામેટાંમાં પોટેશિયમ અને સોડિયમની ભરપૂર હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે. ટામેટા નું જ્યુસ પીવાથી સ્નાયુઓને મજબૂત બનાવી શકાય છે.

એનર્જીવર્ધક

ટામેટામાં વિટામિન-એ અને વિટામિન-સી ફાઇબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા ઘણા ફાયદાકારક તત્વો હોય છે, જે શરીરની ઉર્જા વધારવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

આ પણ વાંચો: શરદી ખાંસી અને મોટાપાને પણ દુર કરશે ટોમેટો જ્યુસ

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment